બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / cyclone threat over second t20 international sca keeps tab

INDvsBAN / રાજકોટ T-20 પર ચક્રવાતનો ખતરો, વરસાદ બગાડી શકે છે ક્રિકેટ

Krupa

Last Updated: 05:54 PM, 5 November 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દિલ્હીમાં વાયુ પ્રદૂષણથી પ્રભાવિત પહેલી ટી-20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચ બાદ ભારત અને બાંગ્લાદેશની વચ્ચે ગુરુવારે રાજકોટમાં થનારી બીજી મેચ પર ચક્રવાતનું સંકટ છે.

  • મેચ રમાનાર દિવસે 7 નવેમ્બરે વરસાદની શક્યતા
  • બંને ટીમો સોમવારે રાજકોટ પહોંચી ચુકી છે

દિલ્હીમાં વાયુ પ્રદૂષણથી પ્રભાવિત ટી-20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચ બાદ ભારત અને બાંગ્લાદેશની વચ્ચે ગુરુવારે રાજકોટમાં થનારી બીજી મેચ પર ચક્રવાતનું સંકચ છે. ચક્રવાત 'મહા'નું મેચના દિવસે જ ગુજરાતના કિનારા સાથે ટકરાય એવી શક્યતા છે, જેનાથી રાજ્યમાં ભારે વરસાદ પડી શકે છે. 

ભારતીય હવામાન વિભાગની નવીનતમ ભવિષ્યવાણીના અનુસાર 'મહા' પોરબંદર અને દીવની વચ્ચે ગુરુવારે સવારે 'ચક્રવાત તોફાન'ના રૂપમાં ગુજરાતના કિનારા સાથે અથડાશે. શહેરના બાકી ભાગમાં સ્થિત સૌરાષ્ટ્ર ક્રિકેટ સંઘ સ્ટેડિયમમાં સાંજે સાત વાગ્યાથી મેચ શરૂ થવાનો કાર્યક્રમ છે. 

હાલની સ્થિતિ અનુસાર 'મહા' અરબ સાગરમાં 'અત્યંત ગંભીર ચક્રવાતીય તોફાન' અને આ પોરબંદરથી લગભગ 660 કિમીની દૂરી પર છે. ભવિષ્યવાણીના અનુસાર ગુજરાત કિનારા સાથે ટકરાતા પહેલા આ નબળું પડીને 'ચક્રવાતીય તોફાન' રહી જશે. 

ભારતીય હવામાન વિભાગ અનુસાર આ ચક્રવતી તોફાનના કારણે રાજકોટ સહિત ગુજરાતના મોટાભાગે જિલ્લામાં છ અને સાત નવેમ્બરે હળવાથી લઇને સરારશ વરસાદ પડે તેવી શક્યતા છે. સૌરાષ્ટ્ર ક્રિકેટ સંઘે પણ મોસમની ભવિષ્યવાણી પર નજર રાખેલી છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Cyclone INDvsBAN sports ચક્રવાત 'મહા' બાંગ્લાદેશ રાજકોટ INDvsBAN
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ