બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / crisil warns india fourth perhaps worst recession due to coronavirus lockdown

અર્થવ્યવસ્થા / ક્રિસિલે આપી ચેતવણી, દેશની આઝાદી બાદની ચોથી સૌથી મોટી મંદીની આશંકા

Published By: Mehul

Last Updated: 12:19 AM, 27 May 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રેટિંગ એજન્સી ક્રિસિલનું કહેવું છે કે આઝાદી બાદ ભારતીય અર્થવ્યવસ્થા સૌથી ખરાબ સમયથી પસાર થઇ રહી છે. એજન્સીનું કહેવું છે કે આઝાદી બાદ આ પહેલા ત્રણ વાર અર્થવ્યવસ્થા મંદીની ઝપેટમાં આવી હતી, પરંતુ કોરોના વાયરસને કારણે લૉકડાઉને સૌથી વધારે ભારતીય અર્થવ્યવસ્થાને ઝટકો આપ્યો છે.

  • ક્રિસિલ અનુસાર આઝાદી બાદ ભારતીય અર્થવ્યવસ્થા સૌથી ખરાબ સમયથી પસાર થઇ રહી છે
  • એજન્સીએ નાણાકીય વર્ષ 2020-21ના જીડીપી ગ્રોથ રેટમાં 5 ટકાના ઘટાડાનું અનુમાન લગાવ્યું

રેટિંગ એજન્સી મુજબ ભારત અત્યાર સુધીની સૌથી ખરાબ મંદીની સ્થિતિનો સામનો કરી રહ્યું છે. તેણે કહ્યું કે આઝાદી બાદ આ ચોથી અને ઉદારીકરણ બાદ આ પહેલી મંદી છે જે સૌથી ભીષણ છે. રેટિંગ એજન્સીનું કહેવું છે કે મહામારી બાદ પણ ભારતીય અર્થવ્યવસ્થામાં સામાન્ય ગ્રોથ માટે ઓછામાં ઓછા 3-4 વર્ષનો સમય લાગી જશે. 

જીડીપીમાં 5 ટકાનો ઘટાડાનું અનુમાન

રેટિંગ એજન્સી અનુસાર લૉકડાઉનને કારણે અર્થવ્યવસ્થા ઘણી પ્રભાવિત થઇ છે. એજન્સીએ નાણાકીય વર્ષ 2020-21ના જીડીપી ગ્રોથ રેટમાં 5 ટકાના ઘટાડાનું અનુમાન લગાવ્યું છે. આ પહેલા 28 એપ્રિલે CRISILએ જીડીપી ગ્રોથ રેટ 3.5 ટકાથી ઘટાડીને 1.8 ટકા રહેવાનું અનુમાન લગાવ્યું હતું. એજન્સીનું માનીએ તો ગત એક મહીનામાં આર્થિક સ્થિતિ વધારે કથળી ગઇ છે. 

ક્રિસિલનું માનવું છે કે ગત 69 વર્ષોના આંકડાઓ જોઇએ તો દેશમાં માત્ર 3 વાર વર્ષ 1958, 1966 અને 1980માં મંદી આવી હતી. આ ત્રણેય મંદીનું એક જ કારણ ચોમાસાનો સાથ ન આપવું હતું. ખરાબ ચોમાસાને કારણે ખેતી પર ઘણી ખરાબ અસર પડી હતી અને અર્થવ્યવસ્થાનો મોટો ભાગ પ્રભાવિત થયો હતો. 

ક્રિસિલ અનુસાર, લૉકડાઉનને કારણે ચાલૂ નાણાકીય વર્ષના પહેલા ત્રિમાસિક ગાળાનો સમય સૌથી વધારે પ્રભાવિત થશે. પ્રવાસન ઉદ્યોગની સૌથી વધારે ખરાબ હાલત છે. રોજગારી અને આવક પર પ્રતિકૂળ અસર પડશે કેમકે આ ક્ષેત્રોમાં મોટી સંખ્યામાં લોકો કામ કરે છે. 

સંકળાયેલા મુદ્દાઓ

CRISIL Economy National News Economy

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ