ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / સ્પોર્ટસ / IPL News / 5002 રન, ઈન્ટરનેશનલ ક્રિકેટમાં 12 સદી, છતા IPL 2026ના ઓક્શનમાં ભાગ નહીં લશે આ ખેલાડી

IPL 2026 / 5002 રન, ઈન્ટરનેશનલ ક્રિકેટમાં 12 સદી, છતા IPL 2026ના ઓક્શનમાં ભાગ નહીં લશે આ ખેલાડી

Last Updated: 06:39 PM, 13 November 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

IPL 2026 Mini Auction: IPL 2026 આવવામાં થોડા મહિના બાકી છે. સિઝન પહેલા એક મીની ઓક્શન યોજાશે, જેમાં ઘણા સ્ટાર ખેલાડીઓ ભાગ લેશે. જોકે, એક પ્રખ્યાત ઇંગ્લેન્ડનો ખેલાડી પોતાની ઇચ્છા હોવા છતાં IPL 2026 મીની ઓક્શનમાં ભાગ લઈ શકશે નહીં. ચાલો જાણીએ શું છે આખી કહાની....

ADVERTISEMENT

IPL 2026 Mini Auction: IPL 2026 Mini Auction માટે બધી ફ્રેન્ચાઇઝીઓ પોતાની રણનીતિ બનાવવામાં વ્યસ્ત છે. આ વર્ષે એક Mini Auction યોજાવા જઈ રહી છે, જેમાં ઘણા સ્ટાર ખેલાડીઓ બોલી લગાવવા માટે તૈયાર રહેશે. આ વખતે ઘણા સ્ટાર ખેલાડીઓ અલગ અલગ ફ્રેન્ચાઇઝી માટે રમશે. જોકે, ઇંગ્લેન્ડનો એક ખેલાડી એવો છે જે ઈચ્છા હોવા છતાં IPL Mini Auction માં ભાગ લઈ શકશે નહીં. BCCI એ આ ખેલાડી પર બે વર્ષનો પ્રતિબંધ લગાવ્યો છે.

સ્ટાર ખેલાડીએ કરી હતી ભૂલ

IPL 2025 મેગા ઓક્શનમાં, દિલ્હી કેપિટલ્સે હેરી બ્રુક પર મોટો દાવ લગાવ્યો. ટીમે તેને ₹6.25 કરોડમાં પોતાની ટીમમાં સામેલ કર્યો. જોકે, સીઝન પહેલા, બ્રુકે IPLમાં રમવાનો ઇનકાર કર્યો હતો. પરિણામે, BCCI નિયમો અનુસાર, બ્રુક પર આગામી બે વર્ષ માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. BCCI નિયમો અનુસાર, જો કોઈ ખેલાડી હરાજીમાં વેચાયા પછી પોતાને અનુપલબ્ધ જાહેર કરે છે, તો તે ખેલાડી પર બે વર્ષ માટે પ્રતિબંધ મૂકવામાં આવે છે.

vtv app promotion

IPL 2023 માં સદી ફટકારી છે

હેરી બ્રુક IPL 2023 માં સનરાઇઝર્સ હૈદરાબાદ તરફથી રમ્યો હતો. તેણે આ સિઝનમાં કુલ 11 મેચ રમી હતી, પરંતુ તે ખાસ સારું પ્રદર્શન કરવામાં નિષ્ફળ ગયો હતો. તેણે 21.11 ની સરેરાશથી 190 રન બનાવ્યા હતા, જેમાં એક સદીનો સમાવેશ થાય છે. તેણે આ સિઝનમાં 23 ચોગ્ગા અને ચાર છગ્ગા ફટકાર્યા હતા.

વધુ વાંચો; ભારત-સાઉથ આફ્રિકા વચ્ચે છેલ્લી પાંચ વખતમાં કોણ જીત્યું વધારે સીરીઝ, જાણો આંકડા

બ્રુક ઇંગ્લેન્ડનો કેપ્ટન બન્યો છે.

બ્રુક હવે વ્હાઇટ-બોલ ક્રિકેટમાં ઇંગ્લેન્ડનો કેપ્ટન બની ગયો છે. 26 વર્ષીય ખેલાડીએ તાજેતરમાં ન્યૂઝીલેન્ડ સામે રમાયેલી ત્રણ મેચની ODI શ્રેણીની પહેલી મેચમાં 135 રનની શાનદાર ઇનિંગ રમી હતી. તેણે 30 ટેસ્ટમાં 57.55 ની સરેરાશથી 2,820 રન બનાવ્યા છે. તેણે 35 ODI માં 1,170 રન પણ બનાવ્યા છે. તેણે 52 T20I માં 1,012 રન પણ બનાવ્યા છે. તેની પાસે ટેસ્ટમાં 10 સદી અને ODI માં બે સદી છે. બ્રુકે 12 સદી સહિત 5,002 આંતરરાષ્ટ્રીય રન બનાવ્યા છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Harry Brooke IPL 2026 Mini Auction IPL mini auction 2026
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ