Cyclone Jawad: IMD issues alert for north Andhra Pradesh, Odisha coasts
આફતના એંધાણ /
BIG NEWS : દેશ પર હવે 'જવાદ'નો ખતરો: 130 વર્ષે ડિસેમ્બરમાં ત્રાટકશે વાવાઝોડું, ગુજરાત માટે આ તારીખ 'ભારે'
Team VTV06:53 PM, 01 Dec 21
| Updated: 06:56 PM, 01 Dec 21
130 વર્ષ બાદ પહેલી વાર ડિસેમ્બર એટલે કે ઠંડીની સિઝનમાં દેશમાં જવાદ વાવાઝોડુ ત્રાટકવાનું હવામાન વિભાગનું મોટું એલર્ટ છે.
આંધ્રપ્રદેશ અને ઓડિશા પર વાવાઝોડાનો ખતરો
4 ડિસેમ્બરે ટકરાઈ શકે છે જવાદ વાવાઝોડુ
2 તારીખે ગુજરાતમાં પડી શકે છે વરસાદ
હવામાન વિભાગનું એલર્ટ
130 વર્ષ બાદ પહેલી વાર ડિસેમ્બરમાં વાવાઝોડુ
IMDએ જણાવ્યું કે મંગળવારે સાઉથ થાઈલેન્ડ અને તેની આજુબાજુના વિસ્તારોમાં લો પ્રેશર સર્જાયું છે અને સાંજે સેન્ટ્રલ આંદોમાન સીમાં આગળ વધશે અને બુધવારે સવારે 8.30 વાગ્યા સુધીમાં આ વિસ્તારમાં મંડરાયેલું રહેશે. હવામાન વિભાગે કહ્યું કે 4 ડિસેમ્બરની સવારે આ વાવાઝોડું ઓડિશા અને આંધ્રપ્રદેશના દરિયા કિનારે પહોંચશે.
2 ડિસેમ્બરે ગુજરાતમાં પડી શકે વરસાદ
ગુજરાત માટે 2 ડિસેમ્બર ભારે છે. હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે. આંધ્ર અને ઓડિશાના જવાદ વાવાઝોડાને પગલે ગુજરાતમાં 2 ડિસેમ્બરે વરસાદ પડી શકે છે. એક ડિસેમ્બરે ગુજરાતમાં, ઉત્તરી મધ્ય મહારાષ્ટ્ર અને ઉત્તરી કોંકણમાં ભારે વરસાદ થવાની શક્યતા છે, જ્યારે બીજી ડિસેમ્બરે ગુજરાત અને ઉત્તરી મધ્ય મહારાષ્ટ્રમાં અલગ અલગ જગ્યાએ વરસાદ થવાની શક્યતા છે.
130 વર્ષ પછી પહેલીવાર ડિસેમ્બરમાં વાવાઝોડુ
આ પહેલા 1891માં દેશમાં ડિસેમ્બર મહિનામાં વાવાઝોડું ત્રાટક્યું હતું. 1891 બાદ બીજી વાર દેશમાં ડિસેમ્બરમાં જવાદ વાવાઝોડાનો ખતરો મંડરાઈ રહ્યો છે. આ પહેલાં 1999માં સુપર સાઇક્લોન સાથે 2013 ફાઈલીન, 2014માં હૂડહૂડ, 2019માં ફાની, 2020માં અમ્ફાન પછી ઓડિશા હવે જવાદ ચક્રવાતનો સામનો કરશે.
1964માં ડિસેમ્બરમાં આંદામાન સાગરમાં વાવાઝોડુ આવ્યું હતું
છેલ્લાં 130 વર્ષમાં ડિસેમ્બર મહિનામાં બંગાળ સાગરમાં કોઈ ચક્રવાત નહોતું આવ્યું, પરંતુ ભારત મહાસાગરમાં ડિસેમ્બર મહિનામાં ઘણા ચક્રવાત આવ્યા છે. 1964માં ડિસેમ્બર મહિનામાં દક્ષિણ આંદામાન સાગરમાં એક ચક્રવાત ઊભું થયું હતું. આ ચક્રવાતને કારણે 280 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો હતો. ભારે વરસાદ થવાની સાથે દરિયામાં પણ ઊચી લહેર ઊઠી હતી.