બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / Cyber Fraud sim swapping rs 50 lakh withdrawn from account

એલર્ટ! / Cyber Fraudથી સાવધાન! ઠગબાજો લાવ્યા ઓનલાઈન ફ્રોડની નવી ટ્રીક, OTP વિના જ મહિલાના એકાઉન્ટમાંથી ઉપડી ગયા 50 લાખ

Arohi

Last Updated: 09:46 AM, 30 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Cyber Fraud Sim Swapping: તેનાથી બચવા માટે તમને સોશિયલ મીડિયા પર પોતાની ખાનગી જાણકારી શેર કરવાથી બચવું જોઈએ. ત્યાં જ મોબાઈલ પર આવેલી અજાણી લિંક પર ક્લિક કે તેને ઈન્સ્ટોલ ન કરવી જોઈએ.

  • વકિલના એકાઉન્ટમાંથી ઉડી ગયા 50 લાખ 
  • ઠગબાજો લાવ્યા ઓનલાઈન ફ્રોડની નવી ટ્રીક
  • OTP વગરજ ખાતામાંથી ઉપડી ગયા પૈસા

સાઈબર ફ્રોડ્સે દિલ્હીની એક મહિલા વકિલના એકાઉન્ટમાંથી 50 લાખ રૂપિયા ઉપાડી લીધા. તેના માટે ઓટીપીને કોઈ બીજી ડિટેલ પણ ન હતી પુછવામાં આવી. આ ફ્રોડ ફક્ત ત્રણ મિસ્ડ કોલથી જ કરવામાં આવ્યું.  

કઈ રીતે કરી છેતરપિંડી? 
પોલીસ રિપોર્ટ અનુસાર પીડિત મહિલા દિલ્હીના એક કોર્ટમાં પ્રેક્ટિસ કરે છે અને તેની ઉંમર 35 વર્ષ છે. મહિલા વકિલના મોબાઈલ પર ત્રણ મિસ્ડ કોલ આવે છે માટે મહિલા વકિલ પોતાના બીજા મોબાઈલથી કોલ કરે છે તો સામેથી જણાવવામાં આવે છે કે કૂરિયર ડિલિવરી વાળાનો નંબર છે. કુરિયર વાળા ફક્ત મહિલાનું એડ્રેસ પુછે છે અને તેના બાદ મહિલાના મોબાઈલ પર ટ્રાન્ઝેક્શનના ઘણા મેસેજ આવે છે. 

ફોનમાં મળી શંકાસ્પદ બ્રાઉજિંગ હિસ્ટ્રી
શરૂઆતી તપાસમાં જાણવા મળ્યું કે મહિલા વકીલના ફોનના બ્રાઉઝરમાં ઘણી એવી વસ્તુઓ સર્ચ કરવામાં આવી છે જેના વિશે મહિલાને કોઈ જાણકારી નથી. તેના ઉપરાંત ફોન પર યુપીઆઈ સાથે જોડાયેલા ઘણા મેસેજ, ફિશિંગ લિંક પણ મળી છે. જેના વિશે મહિલાને કંઈ ખબર નથી.  

આ ફ્રોડના વિશે મહિલાની પાસે એક શખ્સનો કોલ આવ્યો હતો. જેણે પોતાને IFSO ઓફિસર જણાવ્યા હતા. શખ્સે મહિલા પાસે બેંક સ્ટેટમેન્ટની માંગ કરી હતી. જોકે મહિલાએ તેની કોઈ જાણકારી નથી આપી. હાલ આ મામલામાં કોઈની ધરપકડ નથી થઈ. 

શું છે સિમ સ્વેપિંગ? 
સિમ સ્વેપનો મતલબ સિમ કાર્ડને બદલવું એટલે કે તે નંબરથી બીજુ સીમ બનાવવું છે. સિમ સ્વેપિંગમાં તમારા મોબાઈલ નંબરથી એક નવા સિમનું રજીસ્ટ્રેશન કરવામાં આવે છે. તેના બાદ તમારૂ સિમ કાર્ડ બંધ થઈ જાય છે અને તમારા મોબાઈલથી નેટવર્ક ગાયબ થઈ જાય છે. 

એવામાં ઠગની પાસે તમારા મોબાઈલ નંબરથી સિમ ચાલુ થઈ જાય છે અને તેનો ફાયદો ઉઠાવીને તે તમારા નંબર પર ઓટીપી મંગાવે છે અને પછી તમારા ખાતામાંથી પૈસા ઉડાવી લે છે. 

સિમ સ્વેપિંગ માટે અલગ અલગ પ્રકારના મીડિયા, સોશિયલ મીડિયા દ્વારા પહેલા તો તમારા પર નજર રાખવામાં આવે છે અને તમારી જાણકારી ભેગી કરવામાં આવે છે. ઘણી વખત તમને કોઈ અજાણ્યા નંબરથી કોલ આવે છે અને જાણકારી લઈ લેવામાં આવે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ