ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / IPL News / વૈભવ સૂર્યવંશીની ટીમ ઈન્ડિયામાં ક્યારે થશે એન્ટ્રી? BCCI સચિવે કરી મોટી વાત

ક્રિકેટ / વૈભવ સૂર્યવંશીની ટીમ ઈન્ડિયામાં ક્યારે થશે એન્ટ્રી? BCCI સચિવે કરી મોટી વાત

Published By: Ajitsinh Jadeja

Last Updated: 06:26 PM, 1 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Vaibhav Suryavanshi: આઇપીએલ 2026માં ધમાલ મચાવનાર રાજસ્થાન રોયલ્સનો સ્ટાર ખેલાડી વૈભવ સૂર્યવંશી ટુક સમયમાં ટીમ ઈન્ડિયામાં જોવા મળી શકે છે.

ADVERTISEMENT

Vaibhav Suryavanshi: આઇપીએલ 2026માં ધમાલ મચાવનાર રાજસ્થાન રોયલ્સનો સ્ટાર ખેલાડી વૈભવ સૂર્યવંશી ટુક સમયમાં ટીમ ઈન્ડિયામાં જોવા મળી શકે છે. બીસીસીઆઇ સચિવ દેવજીત સાઇકિયાએ વૈભવના જોરદાર વખાણ કર્યા છે.

આઇપીએલ 2026માં ભલે આરસીબીની જીત થઇ હોય પરંતુ આ આઇપીએલ ટૂર્નામેન્ટનો સૌથી મોટો સ્ટાર રાજસ્થાન રોયલ્સનો 15 વર્ષીય સ્ટાર બેટ્સમેન વૈભવ સૂર્યવંશી રહ્યો છે. વૈભવ સૂર્યવંશી હવે ભારતીય ટીમના દરવાજા ખખડાવતો જોવા મળી રહ્યો છે. ઓરેન્જ કેપ જીતનારા આ યુવા બેટ્સમેનને ટીમ ઈન્ડિયામાં સામેલ કરવાની માંગ સતત થઇ રહી છે.

પોતાની શાનદાર બેટિંગ, જોરદાર રમત અને સતત પ્રદર્શનના કારણે તેણે સમગ્ર ક્રિકેટ જગતનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું. ખાસ વાત એ છે કે આઇપીએલના ઇતિહાસમાં કદાચ પહેલીવાર કોઈ ખેલાડીએ એક જ સિઝનમાં એટલા બધા એવોર્ડ જીત્યા છે જેટલા વૈભવ સૂર્યવંશીએ જીત્યા હતા.

વૈભવ સૂર્યવંશીને IPL 2026ની ફાઇનલમાં રમવાની તક મળી નહોતી, છતાં તેણે આખી સિઝનમાં પોતાના પ્રદર્શનના આધારે પાંચ મોટા એવોર્ડ પોતાના નામે કર્યા હતા. તેને ઓરેન્જ કેપ, સૌથી વધુ સિક્સ મારવાનો એવોર્ડ, ઇમર્જિંગ પ્લેયર ઓફ ધ સીઝન, પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ અને સુપરસ્ટ્રાઇકર ઓફ ધ સીઝન જેવા પ્રતિષ્ઠિત એવોર્ડ મળ્યા હતા. આ સિદ્ધિએ તેને સિઝનનો સૌથી ફેમસ ખેલાડી બનાવી દીધો.

આઇપીએલ 2026ની ફાઈનલ બાદ મીડિયા સાથેની વાતચીતમાં બીસીસીઆઇ સચિવ દેવજીત સાઇકિયાએ વૈભવના જોરદાર વખાણ કર્યા. તેમણે કહ્યું- 'તે એક શાનદાર પ્રતિભા છે. તેનું ભવિષ્ય અત્યંત ઉજ્જવળ છે. બીસીસીઆઇ તમામ શક્ય પ્રયાસો કરશે જેથી વૈભવ ક્રિકેટના સર્વોચ્ચ સ્તર પર રમી શકે.' આ નિવેદન બાદ આ ચર્ચા વધુ તેજ થઈ ગઈ છે કે આવનારા મહિનાઓમાં વૈભવને ભારતીય ટીમમાં તક મળી શકે છે.

આગામી પડાવ ઈન્ડિયા-A ટીમ

આઇપીએલ પૂર્ણ થયા બાદ વૈભવનું આગામી પડાવ ઈન્ડિયા-એ ટીમ હશે. તે 9 જૂનથી શરૂ થનારી શ્રીલંકા ટ્રાય સિરીઝમાં ભારતીય ટીમનો હિસ્સો હશે. ક્રિકેટ નિષ્ણાતોનું માનવું છે કે જો તેનું પ્રદર્શન આ જ રીતે ચાલુ રહેશે તો આયર્લેન્ડ કે ઝિમ્બાબ્વે પ્રવાસ માટે પણ તેને ભારતીય ટીમમાં તક મળી શકે છે.

VTV Digital Ad

આ પણ વાંચોઃ સ્પોર્ટ્સ / વૈભવ સૂર્યવંશીએ IPL 2026માંથી કમાવ્યાં આટલા કરોડ રુપિયા, થઈ છપ્પરફાડ કમાણી

કુલ કમાણીનો હિસાબ

રાજસ્થાન રોયલ્સે આઇપીએલ 2025ની મેગા ઓક્શનમાં વૈભવ સૂર્યવંશીને ₹1.10 કરોડમાં ખરીદ્યો હતો અને આઇપીએલ 2026માં પણ તેને એટલી જ રકમ માટે રિટેન કરવામાં આવ્યો હતો. જો તેની કુલ કમાણીનો હિસાબ કરવામાં આવે તો રિટેનરશિપ ફી તરીકે ₹1.10 કરોડ, મેચ ફી તરીકે ₹1.20 કરોડ, પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ માટે ₹15 લાખ, ઓરેન્જ કેપ માટે ₹10 લાખ, સૌથી વધુ સિક્સ માટે ₹10 લાખ, ઇમર્જિંગ પ્લેયર માટે ₹10 લાખ, સુપરસ્ટ્રાઇકર ઓફ ધ સીઝન માટે ₹10 લાખ અને લગભગ ₹20 લાખની કાર તેમજ વ્યક્તિગત મેચ એવોર્ડ્સ માટે ₹5 લાખ મળીને તેની કુલ કમાણી આશરે ₹3.10 કરોડ સુધી પહોંચી હતી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Cricket Vaibhav Suryavanshi Team India

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ