બ્રેકિંગ ન્યુઝ
VTV / Covid-19 forces Tamil Nadu to impose night curfew and Sunday lockdown
Hiralal
Last Updated: 07:07 PM, 5 January 2022
ADVERTISEMENT
ભારતમાં હવે લોકડાઉનનો યુગ પાછો આવ્યો છે. દેશમાં વધી રહેલા કોરોના અને ઓમિક્રોનના કેસને પગલે રાજ્ય સરકારોએ હવે પોતપોતાની રીતે કોરોના પ્રતિબંધો લાગુ પાડવાનું શરુ કરી દીધું છે. અત્યાર સુધીમાં મોટાભાગના રાજ્યોએ નાઈટ કર્ફ્યુ તો લાગુ પાડી દીધો છે પરંતુ પહેલી વાર લોકડાઉન લાગુ પાડવાનો એક રાજ્યે નિર્ણય લીધો છે. દેશમાં પહેલી વાર તમિલનાડુ સરકારે રવિવારે ટોટલ લોકડાઉન લાગુ પાડવાનો નિર્ણય કર્યો છે. સીએમ એમકે સ્ટાલીનની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં નાઈટ કર્ફ્યુ અને લોકડાઉન અંગે નિર્ણય લેવાયો છે. રાજ્યમાં રાતના 10થી સવારના 5 સુધી નાઈટ કર્ફ્યુ લાગુ રહેશે. રાજ્ય સરકાર દ્વારા જારી આદેશમાં કહેવાયું કે શુક્રવાર, શનિવાર અને રવિવારે લોકો ધાર્મિક સ્થળોએ નહીં જઈ શકે. તે ઉપરાંત આ સમય દરમિયાન રેસ્ટોરન્ટ, મોલ, દુકાનો પણ ખોલી નહીં શકાય.
9 જાન્યુઆરી એટલે કે રવિવારે ટોટલ લોકડાઉન
ADVERTISEMENT
તમિલનાડુના સીએમ સ્ટાલીને જણાવ્યું કે 6 જાન્યુઆરીથી રાતના 10થી સવારના 5 સુધી નાઈટ લોકડાઉન અને 9 જાન્યુઆરીએ એટલે કે રવિવારે ફૂલ લોકડાઉન લાગુ પડશે.
આ સમય દરમિયાન જાહેર પરિવહન અને મેટ્રો નહીં ચાલે. તેમજ ફૂડ ડિલિવરી પણ રાજ્ય સરકારે પ્રતિબંધ મૂક્યો છે. રાજ્ય સરકાર દ્વારા જારી આદેશમાં એવું પણ કહેવાયું કે લગ્નમાં 100 લોકો અને અંતિમવિધિમાં ફક્ત 50 લોકોની હાજરીની મંજૂરી છે.
Tamil Nadu CM MK Stalin: Night lockdown to be put in place from Jan 6 , 10 pm-5am, & full lockdown on Sunday, Jan 9 with restaurants to operate for takeaways from 7 am-10 pm. Only online classes to be allowed for classes 1 to 9, & physical classes for classes 10, 12
— ANI (@ANI) January 5, 2022
(file pic) pic.twitter.com/mNhHIW2y6U
સરકારે આગામી સમયમાં આવનાર પોંગલના તહેવારની ખાનગી કે જાહેર ઉજવણી પર સંપૂર્ણ પ્રતિબંધ મૂક્યો છે. રાજ્ય સરકારે કલેક્ટરોને આદેશ આપ્યો છે કે ભીડ ટાળવા માટે સ્થાનિક મચ્છીબજારને બીજે ક્યાંક ખસેડવામાં આવે. જોકે સરકારે દરિયા કિનારે ટહેલવાની મંજૂરી આપી છે.
તમિલનાડુમાં કોરોના નવા પ્રતિબંધો
સવારના 7થી રાતના 10 સુધી રેસ્ટોરન્ટ ચાલુ રહેશે
ધોરણ 1થી 9ની સ્કૂલો માટે ઓનલાઈન શિક્ષણ
પોંગલ સંબંધિત કોઈ પણ કાર્યક્રમ કે સમારંભને મંજૂરી નહીં
બસ, સબર્ન ટ્રેન અને મેટ્રો સહિત જાહેર પરિવહન 50 ટકા ક્ષમતા સાથે ચાલશે
શુક્રવાર, શનિવાર અને રવિવારે જાહેર ધાર્મિક સ્થળોએ લોકોની એન્ટ્રી પર પ્રતિબંધ
રવિવારે ટોટલ લોકડાઉન
તમામ સરકારી અને ખાનગી સાંસ્કૃતિ કાર્યક્રમો મોકૂફ
એન્ટરટેઈનમેન્ટ અને એમ્યુઝમેન્ટ પાર્ક તાત્કાલિક અસરથી બંધ
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.