બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / ભાવનગર / રાજકોટ / Cyclone breaks Kutch farmers' backs: Pomegranates fall brings tears to eyes

બાગાયતી પાકને નુકશાન / વાવાઝોડાએ તો કચ્છના ખેડૂતોની કમર ભાંગી નાંખી: દાડમ ખરી પડતાં આંખમાં આવી ગયા આંસુ

Vishal Khamar

Last Updated: 04:37 PM, 17 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કચ્છમાં બિપોરજોય વાવાઝોડાએ ભારે તારાજી સર્જી છે. ત્યારે કચ્છનાં ભચાઉમાં આવેલ દાડમનાં બગીચામાં દાડમનો ઉભો પાક નમી પડતા ખેડૂતોને ભારે ચિંતા જોવા મળી રહી છે.

  • કચ્છમાં બિપરજોય વાવાઝોડાએ કાળો કહેર વરસાવ્યો
  • વાવાઝોડાના કારણે જિલ્લાના દાડમના ખેડૂતોની કમર ભાંગી
  • સમગ્ર કચ્છના દાડમના બગીચામાં પાક ખરી પડ્યો

 બિપોરજોય વાવાઝોડાથી સૌથી વધુ નુકશાન કચ્છમાં થવા પામ્યું છે. ત્યારે  VTVNEWSની ટીમ  કચ્છનાં ગ્રામ્ય વિસ્તારમાં પહોંચી હતી. જ્યાં વાવાઝોડાનાં કારણે જીલ્લામાં દાડમની ખેતી કરતા ખેડૂતોની કમર ભાંગી નાંખી છે. સમગ્ર કચ્છનાં દાડમનાં બગીચામાં પાક ખરી પડ્યો હતો. ત્યારે દાડમનાં ઉભા પાકને ભારે નુકશાન થતા ખેડૂતોની ચિંતામાં વધારો થવા પામ્યો છે.

હસમુખભાઈ પટેલ (ખેડૂત)

દાડમ ઝાડ પરથી ખરી પડ્યા
આજે બિપોરજોય વાવાજોડાથી થોડી રાહત થતા ખેડૂતો ખેતરમાં શું પરિસ્થિતિ છે. તે જોવા નીકળ્યા હતા. ત્યારે ખેડૂતોએ ખેતરમાં જઈને જોતા દાડમનાં ઝાડ મૂળીયા સાથે નમી જવા પામ્યા હતા. તેમજ દાડમ પણ ઝાડ પરથી ખરી પડ્યા હતા. જેનાં કારણે પાકમાં મોટું નુકશાન થવા પામ્યું છે. 


વાવાઝાડોનાં કારણે આંબા તેમજ દાડમનાં ઝાડ પડી ગયાઃ ખેડૂત
આ બાબતે ખેડૂત હસમુખભાઈએ જણાવ્યું હતું કે,  પવન તો પરમદિવસનો સાંજનાં પાંચ વાગ્યાનો શરૂ થયો હતો. જે કાલે સાંજે છ વાગ્યે બંધ થયો.  કાલે 10 વાગ્યે જે જોરદાર પવન આવ્યો તેમાં પડી ગયા છે.  ત્યારે હવે જે ઝાડ નમી ગયા છે તે કોઈ કામનાં રહ્યા નથી.  જે નુકશાન જ છે.  આવો પવન મેં 98 ની સાલમાં આવ્યો હતો. ત્યારે બિપોરજોય વાવાઝોડાનાં કારણે આંબા તેમજ દાડમનાં ઝાડ પડી જતા ભારે નુકશાન છે.  દાડમનાં ઝાડ પડી જતા ખેડૂતોમાં નિરાશા વ્યાપી જવા પામી હતી. 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ