બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / 3 મહિનાના DA પર થયો મોટો નિર્ણય, આ કર્મચારીઓ માટે ગુડ ન્યૂઝ

કામની વાત / 3 મહિનાના DA પર થયો મોટો નિર્ણય, આ કર્મચારીઓ માટે ગુડ ન્યૂઝ

Published By: Bijal Vyas

Last Updated: 12:22 PM, 3 May 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સરકારે 1 મેથી બેંક કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો કર્યો છે. વધેલા DAમાં મે-જુલાઇ 2026થી લાગુ થશે.

કેન્દ્રીય કર્મચારીઓ બાદ હવે બેંકના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો કરવામાં આવ્યો છે. સરકારે 1 મેથી બેંક કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો કર્યો છે. વધેલા DAમાં મે-જુલાઇ 2026થી લાગુ થશે. ઉલ્લેખનીય છે કે, આ ઘોષણા કેન્દ્ર સરકાર દ્વારા પોતાના કર્મચારીઓ માટે DAના એલાન બાદ કરવામાં આવી છે. કેન્દ્રીય કર્મચારીઓના ડીએમાં 2 ટકાનો વધારો કરીને તેમાં 58 ટકાથી વધીને 60 ટકા આપવામાં આવ્યો છે. આવો બેંક કર્મચારીઓના ડીએમાં વધારાની ડિટેલ્સ જાણીએ...

કેટલો થશે વધારો?

નવા બદલાવ અનુસાર DAમાં 25.70 ટકા નક્કી કરવામાં આવ્યો છે, જે છેલ્લે ત્રિમાસિકમાં 25 ટકાથી વધારે છે. આ 2026 પહેલા ત્રણ મહિનામાં લગભગ CPI પર આધારિત છે. આ અર્થ છે કે, DA માં 0.70 ટકાનો વધારો થયો છે. તેવામાં બેંક કર્મચારીઓને આ ત્રિમાસિકમાં પોતાની સેલેરીમાં મામૂલી વધારો જોવા મળશે. સામાન્ય જ વધારો છે પરંતુ તેનો પ્રભાવ દરેક લેવલના કર્મચારી પર થશે.

ઉદાહરણથી સમજીએ...

જો કોઇ બેંક કર્મચારીની બેઝિક સેલેરી લગભગ 67,000 રુપિયા છે તો 25 ટકા છેલ્લા દરથી DA 21,451.85 બને છે. હવે નવા સંશોધન બાદ DA 25.70 ટકા થઇ ગયો છે. રકમમાં આ 22,052.50 થઇ ગયુ છે. તેનો અર્થ છે કે કર્મચારીઓ DAમાં દર મહિને 600.65 રુપિયાનો વધારો થશે. જેમ જેમ બેઝિક સેલેરી વધશે તેમ DAની રકમમાં વધારો થશે.

money-simple

સાર્વજનિક ક્ષેત્રના બેંકોથી સરકારે શું કહ્યું ?

તાજેતરમાં સરકારે સાર્વજનિક ક્ષેત્રના બેંકોથી 13માં દ્વિપક્ષીય વેતન સમજૂતી માટે વાત-ચીતની પ્રક્રિયા સમય બદ્ધ રીતે શરુ કરવા અને તેમાં આવતા 12 મહિનામાં અંતિમ રુપ આપવાનું કહે છે. સાર્વજનિક ક્ષેત્રના બેંકોને કર્મચારીઓ અને અધિકારીઓ માટે વેતન સંશોધન એક નવેમ્બર 2027થી આપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, સાર્વજનિક ક્ષેત્રના બેંકો અને વીમા કંપનીઓ સહિત નાણાકીય સંસ્થા પોતાના કર્મચારીઓનું પગાર સંશોધન દર 5 વર્ષમાં કરે છે. આ પ્રક્રિયા હેઠળ ભારતીય બેંક સંઘ કર્મચારી સંગઠનો અને સંઘોની સાથે વાત-ચીત કરી સહેમતિથી પગારની સમજૂતી કરે છે.

આ પણ વાંચોઃ અમદાવાદમાં સહાયક ફાયરમેનની ભરતી, 10મું પાસ ઉમેદવાર કરી શકશે અરજી- જાણી લો સંપૂર્ણ પ્રોસેસ

નાણાંકીય સેવા વિભાગે એક પત્રના માધ્યમથી બેંકોના પ્રમુખોને નિર્દેશ કર્યો છે કે, અગામી વેતન સંશોધન માટે વાતચીત શરુ કરવા માટે જરુરી પગલા લેવાશે. આ પત્રમાં કહેવામાં આવ્યું છે કે, વાતચીતની પ્રક્રિયા વધારે 12 મહિનામાં પૂરી કરી લેવામાં આવશે. કહેવાનો અર્થ એ છે કે બેંક કર્મચારીઓની સેલેરી નવા વર્ષમાં વધશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

dearness allowance DA hike bank employees

Published by

Bijal Vyas

Content Writer at VTV Gujarati, 8 years of media Experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ