બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ફેશન અને સૌંદર્ય / curd and tomato face pack for clear skin

skin care / દહીંમાં આ એક વસ્તુને મળીને ચહેરા પર લગાવીને જુઓ, મળશે ગ્લોઇંગ સ્કિન

Bijal Vyas

Last Updated: 07:15 PM, 28 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દહીંથી ત્વચાને એક નહીં પરંતુ અનેક ફાયદા મળે છે. દહીંનો ફેસ પેક ટેનિંગ દૂર કરવાથી લઈને ચહેરા પરથી ડેડ સ્કિનના સેલ્સને દૂર કરવા માટે ફાયદાકારક છે.

  • ત્વચામાંથી ટેનિંગ, ડેડ સ્કિન સેલ્સ અને જમા થયેલી ગંદકી દૂર કરે છે
  • ટેનિંગ દૂર કરવા માટે દહીં અને ટામેટાંનો ફેસ પેક કારગર છે
  • દહીં અને બેસનનો ફેસ પેક ઓઇલી સ્કિન માટે પરફેક્ટ છે

Skin Care:સ્કિન સંભાળમાં ફેસ પેક સૌથી વધુ સસ્તી અને અસરકારક પદ્ધતિ સાબિત થાય છે. બજારમાંથી ખરીદેલા ફેસ પેક અને ઘરે બનાવેલા ફેસ પેક લગભગ સરખા જ હોય ​​છે, જેમાંથી મોટાભાગની મહિલાઓ પોતાની ત્વચા માટે ઘરેલું ફેસ પેક પસંદ કરે છે. કારણ કે ઘરે બનાવેલા ફેસ પેકમાં કેમિકલ નથી હોતું અને આ ફેસ પેક પ્રાકૃતિક હોય છે.

દહીંમાંથી પણ આવા જ ફેસ પેક બનાવી શકાય છે, જે ત્વચામાંથી ટેનિંગ, ડેડ સ્કિન સેલ્સ અને જમા થયેલી ગંદકી દૂર કરે છે અને ચહેરાને ચમકદાર બનાવે છે. આવો જાણીએ, દહીંમાં શું મિક્સ કરીને ચહેરા પર લગાવવાથી સુંદરતા વધે.

સાફ સ્કિન માટે દહીં ફેસ પેક 
1. દહીં અને ટામેટા 

ઉનાળામાં પડતી ગરમી અને તડકાના કારણે સ્કિન પર ટેનિંગ થાય છે. આ ટેનિંગ દૂર કરવા માટે દહીં અને ટામેટાંનો ફેસ પેક લગાવી શકાય છે. ત્વચાને ટામેટાંમાંથી વિટામિન A, K અને B મળે છે. તેનો ઉપયોગ ત્વચામાંથી ટેનિંગ દૂર કરે છે, વધારાનું તેલ દૂર કરે છે અને સનબર્ન તેમજ ખીલની સારવારમાં અસરકારક છે.

શિયાળામાં સ્કિનને ચમકાવવા માટે બેસ્ટ ઉપચાર છે ટામેટા, આ રીતે કરો બનાવો  માસ્ક | these two home made tomato face pack is good for skin

ટામેટાનો ઉપયોગ સ્કિન પરથી કરચલીઓ ઓછી કરવા અને ત્વચાને યુવાન રાખવા માટે પણ ટામેટાંનો ઉપયોગ કરવામાં આવે છે. બીજી તરફ, દહીં ત્વચાને મોઇશ્ચરાઇઝ કરે છે, ટેનિંગને હળવું કરે છે અને ટામેટાં સાથે ભેળવવામાં આવે ત્યારે ડેડ સ્કિન સેલ્સને સાફ કરે છે. આ ફેસ પેકથી સ્કિન પણ એક્સફોલિયેટ થાય છે.

દહીં અને ટામેટાંનો ફેસ પેક બનાવવા માટે ટામેટાને પીસીને તેમાં 2 ચમચી દહીં મિક્સ કરો. તમારા ચહેરાને ધોઈ લો અને તેને સાફ કરો. આ પછી, આ ફેસ પેકને આખા ચહેરા, ગરદન અને ગળા પર સારી રીતે લગાવો અને 10 થી 15 મિનિટ સુધી સાદા પાણીથી ધોઈ લો. થોડા સમય માટે ચહેરા પર સાબુનો ઉપયોગ કરવાનું ટાળો.

2. દહીં અને મધ 
દહીં અને મધનો ફેસ પેક પણ સ્કિન માટે અસરકારક છે. આ ફેસ પેક ત્વચાને બેદાગ નિખાર આપે છે. ફેસ પેક બનાવવા માટે દહીં અને મધને સમાન માત્રામાં મિક્સ કરો અને 15 મિનિટ સુધી ચહેરા પર રાખ્યા બાદ ધોઈ લો.

ચહેરા પર આ 3 વસ્તુઓની પેસ્ટ લગાવો, સ્કિન ઝડપથી થશે ટાઈટ અને ડાઘ થઈ જશે ગાયબ  | all in one natural face pack for all skin problems

3. દહીં અને બેસન 
દહીં અને બેસનનો ફેસ પેક ઓઇલી સ્કિન માટે પરફેક્ટ સાબિત થાય છે. આ ફેસ પેક બનાવવા માટે એક ચમચી ચણાના લોટમાં 2 ચમચી દહીં મિક્સ કરો. જ્યારે પેસ્ટ નરમ થઈ જાય ત્યારે તેને ચહેરા પર લગાવો. ફેસ પેક સુકાઈ જાય પછી ચહેરો ધોઈ લો.

Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ