બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / ગુજરાત / સુરત / ડંક મુનિએ તપ કરી ભગવાન શંકરને કર્યા પ્રસન્ન, ભક્તની ભક્તિથી રાજી થઈ રણછોડરાયજી પધાર્યા ડાકોરધામ

દેવ દર્શન / ડંક મુનિએ તપ કરી ભગવાન શંકરને કર્યા પ્રસન્ન, ભક્તની ભક્તિથી રાજી થઈ રણછોડરાયજી પધાર્યા ડાકોરધામ

Last Updated: 06:30 AM, 16 June 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દેવ દર્શન: ડાકોરધામની વિશેષ ભક્તિમય ગાથામાં ભક્તવત્સલ રણછોડજી ભક્ત બોડાણાની ભક્તિથી પ્રસન્ન થઈ રણછોડજી ડાકોરધામ આવ્યા હતા

ગુજરાતના પ્રસિદ્ધ યાત્રાધામ પૈકી જેનું અનોખું મહત્વ છે એવા ડાકોરના ઠાકોર રણછોડજી જ્યાં સાક્ષાત બિરાજેલા છે. ડાકોરધામની વિશેષ ભક્તિમય ગાથામાં ભક્તવત્સલ રણછોડજી ભક્ત બોડાણાની ભક્તિથી પ્રસન્ન થઈ રણછોડજી ડાકોરધામ આવ્યા હતા અને આજે પણ ભક્તોને સાક્ષાત્કાર કરાવે છે. ગુજરાતના પ્રસિદ્ધ યાત્રાધામ પૈકીનુ એક રણછોડજીનુ ડાકોર છે. હરી તારા નામ છે હજાર. અનેક નામે ઓળખાતાં ભગવાન કૃષ્ણ, દ્વારકામાં દ્વારકાધીશ અને ડાકોરમાં રણછોડરાયજી ઠાકોરનાં નામે ઓળખાય છે.

WhatsApp Image 2024-06-13 at 6.49.27 PM

દર્શનથી ભાવિકો ધન્યતા અનુભવે છે

રણછોડજી નામ પાછળની કથા પ્રમાણે જરાસંધના મિત્ર કાલયવને જ્યારે કૃષ્ણ ભગવાન પર આક્રમણ કર્યુ ત્યારે તેઓ મથુરા વાસીઓનાં રક્ષણ માટે તેમને સાથે લઇને રણ છોડીને ભાગી ગયા અને નવી નગરી દ્વારકા બનાવીને ત્યાં વસ્યા, આથી જ તેમને દ્વારકા અને ડાકોરમાં રણછોડરાયના નામે ઓળખવામાં આવે છે. હાલના ડાકોરના રણછોડરાયજીના મંદિરનો શ્રેય ગોપાલરાવ તાંબેકરને જાય છે. જેઓ તે સમયના વડોદરાના રાજા શ્રીમંત ગાયકવાડના શ્રોફ હતા. પુણેથી દ્વારકા દ્વારકાધીશના મંદિરે ગોપાલરાવ સંઘ લઇને જતા હતા તેવા સમયે રાત્રે સ્વપ્નમાં ભગવાને પોતાના સ્થળાંતરની વાત કરી. અને ગોપાલરાવે યાત્રાનો સંઘ મોફુક રાખીને ડાકોર જઈ રણછોડરાયજીના દર્શન કર્યા હતા. બાધા કે મનોકામના જ નહિ ડાકોરના ઠાકોરના દર્શન માત્રથી પણ ભાવિકો ધન્ય થઈ જાય છે.

dakor-temple

કુંડ આજે ગોમતીના નામે ઓળખાય છે

ગોપાલરાવે હાલ જે મંદિર છે તેના માટે જમીનની ખરીદી કરીને ત્યાં બાંધકામ શરૂ કરાવ્યું અને વર્ષ 1772ની સાલમાં ડાકોર મંદિરનુ લોકાપર્ણ થયું, ત્યારથી ડાકોરમાં બિરાજમાન રણછોડરાય ભાવિકોની શ્રદ્ધા આસ્થાનુ કેન્દ્ર બન્યા છે. દ્વાપરયુગમાં ડંક મુનિએ ડાકોરમાં આશ્રમ બનાવ્યો હતો. તે જમાનામાં ડાકોર ખાખરીયુ વન હતું, પરંતુ ડંક મુનિએ તપ કરી ભગવાન શંકરને પ્રસન્ન કર્યા. અને ભગવાને ડંક મુનિને આર્શિવાદ આપ્યા કે કૃષ્ણ ભગવાન અહીં આવશે અને પોતે પણ ડંકેશ્વર નામે લિંગ સ્વરુપે અહી રહેશે. આજે પણ ગોમતી કિનારે ડંકેશ્વર મહાદેવ છે જે એ બાબતની સાક્ષી પુરાવે છે.

પહેલા ડંકપુર ત્યારબાદ આજનું ડાકોર બન્યું

વર્ષોથી દુખિયાના બેલીના શરણે ભાવિકો આવી પોતાની મનોકામના પૂર્ણ કરે છે. અને એવા પણ ભાવિકો છે જે રણછોડજીની શ્રદ્ધામાં એટલા ડૂબેલા છે કે દ્વારકાધીશનુ નામ લેતા જ ભાવુક થઈ જાય છે. ડંક મુનિએ પશુ પંખી માટે બનાવેલા નાના કુંડ પાસેથી ભગવાન કૃષ્ણ અને ભીમ પસાર થતા હતા ત્યારે ભીમને તરસ લાગતા કુંડમાંથી પાણી પીધું અને ભીમને વિચાર આવ્યો કે કુંડ મોટો હોય તો ઘણા તરસ્યાને પાણી મળે અને ગદાના એક જ પ્રહારથી ભીમે તે કુંડ 999 વિઘા મોટો કર્યો. જે કુંડ આજે ગોમતીના નામે ઓળખાય છે. વર્ષો વીતતા ગોમતીકુંડ અને ડંકેશ્વર મહાદેવ મંદિર આસપાસ લોકો આવી વસ્યા અને પહેલા ડંકપુર ત્યારબાદ આજનું ડાકોર બન્યું છે.

ભગવાનના સ્પર્શથી લીમડાની એક ડાળ મીઠી થઇ ગઇ

ભગવાનના મંદિરમાં પ્રવેશતા પહેલા જ હકારાત્મક ઉર્જાનો અહેસાસ કરતા ભાવિકો રણછોડજીના દર્શન કરી પોતાનામાં નવી શક્તિનો સંચાર થયાના અનુભવ સાથે ઘરે જાય છે. ડાકોરના કૃષ્ણ ભક્ત બોડાણા સાથે દ્વારકાથી ડાકોર જતા ભગવાને બોડાણાને ગાડામાં આરામ કરવા કહી પોતે ગાડુ ચલાવ્યુ અને એક જ રાતમા ભગવાન રાજા રણછોડરાય ડાકોરમાં આવી ગયા, સવારમા બિલેશ્વર મહાદેવ નજીક લીમડાની ડાળ પકડી બોડાણાને જગાડી ગાડું ચલાવવા કહ્યુ. ત્યારબાદ ભગવાનના સ્પર્શથી લીમડાની એક ડાળ મીઠી થઇ ગઇ.

વાંચવા જેવું: ઘરની ઉત્તર દિશામાં ભૂલથી પણ ન હોવી જોઇએ આ 5 ચીજ, નહીંતર દરિદ્રતા પીછો નહીં છોડે!

ભાવિકો ગાયને પણ ચારો ખવડાવી પુણ્ય કમાય

પ્રસિધ્ધ મંદિર ડાકોરમાં દર પુનમે મેળો ભરાય છે. જેમાં કાર્તિક પૂર્ણિમાએ ભગવાન આગમન પાંચમે પાટોત્સવ અને હોળી પૂર્ણિમાના વિશેષ મેળા ભરાય છે હોળી પૂનમના ઉત્સવમાં લાખો પદયાત્રીઓ ડાકોર ચાલતા દર્શન કરવા આવે છે. ભાવિકો પૂનમે મંદિરે આવી શ્રધ્ધાથી ઈશ્વરની પૂજા કરે છે. ઘણા ભાવિકભક્તો શ્રદ્ધાથી અને ઘણા પોતાની માનતા પૂરી કરવા પદયાત્રા કરી દૂર દૂરથી આવી ઈશ્વરના દર્શન કરે છે. ડાકોર મંદિરમાં દર્શનાર્થીઓ પ્રસાદના રુપે ભગવાનને માખણ, મિશરી, મગસ ચઢાવે છે. કૃષ્ણ ભગવાનને ગાયો ખૂબ વહાલી હતી એટલે ભાવિકો ગાયને પણ ચારો ખવડાવી પુણ્ય કમાય છે.

સંકળાયેલા મુદ્દાઓ

Lord Ranchhodray Dev Darshan Dakor Mandir
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ