ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / covid 19 active cases in india italy america russia brazil

કોરોના સંકટ / ઇટાલી કરતાં આગળ નીકળ્યું ભારત, આપણા કરતાં હવે 4 દેશમાં વધારે છે એક્ટિવ કેસ

Published By: Divyesh

Last Updated: 08:34 AM, 21 May 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસોની સંખ્યા સતત વધી રહી છે. બુધવારના રોજ ભારતમાં કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા 1.1 લાખ ઉપર પહોંચી ગઇ છે. જો કે આ બધા વચ્ચે રાહતની વાત એ છે કે 45 હજાર કોરોના દર્દીઓ સ્વસ્થ થઇ ગયા છે. જો દેશમાં કોરોના એક્ટિવ કેસોની વાત કરીએ તો આપણે ઇટાલી કરતા આગળ નીકળી ગયા છીએ. હવે દુનિયામાં માત્ર 4 દેશ એવા છે જે કોરોના વાયરસના એક્ટિવ કેસમાં ભારત કરતા આગળ છે.

ADVERTISEMENT

Worldometers વેબસાઇટના જણાવ્યાં મુજબ ભારતમાં બુધવારની રાતે 11.30 વાગ્યા સુધીમાં કોરોના વાયરસના કુલ કેસ 1,11,750 જોવા મળ્યાં હતા. ભારતમાં છેલ્લા અઠવાડિયાથી સતત રોજ 5,000 કેસ અંદાજે વધી રહ્યાં છે. 

વેબસાઇટ મુજબ ભારતમાં કોરોનાના  એક્ટિવ કેસ 62,894 થઇ ગયા છે. એક દિવસ પહેલા આ 59,000ની આસપાસ હતા. ભારતમાં છેલ્લા બે દિવસમાં એક્ટિવ કેસના મામલામાં ઇટાલી અને પેરુને પાછળ છોડી દીધું છે. ઇટાલીમાં 62,752 અને પેરુમાં 60,045 એક્ટિવ કેસ છે. 

ઇટાલીમાં 32 હજાર લોકોના મોત થયા

કુલ કેસોની વાત કરીએ તો ઇટાલીમાં 2.27 લાખ અને પેરુમાં 99,450 કોવિડ-19ના દર્દી છે. ઇટાલીમાં આ વાયરસના કારણે 32,330 લોકોના જીવ ગયા છે. જો કે હવે તેનો કહેર ઓછો જોવા મળી રહ્યો છે. ઇટાલીમાં અત્યાર સુધીમાં 1,32,282 લોકો કોરોનાને મ્હાત આપી સ્વસ્થ થઇ ચૂક્યાં છે. પેરુમાં 2914 લોકોના જીવ ગયા છે જ્યારે અંદાજે 36 હજાર લોકો સ્વસ્થ થઇ ગયા છે. ભારતમાં કોરોનાથી 3,400 લોકોના જીવ ગયા છે. 

અમેરિકાની પરિસ્થિતિ સૌથી ખરાબ

દુનિયામાં એક્ટિવ કેસોની વાત કરીએ તો અમેરિકાની પરિસ્થિતિ સૌથી ખરાબ છે. અમેરિકામાં કુલ 15.78 લાખ લોકો કોરોના સંક્રમણમાં આવ્યાં છે. જેમાં 11.19 લાખ હજુ પણ એક્ટિવ કેસમાં છે. અંદાજે 3.65 લાખ લોકો સ્વસ્થ થઇ ગયા છે. અમેરિકામાં કોરોનાના કારણે અત્યાર સુધીમાં અંદાજે 94,000 લોકોના મોત થયા છે. 

રશિયા બીજા નંબરે અને બ્રાઝીલ ત્રીજા નંબર પર

એક્ટિવ કેસ મામલે રશિયા  બીજા, બ્રાઝિલ ત્રીજા અને ફ્રાંસ ચોથા સ્થાન પર છે. રશિયામાં 2,20,341 એક્ટિવ કેસ છે. બ્રાઝિલમાં 1,50,458 અને ફ્રાંસમાં 90,224 કેસ છે. દુનિયામાં અમેરિકા, રશિયા, બ્રાઝિલ અને ફ્રાંસ જ એવા દેશ છે જ્યાં ભારતથી વધારે એક્ટિવ કેસની સંખ્યા છે. 
 

સંકળાયેલા મુદ્દાઓ

India Italy cornavirus covid19 ઇટાલી કોરોના વાયરસ કોવિડ19 ભારત coronavirus

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ