બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Cybercrime: Chinese link making rounds on social media to lure free laptops

સાચવજો! / વિદ્યાર્થીઓ ખાસ ચેતજો! ફ્રી લેપટોપની લાલચ આપવા સોશ્યલ મીડિયામાં ફરી રહી છે ચીની લિંક, તમે પણ ક્લિક કર્યું હોય તો આજે જ બદલી નાખો પાસવર્ડ

Malay

Last Updated: 10:51 AM, 25 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

New Ways of Cyber Fraud: વિદ્યાર્થીઓને ટાર્ગેટ કરતી ચીની લિંક સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે. જેમાં વિદ્યાર્થીઓને ફ્રીમાં લેપટોપ આપવાની લાલચ આપવામાં આવી રહી છે.

  • વિદ્યાર્થીઓને ટાર્ગેટ કરતી લિંક વાયરલ
  • વિદ્યાર્થીઓને મોકલાય છે ફ્રી લેપટોપની લિંક
  • ખાસ તકેદારી રાખવાની સૂચના અપાઈ
  • વાલીઓને પણ ખાસ તકેદારી રાખવાની સૂચના અપાઈ

સાયબર ફ્રોડની ઘટનાઓ સતત વધી રહી છે. સ્કેમર્સ છેતરપિંડી કરવા માટે આજકાલ ઘણી પદ્ધતિઓનો ઉપયોગ કરી રહ્યા છે. ક્યારેક નોકરી અપાવવાના નામે તો ક્યારેક લોટરીના નામે લોકોને મેસેજ કરવામાં આવી રહ્યા છે. આ મેસેજોની સાથે એક લિંક પણ શેર કરવામાં આવે છે. તમારી ઘણી વિગતો લિંક પર ક્લિક કરીને મેળવવામાં આવે છે. આનો ઉપયોગ કરીને સ્કેમર્સ લોકો સાથે છેતરપિંડી કરે છે. ત્યારે હાલ આવી જ એક વિદ્યાર્થીઓને ટાર્ગેટ કરતી ફેક ચીની લિંક સોશિયલ મીડિયા પર ફરી રહી છે, જેમાં 9.60 લાખ વિદ્યાર્થીઓને ફ્રી લેપટોપ આપવાની લાલચ આપવામાં આવી રહી છે. આવી લિંક પર ક્લિક ન કરવાની અપીલ સાયબર એક્સપર્ટ દ્વારા આપવામાં આવી છે. 

મહિલાઓ વિરુદ્ધ સાયબર ક્રાઇમ રોકવા માટે અમદાવાદ પોલીસનો નવતર પ્રયોગ, શરુ  કર્યુ 'સાયબર સેફ ગર્લ અભિયાન' | Ahmedabad police has started cyber safe  girl campaign

સાયબર માફિયાએ અજમાવ્યો નવો પેતરો
સાયબર એક્સપર્ટ દ્વારા જણાવવામાં આવ્યું કે, સાયબર માફિયાઓએ એક નવો પેતરો અજમાવ્યો છે. તેમણે વિદ્યાર્થીના ફોનની સ્ક્રીન એક્ટિવિટીને રેકોર્ડ કરવાની સાથે પાસવર્ડ સહિતના ડેટા ચોરી કરવા નવો કીમિયો અજમાવ્યો છે. સાયબર માફિયાઓએ 9.60 લાખ વિદ્યાર્થીઓને ફ્રીમાં લેપટોપ આપવાની લાલચ આપવામાં આવી રહી છે.

વિદ્યાર્થીઓને આપવામાં આવી રહી છે લાલચ
તેમણે જણાવ્યું કે, https://lii.ke/Students-FREE-LAPTOP લિંક સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી રહી છે અને આમાં 9.60 વિદ્યાર્થીઓને ફ્રીમાં લેપટોપ આપવાની લાલચ આપવામાં આવી રહી છે. સાથે જ આ લિંકને સોશિયલ મીડિયાના પાંચ ગ્રુપમાં શેર કરવા માટે જણાવવામાં આવી રહ્યું છે. 

Topic | VTV Gujarati

વિદ્યાર્થીઓ પાસે માંગવામાં આવી રહી છે વિગતો
એક્સપર્ટે જણાવ્યું છે કે, આ લિંક પર રજિસ્ટ્રેશનના નામે આખું નામ, સરનામું, કોલેજનું નામ, કોર્સની વિગતો માંગવામાં આવી રહી છે. સાથે ઠગો લેપટોપ મળી ગયુ જેવા બોગસ રિવ્યૂ પોસ્ટ પણ સોશિયલ મીડિયામાં કરાવી રહ્યા છે. આ બધી વિગતો આમાં ભરવાથી વિદ્યાર્થીઓના ડેટાનો ખોટો ઉપયોગ થઈ શકે છે. આના પર ક્લિક કરતા જ યુઝર ત્રણ સાયબર એટેકનો ભોગ બને છે. જેમાં ફિશિંગ લિંક, મેલિસીયર અને માલવેરનો સમાવેશ થાય છે. 

14 ગામોમાં રેડ, 2 લાખ મોબાઇલ નંબર બ્લોક: દિલ્હી નજીકના મેવાતમાં સાયબર ઠગો  પર પોલીસનું એક્શન / Haryana Police takes major action against cyber thugs  in 'New Jamtara' i.e. Mewat ...

ડેટાની ચોકી કરે છે માલવેર
આ લિંક પર ક્લિક કરતા જ ફોનમાં માલવેર ઇન્ટોલ થઈ જાય છે. જે યુઝરના મોબાઈલની સ્ક્રીન એક્ટિવિટીને રોકોર્ડ કરે છે. સાથે જ ફોનના ડેટાની ચોરી કરે છે. જેથી ભૂલથી પણ આવી લિંક પર ક્લિક ન કરવું જોઈએ. સાથે વાલીઓને પણ અપીલ કરવામાં આવે છે કે આવી કોઈ લિંક પર ક્લિક કરો તો તાત્કાલિક તમારા ફોનના પાસવર્ડને રી સેટ કરી લો. 


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ