ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / ચક્રવાત ફેંગલને કારણે ત્રણના મોત અનેક લોકોનું સ્થળાંતર, આજે આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ

IMD / ચક્રવાત ફેંગલને કારણે ત્રણના મોત અનેક લોકોનું સ્થળાંતર, આજે આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ

Last Updated: 07:53 AM, 2 December 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ચક્રવાત ફેંગલની અસર દક્ષિણ ભારત તેમજ પડોશી દેશ શ્રીલંકામાં જોવા મળી છે. આજે પણ કેટલાક રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે.

ADVERTISEMENT

Weather Update: ચક્રવાત ફેંગલની અસર દક્ષિણ ભારતના રાજ્યોમાં જોવા મળી છે. આ સાથે પડોશી દેશ શ્રીલંકામાં પણ તેની અસર જોવા મળી હતી. ફેંગલના કારણે ભારતના ત્રણ અને શ્રીલંકાના 15 સહિત કુલ 19 લોકોના મોત થયા છે. જ્યારે હજારો લોકોને સ્થાળાંતરીત કરવામાં આવ્યા છે.

કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદનું એલર્ટ

જો કે હવામાન વિભાગે આજે પણ કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદનું એલર્ટ આપ્યું છે જેમાં કેરળમાં આજે ચાર જિલ્લા મલપ્પુરમ, કોઝિકોડ, વાયનાડ અને કન્નુર જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કર્યું છે. આ ઉપરાંત આંધ્રપ્રદેશમાં પણ વરસાદની સંભાવના છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, કાકીનાડા અને ઉત્તર તટીય આંધ્ર પ્રદેશના અન્ય જિલ્લાઓ તેમજ દક્ષિણ તટીય ક્ષેત્રના નેલ્લોરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી 24 કલાકમાં રાયલસીમાના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે.

ફેંગલથી પુડુચેરી સુધી ભારે વરસાદ

ચક્રવાત ફેંગલને કારણે પુડુચેરીમાં ભારે પવન સાથે ભારે વરસાદને કારણે જનજીવન સંપૂર્ણપણે ખોરવાઈ ગયું હતું. પુડુચેરીમાં 24 કલાકમાં લગભગ 50 સેમી વરસાદે 30 વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો, જેના કારણે આખું શહેર ગંભીર પૂરની ઝપેટમાં આવી ગયું છે. ઘણી જગ્યાએ ભૂસ્ખલન થયું છે. તો અનેક વિસ્તારોમાં વીજ પુરવઠો પણ ખોરવાઈ ગયો છે.

વધુ વાંચો : આજે રાષ્ટ્રીય પ્રદૂષણ નિયંત્રણ દિવસ: ગુજરાતમાં આ જિલ્લો વેસ્ટના નિકાલમાં બેસ્ટ, જાણો ઉજવણીનો હેતુ

30 વર્ષનો રેકોર્ડ તૂટ્યો

હવામાન વિભાગના જણાવ્યાનુસાર, રવિવારે સવારે 8:30 વાગ્યા સુધીના 24 કલાકમાં પુડુચેરીમાં 48.4 સેમી વરસાદ નોંધાયો હતો. 1995થી 2024 દરમિયાન 24 કલાકમાં આ સૌથી વધુ વરસાદ છે. અગાઉ 31 ઓક્ટોબર 2004ના રોજ પુડુચેરીમાં 24 કલાકમાં સૌથી વધુ 21 સેમી વરસાદ પડ્યો હતો.

તમિલનાડુમાં પૂરની સ્થિતિ, હજારો અસરગ્રસ્ત

તમિલનાડુના અધિક મુખ્ય સચિવ મહેસૂલ અને આપત્તિ વ્યવસ્થાપન રાજેશ લાખાણીએ કહ્યું કે, 'ચક્રવાત પસાર થઈ ગયો છે અને હવે અમારું ધ્યાન રાહત કાર્ય પર છે. ચક્રવાત થોડા સમય માટે અટકી ગયો હતો તેથી ઘણો વરસાદ પડ્યો હતો. વાવાઝોડાને કારણે મોટી સંખ્યામાં વૃક્ષો પડી ગયા છે. મરિના, પટ્ટિનપક્કમ અને ઇલિયટ સહિત ચેન્નાઈના દરિયાકાંઠે ઊંચા મોજા ઉછળ્યા હતા.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Cyclone fengal weather update IMD
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ