બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / સ્પોર્ટસ / Cricket / crude oil prices reaches 10 months high above 92 dollar per barrel

ભાવ વધશે? / પેટ્રોલ-ડીઝલની કિંમતને લઈને માઠા સમાચાર! કેન્દ્ર સરકારનું વધશે ટેન્શન, આ બે દેશના નિર્ણયના કારણે વધી મુસીબત

Arohi

Last Updated: 12:07 PM, 16 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Crude Oil Price Rise: ઈન્ટરનેશનલ માર્કેટમાં ક્રૂડ ઓઈલની કિંમત 94 ડોલર પ્રતિ બેરલ પર પહોંચી ગઈ છે. ત્યાં જ WTI Crudeનો ભાવ 91 ડોલર પ્રતિ બેલર પર પહોંચી ચુકી છે. ક્રૂડ ઓઈલની કિંમતનો આ આંકડો 10 મહિનામાં સૌથી વધારે છે.

  • ઈન્ટરનેશનલ માર્કેટમાં વધી ક્રૂડ ઓઈલની કિંમત 
  • 94 ડોલર પ્રતિ બેરલ પહોંચી ગઈ કિંમત
  • 10 મહિનામાં સૌથી ઉંચી કિંમત 

ક્રૂડ ઓઈલની કિંમતોમાં એક વખત ફરી ભડકો થયો છે અને તેમાં તેજીનો સિલસિલો યથાવત છે. શુક્રવારે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવ 94 ડોલર પ્રતિ બેરલના પાર પહોંચી ગઈ છે. 

આપૂર્તિ સંબંધી મુશ્કેલીઓ અને સાઉદી અરબ અને રશિયા દ્વારા ક્રૂડ ઓઈલના ઉત્પાદનમાં ઘટાડાના નિર્ણય બાદથી ક્રૂડની કિંમતોમાં વધારો જોવા મળી રહ્યો છે. જો ક્રૂડ ઓઈલના ભાવમાં તેજી આ રફ્તારથી ચાલું રહેશે તો આવનાર તહેવારોની સીઝનમાં મોંઘવારી વધી શકે છે અને લોકોની મુશ્કેલીઓ વધી શકે છે. 

10 મહિનામાં સૌથી વધારે ભાવ 
હકીકતે શુક્રવારે ઈન્ટરનેશનલ માર્કેટમાં ક્રૂડ ઓઈલની કિંમત 94 ડોલર પ્રતિ બેરલ સુધી પહોંચી ગઈ. ત્યાં જ WTI Crude 91 ડોલર પ્રતિ બેરલ પર પહોંચી ચુક્યું છે. ક્રૂડ ઓઈલની કિંમચનો આ આંકડો 10 મહિનામાં સૌથી વધારે છે. તેમાં જાહેર તેજીએ ઓઈલ કંપનીઓના બજેટ પર અસર બતાવવાનું શરૂ કરી દીધુ છે.

જો કોઈ પ્રકારે ક્રૂડ ઓઈલની કિંમતોમાં તેજી ચાલુ રહે તો પછી આવનાક દિવસોમાં ઓઈલ કંપનીઓ પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારાનો નિર્ણય કરી શકે છે. જેનાથી મોંઘવારી વધવાનો ખતરો પણ વધી શકે છે. 

ગયા વર્ષે પણ આવી હતી જોરદાર તેજી 
ગયા વર્ષે 2022માં આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ક્રૂડ ઓઈલની કિંમતોમાં જોરદાર વધારો જોવા મળ્યો હતો અને રશિયા-યુક્રેન યુદ્ધની વચ્ચે તેનો ભાવ 139 ડોલરના સ્તર પર પહોંચી ગયો હતો અને ઘણા સમય સુધી તેના સ્તરની આસ પાસ બની રહ્યો હતો.

જોકે પછી તેના ભાવમાં ઘટાડો આવ્યો અને આ 90 ડોલરના નીચે પહોંચી ગયું. Crude Oilના ઓલ ટાઈમ હાઈ લેવલ 147.27 ડોલર પ્રતિ બેલર છે. જેને આ વર્ષે 2008માં જુલાઈ મહિનામાં સ્પર્શ કર્યો હતો. જો એક વખત ફરીથી તેમાં તેજી જોવા મળી રહી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ