બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 11:08 PM, 30 April 2026
Gujarat Titans vs Royal Challengers Bengaluru: અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આજે આઇપીએલની મેચ ગુજરાત ટાઇટન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ વચ્ચે રમાઇ હતી. જેમાં બેંગલુરુની ટીમ પ્રથમ બેટિંગ કરતા 155 રનમાં ઓલઆઉટ થઇ ગઇ હતી. રનનો પીછો કરવા ઉતરેલી ગુજરાત ટાઇટન્સની ટીમ 15.5 ઓવરમાં 158 રન કરી જીત મેળવી હતી.
ADVERTISEMENT
ગુજરાત ટાઇટન્સની ટીમની શરૂઆત સારી રહી હતી પહેલી ઓવરમાં 12 રન બનાવ્યા હતા. જો કે પાવરપ્લેમાં ગુજરાત ટાઇટન્સનો સ્કોર 69/2 હતો. ગુજરાત ટાઇટન્સની ત્રીજી વિકેટ જોસ બટલરના રૂપમાં પડી, જેને ભુવનેશ્વર કુમારે આઉટ કર્યો હતો. ગુજરાત ટાઇટન્સને પાંચમી ઝટકો વોશિગટન સુદરના રૂપમાં લાગ્યો જેને રોમારિયો શેફર્ડે આઉટ કર્યો. સુંદરે 12 બોલમાં 12 રન બનાવ્યા, જેમાં એક છગ્ગો પણ સામેલ હતો. ત્યારબાદ 14મી ઓવરમાં જેસન હોલ્ડર 10 બોલમાં 12 રન બનાવી આઉટ થયો હતો. જો કે 16મી ઓવરમી ટીમએ જીત મેળવી હતી. ગુજરાતની ટીમએ ચાર વિકેટથી મેચ જીતી લીધી હતી.
આઇપીએલન 2026 ની 42મી મેચ આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ છે. ગુજરાતે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પહેલા બેટિંગ કરતા રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ 155 રન બનાવ્યા હતા. તેઓ પાંચ બોલ બાકી રહેતા ઓલઆઉટ થઈ ગયુ હતું.
ADVERTISEMENT
RCB ની ઇનિંગ્સ
રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ આ મેચમાં તાબડતોબ શરૂઆત કરી હતી, અને વિરાટ કોહલી અલગ મૂડમાં હતો. તેણે કગીસો રબાડાની પહેલી અને બીજી ઓવરમાં સતત પાંચ ચોગ્ગા ફટકાર્યા, છેલ્લો બોલ ચૂકી ગયો. જોકે ત્રીજા ઓવરમાં મોહમ્મદ સિરાજે બેંગ્લોરને જેકબ બેથેલને રાશિદ ખાનના હાથે કેચ કરાવીને પહેલો ઝટકો આપ્યો. ત્યારબાદ રબાડાએ કોહલીને આઉટ કરીને પાંચ ચોગ્ગાનો બદલો લીધો. કોહલીએ 13 બોલમાં 28 રન બનાવ્યા.
ADVERTISEMENT
રજત પાટીદાર 19 રન બનાવીને અરશદ ખાનની બોલ પર જેસન હોલ્ડરના હાથે કેચ થયો, જોકે કેચ શંકાસ્પદ હતો. દરમિયાન જીતેશ શર્મા (1) ખાસ કંઈ કરી શક્યો નહીં, હોલ્ડરની પહેલી ઓવરના પહેલા બોલ પર વિકેટ પાછળ જોસ બટલરના હાથે કેચ થયો. ત્યારબાદ જેસન હોલ્ડરે રાશિદ ખાનની બોલ પર ટિમ ડેવિડ (9)ને આઉટ કરીને આરસીબીને પાંચમો ઝટકો આપ્યો. ટ્રબલશૂટર કૃણાલ પંડ્યા પાસેથી આરસીબીની ઇનિંગ્સને મજબૂત બનાવવાની અપેક્ષા હતી, પરંતુ તે પણ અરશદ ખાનની બોલ પર હોલ્ડરના હાથે કેચ થયો. દેવદત્ત પડિકલ સારા દેખાવમાં દેખાતો હતો પરંતુ 40 રન બનાવીને રાશિદ ખાનના હાથે બોલ્ડ થયો. રોમારિયો શેફર્ડ ખાસ કંઈ કરી શક્યો નહીં, 17 રન બનાવીને હોલ્ડરના બોલ પર સાઈ સુદર્શનના હાથે કેચ થયો.

ADVERTISEMENT
આ પણ વાંચોઃ GT vs RCB / 4,4,4,4,4... અમદાવાદમાં વિરાટ કોહલીએ તોફાની બેટિંગ, કગિસો રબાડાને બરાબરનો ધોયો
ઇમ્પેક્ટ પ્લેયર તરીકે મેદાનમાં ઉતરેલા વેંકટેશ પ્રસાદ પણ માત્ર 12 રન બનાવીને આઉટ થયા. જોશ હેઝલવુડ (0) આઉટ થનારા છેલ્લા બેટ્સમેન હતો. ગુજરાત તરફથી અરશદ ખાન સૌથી સફળ બોલર રહ્યો, તેણે 3 વિકેટ લીધી, જ્યારે જેસન હોલ્ડરે 2 વિકેટ લીધી.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.