બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ગુજરાત / રાજકોટ / Cyber fraud with 35 lawyers in Rajkot, police start investigation

છેતરપિંડી / લો બોલો! રાજકોટમાં વકીલો જ બન્યા સાયબર ફ્રોડનો શિકાર, જેવો બાયોમેટ્રિક મશીનમાં અંગૂઠો પાડ્યો એવાં જ ખાતામાંથી રૂપિયા ઉપડી ગયા

Malay

Last Updated: 02:40 PM, 19 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Rajkot Cyber Crime News: રાજકોટ શહેરમાં દસ્તાવેજ નોંધણીમાં 35 વકીલોના બેંક ખાતામાંથી ઉપડી ગયા રૂપિયા, સાયબર ક્રાઈમની ટીમે શરૂ કર્યો તપાસનો ધમધમાટ.

  • રાજકોટના વકીલો જ બન્યા સાયબર ફ્રોડના ભોગ
  • 35 વકીલોના બેંક ખાતામાંથી રૂપિયા ઉપડી ગયા
  • બાયોમેટ્રિક મશીનથી અંગૂઠો આપ્યા બાદ રૂપિયા ઉપડી ગયા
  • સાયબર ક્રાઇમના ACPને લેખિતમાં વકીલોએ જાણ કરી

Rajkot Cyber Crime News: રાજકોટમાંથી એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. રાજકોટમાં એક કે બે નહીં 35 જેટલા વકીલો સાયબર ફ્રોડનો ભોગ બન્યા છે. બાયોમેટ્રિક મશીનથી અંગૂઠો આપ્યા બાદ એક સાથે 35 વકીલોના બેંક ખાતામાંથી રૂપિયા ઉપડી જતાં વકીલો દોડતા થયા હતા. જે બાદ રેવન્યૂ બાર એસોસિએશન દ્વારા સાયબર ક્રાઇમ પોલીસને લેખિતમાં ફરિયાદ કરાઇ હતી. ત્યારે સાયબર ક્રાઈમની ટીમે આ  રૂપિયા કેવી રીતે કપાયા તે દિશામાં તપાસ શરૂ કરાઈ છે. 

35 વકીલોના ખાતામાંથી કપાયા પૈસાઃ વિજય તોગડિયા
રાજકોટ રેવન્યુ બાર એસોસિએશનના સેક્રેટરી વિજય તોગડિયાએ જણાવ્યું હતું કે,  35 જેટલા વકીલોના બેંકના ખાતામાંથી પૈસા કપાઈ ગયા છે. આ રકમ કપાઈ જતા વકીલો દ્વારા આ મામલે અમને જાણ કરવામાં આવી હતી. વકીલોએ જણાવ્યું કે જ્યારે અમે દસ્તાવેજ ઓફિસે સાક્ષી તરીકે અંગુઠો આપીએ છીએ, ત્યારે પૈસા કપાઈ જાય છે. જ્યારે અમને ખ્યાલ આવ્યો કે આવું બને છે, ત્યારે અમે રેવન્યુ બાર એસોસિએશનના હોદ્દેદારોએ વકીલોને લઈને સાયબર ક્રાઇમના ACP વિશાલ રબારીને મળવા પહોચ્યા અને તેમને લેખિતમાં રજૂઆત કરી. 

કેટલાક કિસ્સાઓમાં વકીલો રહે છે સાક્ષીઃ વિજય તોગડિયા
વિજય તોગડિયાએ જણાવ્યું કે, અમે સાયબર ક્રાઈમની કચેરી ખાતે ACP વિશાલ રબારીને રજૂઆત કરી કે વકીલો દ્વારા દસ્તાવેજની નોંધણીની પ્રોસિજર ગરવી-2માં કરાવવામાં આવતી હોય છે. જેમાં સાક્ષી તરીકે કેટલાક કિસ્સાઓમાં વકીલો પોતાના ફિંગર પ્રિન્ટ આપતા હોય છે. જોકે, છેલ્લા કેટલાક દિવસથી 35 વકીલના ખાતામાંથી પૈસા કપાઈ ગયા છે. 

વિજય તોગડિયા (સેક્રેટરી, બાર એસો.રાજકોટ)

ACP  રજૂઆતને ગંભીરતાથી લીધી
જે બાદ અમારી રજૂઆતને ગંભીરતાથી લઈને ACP વિશાલ રબારીએ દસ્તાવેજની કચેરીમાં કઈ રીતે કામ થાય છે, તે બાબતની તપાસ કરાવી. જ્યારે સાયબર ક્રાઇમ દ્વારા તપાસ કરવામાં આવી ત્યારે પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે, જ્યારે આમાં અંગુઠો આપવામાં આવે છે, ત્યારે તેની અંદર બગ હોવાથી ઓટોમેટિક ટોકન જનરેટ થઈ જાય છે અને બેંકમાંથી પેમેન્ટ કપાઈ જાય છે. જે બાદ હવે અધિકારીઓને આધારકાર્ડને બદલે ચૂંટણી કાર્ડ સહિત અન્ય પુરાવાઓ માન્ય ગણીને ઉપયોગ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે.

સાયબર ક્રાઈમે શરૂ કરી તપાસ 
તો આ મામલે સાયબર ક્રાઈ એસીપી વિશાલ રબારીએ કહ્યું કે, આ ખૂબ જ ગંભીર બાબત હોવાથી આ મામલે ઝીણવટભરી તપાસ શરૂ કરી દેવામાં આવી છે. સાયબર ક્રાઈમની ટીમ દ્વારા સબ રજિસ્ટ્રાર કચેરી ખાતે તપાસવામાં આવી રહી છે. સાથે જ અન્ય કોઈ આ રીતે સાયબર ફ્રોડના ભોગ બન્યા છે કે નહીં અને આ ફ્રોડ કોઈ વ્યક્તિ દ્વારા કરવામાં આવ્યું છે કે અન્ય કોઈ બાબત છે તે અંગે તપાસ ચાલી રહી છે.  

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ