બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / વડોદરા / Cow owner Karan Rabari arrested for taking life of old man in Vadodara

રખડતાં પશુથી મુક્તિ ક્યારે? / વડોદરામાં વૃદ્ધાનો જીવ લેનાર ગાય માલિક કરણ રબારીની ધરપકડ, અપાયા હતા કડક આદેશ

Malay

Last Updated: 09:43 AM, 4 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વડોદરાના માણેજા વિસ્તારમાં રખડતી ગાયે એક વૃદ્ધા પર હુમલો કરતા વૃદ્ધાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. ત્યારે હવે પોલીસ દ્વારા ગાયના માલિકની ધરપકડ કરાઈ છે.

 

  • વૃદ્ધાનો જીવ લેનાર ગાયના માલિકની ધરપકડ
  • મકરપુરા પોલીસે વરણામાંથી કરી ધરપકડ
  • ગાય માલિક કરણ રબારીની ધરપકડ

વડોદરાના માણેજા વિસ્તારમાં એક વૃદ્ધા પર ગાયે હુમલો કર્યો હતો. જેમાં વૃદ્ધાને ગંભીર ઇજા થતાં તેમનું મોત નીપજ્યું હતું. વૃદ્ધાના મોતથી સ્થાનિકોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો. ત્યારે હવે આ મામલે પોલીસ દ્વારા ગાયના માલિકની ધરપકડ કરવામાં આવી છે. મકરપુરા પોલીસે વરણામાંથી ગાયના માલિક કરણ રબારીની ધરપકડ કરી છે.  કરણ રબારીની ધરપકડ કરીને મકરપુરા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. 

કરણ રબારી

વૃદ્ધાએ ગુમાવ્યો હતો જીવ
છેલ્લા ઘણા સમયથી રાજ્યમાં રખડતા ઢોરોનો ત્રાસ વધી ગયો છે. રસ્તા પર ઠેર ઠેર અડિંગો જમાવી દેતા વાહનચાલકો પારાવાર મુશ્કેલી વેઠી રહ્યા છે. રખડતા ઢોરને કારણે અકસ્માતના બનાવો વધી રહ્યા છો, તો રખડતા ઢોરના કારણે અત્યાર સુધીમાં ઘણા નિર્દોષ વ્યક્તિઓએ જીવ ગુમાવ્યા છે. અનેકવાર તંત્રને ઢંઢોળવાનો પ્રયાસ કર્યો, પ્રજા રજૂઆતો કરીને થાકી પરંતુ હજી સુધી સ્થિતિ એની એજ જોવા મળી રહી છે. પરિણામે દિવસ જાય તેમ રખડતા પશુઓને કારણે પરિવારે વ્હાલસોયાને ગુમાવવાનો વારો આવે છે. ત્યારે ગઈકાલે વધુ એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો હતો. 

બપોરના સમયે ગાયે કર્યો હતો હુમલો
ગતરોજ બપોરના સમયે વડોદારના માણેજા વિસ્તારમાં આવેલા હાઉસિંગના મકાનમાં રહેતા ગંગાબેન પરમાર નામના વૃદ્ઘા પંચરત્ન સોસાયટીમાંથી પસાર થઇ રહ્યા હતા. આ દરમિયાન એક ગાયે ગંગાબેન પર હુમલો કર્યો હતો. ગાયે વૃદ્ઘાને ગોથે ચડાવતા તેઓ જમીન પર પટકાઇ ગયા હતા અને ગાય વારંવાર તેમના પર હુમલો કરી રહી હતી. ગાયે કરેલા હુમલાથી વૃદ્ધા ગંભીર રીતે ઘાયલ થયા હતા. ગંભીર ઇજા થવાથી વૃદ્ધાનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું. બનાવની જાણ થતાં આસપાસના સ્થાનિકો એકઠાં થઇ ગયા હતા અને ગાયને વૃદ્ધાથી દૂર કરી હતી.

IFrame

સ્થાનિકોએ કર્યા હતા આક્ષેપો
જે બાદ રહીશોએ મનપા કમિશનર ન આવે ત્યાં સુધી મૃતદેહ હટાવવાનો ઈન્કાર કર્યો હતો. આ બાબતે પંચરત્ન સોસાયટીના રહીશોએ આરોપ લગાવ્યો હતો કે પંચરત્ન સોસાયટી પાસે ગેરકાયદેસર ઢોરવાડો બાંધી દીધો છે. રસ્તામાં ઢોરવાડો બાંધીને મોટી સંખ્યામાં ઢોર રાખવામાં આવી રહ્યા છે.  વૃદ્ધાના મોત બાદ કોર્પોરેશને ગેરકાયદેસર ઢોરવાડા દૂર કરવાની કાર્યવાહી હાથ ધરી હતી.  જ્યારે મૃતક વૃદ્ધાના પુત્ર અને પુત્રીએ ન્યાય માંગ કરી છે. 

મૃતકની દીકરી

કડક કાર્યવાહીના આપ્યા હતા આદેશ
અનેક રજૂઆતો છતા ઢોરનો ત્રાસ યથાવત હોવાનો આરોપ મૃતકના પરિવારજનો દ્વારા લગાવવામાં આવ્યો હતો. આ બાબતે મ્યુનિસિપલ કમિશનર અને પોલીસ કમિશનર સાથે વાત કરતા તેઓએ જણાવ્યું હતું કે, ગાય માલિક વિરૂદ્ધ કોર્પોરેશન દ્વારા કડક કાર્યવાહીના આદેશ આપવામાં આવ્યા છે. જ્યારે પોલીસ સ્તરે કાર્યવાહીનાં આદેશ પણ કરવામાં આવ્યા છે. તેમજ સ્થળની આસપાસના તમામ ઢોરવાડા દૂર કરવા આદેશ કરવામાં આવ્યો છે અને ગાય માલિકના ઘરના વોટર કનેક્શન, ડ્રેનેજ કનેક્શન કાપવા પણ આદેશ કરી દેવામાં આવ્યો છે. જોકે, હવે મકરપુરા પોલીસે વરણામાંથી ગાયમાલિક કરણ રબારીની ધરપકડ છે.

સળગતા સવાલ
- ગાયના માલિક વિરુદ્ધ દાખલારૂપ કાર્યવાહી ક્યારે થશે?
- ગાય માલિકે ગાયને રસ્તા પર કેમ છોડી દીધી હતી?
- રાજ્યમાં પશુના કારણે હજુ કેટલા લોકોના જીવ જશે?
- વૃદ્ધાનો જીવ ગયો તે ગાય માલિકને દેખાશે?
- તમારા પશુના કારણે બીજા લોકોને હેરાની થઈ રહી છે તે તમે ક્યારે સમજશો?

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ