બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / ગુજરાત, RCB અને પંજાબનું પ્લેઓફમાં જવું નક્કી! ચોથા સ્થાન માટે આ ટીમો વચ્ચે મુકાબલો

IPL 2025 / ગુજરાત, RCB અને પંજાબનું પ્લેઓફમાં જવું નક્કી! ચોથા સ્થાન માટે આ ટીમો વચ્ચે મુકાબલો

Last Updated: 03:02 PM, 16 May 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

IPL 2025ની ફરી પાછી શરુઆત થઈ ચૂકી છે. જો તેમાં પોઇન્ટ ટેબલની વાત કરવી હોય તો પ્લેઓફમાં સામેલ થવા હજુ પણ રસાકસી જોવા મળી રહી છે. આ દાવેદારી ત્રીજા અને ચોથા સ્થાન માટે વધુ દેખાઈ રહી છે. ચાલો તમને જણાવીએ કે, પ્લેઓફ માટે કેવા ઈક્વેશન બની રહ્યા છે.

IPL 2025માં અમુક ટીમો પ્લેઓફમાં પહોંચવા માટે સૌથી આગળ છે. 15 મે સુધીના પોઈન્ટ ટેબલ મુજબ, ગુજરાત ટાઇટન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર 16 પોઈન્ટ સાથે ટોપ 2 પર  છે. બંને ટીમો અત્યાર સુધીમાં 11 મેચ રમી છે, જેમાં ગુજરાતે 8 જીત મેળવી છે અને 3 મેચ હારી છે. ગુજરાતનો નેટ રન રેટ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર કરતા સારો છે તેથી ગુજરાત ટાઇટન્સ પ્રથમ સ્થાને છે જ્યારે RCB બીજા સ્થાને છે.

  • આ બંને ટીમો પ્લેઓફમાં પહોંચશે તે નક્કી

જો આ બંને ટીમો બાકીની 3 મેચોમાંથી એક પણ જીતે છે તો પ્લેઓફમાં પહોંચવાની તેમની શક્યતા લગભગ નક્કી થઈ જશે. હાલમાં આ બંને ટીમો પોઈન્ટ ટેબલમાં મજબૂત સ્થિતિમાં છે. આ સિવાય અન્ય ટીમો પણ આગામી મેચોમાં સારું પ્રદર્શન કરીને પોતાની સ્થિતિ મજબૂત કરવાનો પ્રયાસ કરશે, પરંતુ ગુજરાત અને બેંગલુરુ હાલમાં સૌથી મજબૂત ટીમો તરીકે જોવા મળી રહી છે.

Vtv App Promotion
  • ચોથા સ્થાન માટે આ ટીમો વચ્ચે મુકાબલો

IPL 2025ના પ્લેઓફ માટેની રેસમાં પંજાબ કિંગ્સ, મુંબઈ ઇન્ડિયન્સ, દિલ્હી કેપિટલ્સ, કોલકાતા નાઈટ રાઇડર્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ જેવી ટીમો શામેલ છે. પંજાબ કિંગ્સે 11 મેચમાંથી 7 જીતી છે અને 3 હારનો સામનો કરવો પડ્યો છે, જ્યારે એક મેચ ડ્રો રહી છે. પંજાબ 15 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં ત્રીજા સ્થાને છે. પંજાબની ટીમ બાકીની 3 મેચમાંથી 2 જીતીને પ્લેઓફમાં જગ્યા બનાવી શકે છે.

  • મુંબઈ ઈન્ડિયન્સ પણ પ્લેઓફ માટે દાવેદાર

મુંબઈ ઈન્ડિયન્સે 12 માંથી 7 મેચ જીતી છે અને 14 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં ચોથા સ્થાને છે. પ્લેઓફની રેસમાં ટકી રહેવા માટે મુંબઈ ઈન્ડિયન્સે પણ બાકીની મેચોમાં સારું પ્રદર્શન કરવું પડશે. દિલ્હી કેપિટલ્સ, કોલકાતા નાઈટ રાઈડર્સ અને લખનૌ સુપર જાયન્ટ્સને પ્લેઓફમાં ક્વોલિફાય થવા માટે તેમની બાકીની દરેક મેચ જીતવી પડશે.

વધુ વાંચો : કોહલી પાસે રોહિત અને વોર્નરને પાછળ છોડવાની તક, બસ આટલા રન કરતા જ બનાવશે રેકોર્ડ

જો મુંબઈ અને પંજાબ પોતાની બાકીની દરેક મેચ હારી જાય અને દિલ્હી, કોલકાતા અને લખનૌ પોતાની બાકીની બધી મેચ જીતી જાય તો આ ત્રણેય ટીમોને પ્લેઓફમાં સ્થાન મેળવવાની તક મળી શકે છે. ચેન્નાઈ સુપર કિંગ્સ, રાજસ્થાન રોયલ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમો પહેલાથી જ પ્લેઓફની રેસમાંથી બહાર થઈ ગઈ છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Points Table IPL 2025 T20 Match
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ