ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / IPL 2026 માટે પહેલો ટ્રેડ, શાર્દુલ ઠાકુરે લખનૌ સુપર જાયન્ટ્સ છોડી, હવે આ ટીમ માટે રમશે

ક્રિકેટ / IPL 2026 માટે પહેલો ટ્રેડ, શાર્દુલ ઠાકુરે લખનૌ સુપર જાયન્ટ્સ છોડી, હવે આ ટીમ માટે રમશે

Published By: Ajitsinh Jadeja

Last Updated: 07:08 PM, 13 November 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

IPL 2026: આઇપીએલની હરાજી 15 ડિસેમ્બરે થવાની ધારણા છે. ઓક્શન પહેલા ટ્રેડિંગ વિન્ડો પણ ખુલી છે.

ADVERTISEMENT

IPL 2026: આઇપીએલની હરાજી 15 ડિસેમ્બરે થવાની ધારણા છે. ઓક્શન પહેલા ટ્રેડિંગ વિન્ડો પણ ખુલી છે. બધી ટીમોએ 15 નવેમ્બર સુધીમાં આઇપીએલ 2026 માટે રિટેન ખેલાડીઓની યાદી સુપરત કરવી પડશે.

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)2025 માં ફાસ્ટ બોલિંગ ઓલરાઉન્ડર શાર્દુલ ઠાકુર લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) ટીમમાં હતો. મુંબઈનો ખેલાડી શાર્દુલ આઇપીએલ 2025 માટે મેગા હરાજીમાં અનસોલ્ડ રહ્યો હતો. શાર્દુલનું નસીબ સીઝનની મધ્યમાં ચમક્યું, અને તેને ઈજાના રિપ્લેસમેન્ટ તરીકે લખનૌ સુપર જાયન્ટ્સની ટીમમાં સમાવવામાં આવ્યો હતો.

જોકે શાર્દુલ ઠાકુર હવે આઇપીએલ 2026 માં લખનૌ સુપર જાયન્ટ્સ માટે રમશે નહીં. તેને મુંબઇ ઇંડિયન્સના હાથે એલએસજીએ ટ્રેડ કરી દિધો છે. એટલે કે હવે શાર્દુલ આગામી સિઝનમાં મુંબઈ ઇન્ડિયન્સ ટીમનો ભાગ રહેશે. શાર્દુલને મુંબઈ ઇન્ડિયન્સ સાથે રૂપિયા 2 કરોડમાં ટ્રેડ કરાયો છે.

નોંધનીય છે કે લખનૌ સુપર જાયન્ટ્સે IPL 2025 માટે શાર્દુલ ઠાકુરને માત્ર રૂપિયા 2 કરોડમાં કરારબદ્ધ કર્યો હતો. શાર્દુલએ IPL 2025માં કુલ 10 મેચ રમી હતી, જેમાં તેણે 28.84 ની સરેરાશથી 13 વિકેટ લીધી હતી.

આઇપીએલમાં પ્રદર્શન

34 વર્ષીય શાર્દુલ ઠાકુરે અત્યાર સુધીમાં 105 આઇપીએલ મેચ રમી છે, જેમાં 11.60 ની સરેરાશથી 325 રન બનાવ્યા છે અને 30.31 ની સરેરાશથી 105 વિકેટ લીધી છે. તેનું શ્રેષ્ઠ બોલિંગ પ્રદર્શન 4/34 છે.

vtv app promotion

શાર્દુલનો આઇપીએલ રેકોર્ડ ?

લખનૌ સુપર જાયન્ટ્સ ઉપરાંત શાર્દુલ ઠાકુરે આઇપીએલમાં ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK), પંજાબ કિંગ્સ (PBKS), રાઇઝિંગ પુણે સુપર જાયન્ટ્સ (RPS), ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) અને દિલ્હી કેપિટલ્સ (DC)નું પ્રતિનિધિત્વ કર્યું છે. મુંબઈ ઇન્ડિયન્સ તેની સાતમી આઇપીએલ ટીમ હશે.

આ પણ વાંચોઃ 5002 રન, ઈન્ટરનેશનલ ક્રિકેટમાં 12 સદી, છતા IPL 2026ના ઓક્શનમાં ભાગ નહીં લશે આ ખેલાડી

શેરફેન રધરફોર્ડની ટીમમાં પણ ફેરફાર થયો

વેસ્ટ ઈન્ડિઝના ઓલરાઉન્ડર શેરફેન રૂથરફોર્ડ હવે મુંબઈ ઈન્ડિયન્સ તરફથી રમશે. રૂથરફોર્ડનો ગુજરાત ટાઇટન્સ (GT) દ્વારા ટ્રેડ કરાયો હતો. તે એમઆઇ સાથે રૂપિયા 2.6 કરોડમાં જોડાશે. રૂથરફોર્ડે અત્યાર સુધીમાં 23 IPL મેચ રમી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Shardul Thakur Lucknow Super Giants Indian Premier League

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ