બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / daan niyam vastu tips never donate these things bad luck will

દાન નિયમ / રાતનું વાસી ભોજન દાન આપીને ખુશ થતાં હોવ તો જાણી લેજો આ વાત, પુણ્યને લઈને જાણો શું છે નિયમ

Premal

Last Updated: 01:20 PM, 8 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દાન કરવુ આમ તો ઘણુ પુણ્યનુ કામ માનવામાં આવે છે. દાન કરવાથી તેનુ ફળ માત્ર એક જન્મ સુધી સિમિત રહેતુ નથી. પરંતુ વ્યક્તિને ઘણા જન્મો સુધી તેનુ શુભ ફળ પ્રાપ્ત થાય છે. પરંતુ દાન કરતા પહેલા અમુક ચીજ વસ્તુઓનો ખાસ ખ્યાલ રાખવો જોઈએ. અમુક ચીજ વસ્તુઓનુ દાન કરવુ ઘણુ અશુભ માનવામાં આવે છે.

  • દાન કરતા પહેલા અમુક ચીજ વસ્તુઓનો ખાસ ખ્યાલ રાખવો
  • ભૂલથી પણ દાન કરતી વખતે આ વસ્તુઓનુ ક્યારેય દાન ન કરતા
  • દાન કરનારનુ અને દાન આપવામાં આવેલા વ્યક્તિનુ ભલુ થતુ નથી 

દાન પુણ્યનુ ફળ ઘણા જન્મો સુધી મળે છે

કહેવામાં આવે છે કે વ્યક્તિ દ્વારા કરવામાં આવેલુ દાન પુણ્યનુ ફળ તેને આ જન્મમાં તો મળે છે, પરંતુ ઘણા જન્મો સુધી મળે છે. પરંતુ ઘણી વખત અમુક ચીજ વસ્તુઓનુ દાન કરતી સમયે વ્યક્તિને એ ચીજ વસ્તુનો લાભ મળતો નથી. પરંતુ આ ચીજ વસ્તુઓનુ દાન કરવાથી વ્યક્તિને તેનુ નુકસાન ઉઠાવવુ પડી જાય છે. એટલેકે અમુક ચીજ વસ્તુઓનુ દાન કરવાથી દાન કરનારનુ પણ ભલુ નથી અને જે વ્યક્તિને દાન આપવામાં આવ્યું હોય તેનુ પણ ભલુ થતુ નથી. 

આ વસ્તુઓનુ દાન ક્યારેય પણ ન કરશો 

એવામાં જરૂરી છે કે આ વાતનો ખાસ ખ્યાલ રાખવામાં આવે કે તમે કઈ ચીજ વસ્તુઓનુ દાન કરી રહ્યાં છો. જો તમે કોઈ વ્યક્તિને કઈ દાન કરવાનુ વિચારી રહ્યાં છો તો જરૂરી છે કે તમને અમુક ચીજ વસ્તુઓની સારી રીતે જાણકારી હોવી જોઈએ. અમે તમને આજે જણાવીશુ કે વ્યક્તિએ કઈ વસ્તુઓનુ દાન ન કરવુ જોઈએ. 

આ વસ્તુઓનુ દાન કરવુ હોય છે અશુભ 

સાવરણી

વ્યક્તિએ ક્યારેય પણ સાવરણીનુ દાન ન કરવુ જોઈએ. મનાય છે કે સાવરણીનુ દાન કરવાથી ઘરમાં રહેલા પૈસા પૂરા થાય છે અને તમારે આર્થિક તંગીનો સામનો કરવો પડી શકે છે. એવામાં જરૂરી છે કે તમે ભૂલથી પણ ક્યારેય સાવરણીનુ દાન ના કરશો. 

ફાટેલા ગ્રંથ અને બુક

માનવામાં આવે છે કે ક્યારેય પણ ફાટેલા ગ્રંથ અને બુકનુ દાન ન કરવુ જોઈએ. આ વસ્તુઓનુ દાન કરવુ સારો સંકેત માનવામાં આવતો નથી. 

તેલ

ક્યારેય પણ ઉપયોગમાં લીધેલુ તેલ અથવા ખરાબ થયેલા તેલનુ દાન ના કરવુ જોઈએ. માનવામાં આવે છે કે જો તમે આ વસ્તુઓનુ દાન કરો છો તો તમારે શનિદેવના નકારાત્મક પ્રભાવોનો સામનો પણ કરવો પડી શકે છે. શનિદેવને પ્રસન્ન કરવા તો ઘણા સરળ છે પરંતુ જો શનિદેવ એક વખત તમારાથી નારાજ થાય તો તેનાથી તમારા જીવનમાં ઘણી સમસ્યાઓ આવી શકે છે. 

પ્લાસ્ટિકની વસ્તુઓ

ક્યારેય પણ પ્લાસ્ટિકમાંથી બનાવેલી વસ્તુઓનુ દાન ન કરવુ જોઈએ. આમ કરવાથી વ્યવસાય અને ઘરમાં અનેક પ્રકારના નુકસાનોનો સામનો કરવો પડી શકે છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ