બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / મનોરંજન / બોલિવૂડ / Craze of film KGF 2 in Japan, Japanese audience in the theater said Salaam Rocky Bhai'

વાયરલ / VIDEO: રોકીભાઈએ તો જાપાન ગાંડું કર્યું, લોકો યશના માસ્ક પહેરીને KGF-2 જોવા પહોંચ્યા

Megha

Last Updated: 01:22 PM, 27 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જાપાનમાં ફિલ્મ KGF ચેપ્ટર 2ને લઈ ઘણો ક્રેઝ જોવા મળી રહ્યો છે, થિયેટરમાં લોકો યશના માસ્ક પહેરીને 'સલામ રોકી ભાઈ' ના નારા લગાવતા જોવા મળ્યા, વિડીયો વાયરલ

  • KGF ચેપ્ટર 2 ફિલ્મ જાપાનમાં પણ ધૂમ મચાવી રહી છે 
  • જાપાનમાં ફિલ્મને લઈને ઘણો ક્રેઝ જોવા મળી રહ્યો છે
  • જાપાનમાં યશના માસ્ક પહેરેલા લોકો બોલ્યા 'સલામ રોકી ભાઈ'

KGF ચેપ્ટર 2 ફિલ્મે ભારતમાં ઘણી ધૂમ મચાવી હતી અને આ ફિલ્મને પ્રેક્ષકો દ્વારા સારો પ્રતિસાદ મળ્યો હતો. પ્રશાંત નીલ દ્વારા નિર્દેશિત આ ફિલ્મે બોક્સ ઓફિસ પર ઇતિહાસ રચ્યો હતો અને વૈશ્વિક સ્તરે પણ ધમાલ મચાવી હતી. હવે જોવા મળી રહ્યું છે કે આ ફિલ્મને વિદેશમાં પણ પસંદ કરવામાં આવી રહી છે. વાત એમ છે જે ફિલ્મ KGF 2 જાપાનમાં 14 જુલાઈના રોજ રિલીઝ થઈ હતી અને ભારતની જેમ જાપાનમાં પણ આ ફિલ્મને લઈને ઘણો ક્રેઝ જોવા મળી રહ્યો છે. હાલ તેના ઘણા ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.

જાપાનમાં જોવા મળ્યો 'રોકી ભાઈ'નો ક્રેઝ
KGF 2ના ઘણા ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. આ વીડિયોમાં દર્શકો થિયેટરમાં જોવા મળી રહ્યા છે અને તેઓ ફિલ્મ માટે ખૂબ જ ઉત્સાહિત દેખાઈ રહ્યા છે. આ સાથે જ જોવાલાયક વાત એ છે કે વીડિયોમાં દર્શકો યશના માસ્ક પહેરેલા છે અને 'સલામ રોકી ભાઈ', 'સલામ રોકી ભાઈ'ના નારા લગાવતા જોવા મળે છે. આ વીડિયોમાં લોકોનો ફિલ્મ પ્રત્યેનો ક્રેઝ જોવા મળી રહ્યો છે. હાલ ચાહકો વચ્ચે આ ફોટા અને વીડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે. 

નોંધનીય છે કે KGFનો પહેલો ભાગ 21 ડિસેમ્બર 2018ના રોજ રિલીઝ થયો હતો અને દર્શકોને તે ઘણો પસંદ આવ્યો હતો.ફિલ્મના પહેલા ભાગને જોરદાર વર્ડ ઓફ માઉથ પબ્લિસિટી મળી હતી અને તેના કારણે બીજા ભાગને લઈને ઘણી હાઈપ મળી હતી. KGF 2 ફિલ્મને રૂ. 53.95 કરોડની ઓપનિંગ મળી હતી.  ભારતમાં ફિલ્મનું કુલ કલેક્શન 434.70 કરોડ રૂપિયા રહ્યું. 

KGF 2 14 એપ્રિલ 2022 ના રોજ રિલીઝ થઈ ત્યારથી ચાહકો તેના ત્રીજા ભાગની રાહ જોઈ રહ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે આગામી ફિલ્મ સાલારનું પણ તેની સાથે કનેક્શન હશે. જણાવી દઈએ કે આ ફિલ્મ અન્ય ઘણા દેશોમાં પણ રિલીઝ થઈ રહી છે અને પસંદ કરવામાં આવી રહી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ