બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મુંબઈ / Cruise drugs party case hearing shahrukh khan son aryan khan

મુંબઈ / ક્રૂઝ ડ્રગ્સ પાર્ટી કેસઃ આર્યન ખાન સહિત 8 આરોપીઓને આ તારીખ સુધી મોકલાયા જ્યુડીશ્યલ કસ્ટડી

Hiren

Last Updated: 07:47 PM, 7 October 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ડ્રગ્સ કેસમાં ફંસાયેલા શાહરૂખ ખાનના દીકરા આર્યન ખાનને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે. સુનાવણી પૂર્ણ થયા બાદ કોર્ટે આર્યન ખાન સહિત 8 આરોપીઓને જ્યુડીશ્યલ કસ્ટડીમાં મોકલવાનો નિર્ણય સંભળાવ્યો છે.

  • ક્રૂઝ ડ્રગ્સ પાર્ટી કેસ મામલો
  • 8 આરોપીઓને જ્યૂડિશિયલ કસ્ટડીમાં મોકલાયા
  • કેસની વધુ સુનાવણી 8 ઓક્ટોબરે થશે

કોર્ટનો આ નિર્ણય NCB માટે પણ મોટો ઝડકો છે કારણ કે NCBએ આરોપીઓની 11 ઓક્ટોબર સુધી કસ્ટડીની માંગ કરી રહી હતી. જોકે આર્યન ખાનને જ્યુડીશ્યલ કસ્ટડી થયા બાદ પણ NCBની ઓફિસમાં રાખવામાં આવશે. હવે કેસની સુનાવણી 8 ઓક્ટોબરે સવારે 11 વાગ્યે થશે.

11 ઓક્ટોબર સુધી માંગી હતી કસ્ટડી

NCBએ કહ્યું કે, કેસમાં અચિત કુમારની ધરપકડ આર્યનનું નામ લીધા બાદ થઇ હતી. અરબાઝ મર્ચેન્ટે પણ તેમનું નામ લીધું હતું. કહેવામાં આવ્યું કે, એજન્સીને આ તથ્યોની તપાસ કરવા માટે સમય જોઇએ. NCBએ અચિત કુમારની પણ 11 ઓક્ટોબર સુધી કસ્ટડી માંગી હતી.

7 ઓક્ટોબર સુધી એનસીબીની કસ્ટડીમાં રહેવાનો ચુકાદો

ડ્રગ્સ કેસમાં 4 ઓક્ટોબરે થયેલી સુનાવણીમાં કેટલીક ચોંકાવનારી વસ્તુ સામે આવી. એનસીબી તરફથી કોર્ટમાં જણાવવામાં આવ્યું હતું કે, આર્યન ખાનના ફોનમાં તસવીરોના રૂપમાં ચોંકાવનારી વસ્તુઓ મળી છે, જેમાં વધુ પૂછપરછ માટે એનસીબીએ 11 ઓક્ટોબર સુધી કસ્ટડી માંગી હતી. જોકે, કોર્ટે આર્યન ખાન અને અન્ય બે લોકોને 7 ઓક્ટોબર સુધી એનસીબીની કસ્ટડીમાં રહેવાનો ચુકાદો સંભળાવ્યો હતો.

ક્યારે થઇ હતી ધરપકડ

મુંબઈથી ગોવા જતાં લક્ઝૂરિયઝ ક્રૂઝ પાર્ટીમાં NCBએ દરોડા પાડ્યા હતા. પાર્ટીમાં શાહરુખ ખાનના પુત્ર આર્યન ખાનનું નામ સામે આવ્યું છે. NCBની ટીમે તેની કલાકો સુધી પૂછપરછ કરી હતી અને ત્યારબાદ તેની ધરપકડ કરી હતી. ધરપકડ કર્યા બાદ આર્યન ખાનને જેજે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો અને પછી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. 

સંકળાયેલા મુદ્દાઓ

aryan khan drugs party આર્યન ખાન ડ્રગ્સ પાર્ટી drugs case
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ