બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ગુજરાત / અમદાવાદ / Crowd gathered at Taj skyline to see Australian players, will play a great battle of cricket in 19th

WORLD CUP 2023 / ઓસ્ટ્રેલિયન ખેલાડીઓને જોવા તાજ સ્કાયલાઈન પર જામી ભીડ, 19મીએ ખેલાશે ક્રિકેટનો મહાજંગ, જુઓ લેટેસ્ટ અપડેટ

Vishal Khamar

Last Updated: 11:58 PM, 17 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદનાં નરેન્દ્ર મોદી સ્ટેડિમ ખાતે રમાનાર વર્લ્ડ કપની ફાઈનલ મેચને લઈ અમદાવાદીઓ થનગની રહ્યા છે. તો આ મેચ જોવા માટે દેશનાં ખૂણે ખૂણેથી લોકો આવી રહ્યા છે. પરંતું ટિકિટ ન મળતા લોકો નિરાશ થઈ રહ્યા છે.

  • ઓસ્ટ્રેલિયાની ટીમ મોડી સાંજે અમદાવાદ આવી પહોંચી
  • ટીમનાં ખેલાડીઓને જોવા હોટલ પર લોકોની ભારે ભીડ
  • ટિકિટ ન મળતા દર્શકો થઈ રહ્યા છે નિરાશ

 વર્લ્ડ કપ 2023 ની ફાઈનલ મેચને લઈ અમદાવાદીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે 19 નવેમ્બરે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે ખરાખરીને જંગ જામશે. ત્યારે આજે સાંજે ઓસ્ટ્રેલિયાની ટીમ અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચી હતી. ત્યારે એરપોર્ટથી ઓસ્ટ્રેલિયાની ટીમ હોટલ તાજ સ્કાયલાઈન પહોંચી હતી. તો બીજી તરફ વર્લ્ડ કપ મેચને લઈ ફ્લાઈટ સહિત હોટલનાં ભાવ પણ વધી જવા પામ્યા છે. તો કેટલાક લોકોએ બ્લેકમાં ટિકિટ વહેંચી સારો એવો નફો પણ મેળવી લીધો હતો.

ઓસ્ટ્રેલિયાની ટીમ મોડી સાંજે અમદાવાદ આવી પહોંચી
ગત રોજ સાઉથ આફ્રિકાને હરાવી ઓસ્ટ્રેલિયા વર્લ્ડ કપની ફાઈનલમાં પોતાનું સ્થાન મેળવી લીધું હતું. ત્યારે હવે તા. 19 નાં રોજ વર્લ્ડ કપ જીતવા માટે બંને ટીમો એડીચોટીનું જોર લગાવશે. ત્યારે ઓસ્ટ્રેલિયાની ટીમનાં કેપ્ટન પેટ કમિન્સ, ડેવિડ વોર્નર, મિચેલ માર્શ, સ્ટીવ સ્મિથ, માર્નસ લાબુશેન, ગ્લેન મેક્સવેલ, જોશ ઈગ્લિશ સહિતનાં ખેલાડીઓ અમદાવાદ આવી પહોંચ્યા હતા. ત્યારે ઓસ્ટ્રેલિયાની ટીમ હોટલ પહોંચી ત્યારે હોટલ બહાર પોતાનાં પ્રિય ખેલાડીને જોવા માટે ક્રિકેટ રસિકોમાં અનેરો ઉત્સાહ હતો. 

ભારતીય ટીમે આજે સ્ટેડિયમ ખાતે નેટ પ્રેક્ટિસ કરી
બે દિવસ બાદ એટલે કે રવિવારે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડકપની ફાઈનલ મેચ રમાવાની છે. આજે ટીમ ઈન્ડિયાએ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે પ્રેક્ટિસ કરી હતી. ત્યારે ભારતીય ટીમને જોવા માટે પણ હોટલ બહાર લોકોની ભીડ જામી હતી. 

હોટલ બહાર પોલીસને ચુસ્ત બંદોબસ્ત
ભારતીય ટીમ ITC  નર્મદામાં રોકાઈ છે. જ્યાં ભારતીય ટીમનાં ખેલાડીઓને જોવા માટે હોટલ બહાર લોકોની ભીડ  જોવા મળી રહી હતી. જેને લઈ પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ