બ્રેકિંગ ન્યુઝ
VTV / Covaxin is effective on most variants of Corona Says ICMR
Parth
Last Updated: 04:50 PM, 21 April 2021
ADVERTISEMENT
કોરોના મહામારી વચ્ચે રાહતના સમાચાર
ADVERTISEMENT
દેશમાં વધી રહેલી કોરોનાની રફતારને કારણે હાહાકાર મચ્યો છે. દેશના અલગ અલગ ભાગમાં હોસ્પિટલમાં બેડ હાઉસફૂલ થયા છે ત્યારે આ તમામ ચિંતા વચ્ચે વેક્સિનેશન પર કેટલાક રાહત આપનાર સમાચાર સામે આવ્યાં છે. ICMRના એક અભ્યાસમાં દાવો કરાયો છે કે ભારત બાયોટેકની કોવેક્સિન કોરોનાના અનેક મ્યૂટેન્ટ પર કારગત સાબિત થઇ છે.
ભારત બાયોટેકની કોવેક્સિન કોરોનાને કરશે ખતમ
દેશમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યા છે અને દરરોજ રેકોર્ડબ્રેક કેસ સામે આવી રહ્યા છે ત્યારે બીજી તરફ દેશમાં કોરોના વાયરસની રસી આપવાનું દુનિયાનું સૌથી મોટું અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે ત્યારે ICMRના રિસર્ચમાં વેક્સિનને લઈને મોટો ખુલાસો થયો છે.
કોરોનાના દરેક મ્યૂટેન્ટ પર કારગત સાબિત થઇ કોવેક્સિન
ભારતમાં કોરોના વાયરસ સામે જાન્યુઆરીમાં એક આશાની કિરણ સ્વરૂપે કોરોના વાયરસની રસી આપવાની શરૂઆત થઈ હતી. ત્યારે હવે આ વેક્સિન મુદ્દે મોટા સમાચાર સામે આવ્યા છે. ICMRની રિસર્ચમાં દાવો કરવામાં આવ્યો છે કે કોરોના વાયરસની દેશી વેક્સિન કોવેક્સિન મોટા ભાગના વેરિયન્ટ પર અસરદાર છે.
કોવેક્સિન ડબલ મ્યૂટેન્ટના ખતરાને પણ કરે છે દૂર
ICMRના રિસર્ચમાં દાવો કરવામાં આવ્યો છે કે કોવેક્સિન કોરોના વાયરસના જુદા જુદા વેરિયન્ટ સામે લડી શકે છે. સૌથી મહત્વપૂર્ણ બાબત છે કે કોરોના વાયરસના ડબલ મ્યુટેન્ટ સટ્રેનથી લડવામાં પણ કોવેક્સિન ખૂબ જ કારગત છે. નોંધનીય છે કે કોવેક્સિન ભારતની સ્વદેશી વેક્સિન છે અને ભારત બાયોટેક દ્વારા બનાવવામાં આવે છે. ICMRના અભ્યાસ મુજબ આ વેક્સિન કોરોનાના યૂકે, બ્રાઝિલ અને આફ્રીકન વેરિયન્ટને મ્હાત આપવામાં કારગર છે. એટલું જ નહીં કોવેક્સિન ડબલ મ્યૂટેન્ટના ખતરાને પણ દૂર કરે છે.
ICMRનો નવો અભ્યાસ એક આશાની કિરણ લઇ આવ્યો
મહત્વનું છે કે ભારતમાં અત્યારે કોરોનાના અનેક મ્યૂટેન્ટ એક્ટિવ છે. UK, બ્રાઝિલ અને આફ્રિકન સ્ટ્રેન સાથે જોડાયેલા અનેક કેસ પહેલાથી જ ભારતમાંથી મળી આવ્યાં છે. તાજેતરમાં જાણવા મળ્યું હતું કે ભારતમાં દેશી વેરિયન્ટ પણ તૈયાર થઇ ગયા છે જેના સૌથી વધુ કેસ બંગાળમાંથી મળી આવ્યાં છે. એવામાં ICMRનો નવો અભ્યાસ એક આશાની કિરણ લઇને આવ્યો છે.
કોરોના વાયરસ કેસ અપડેટ :
ભારતમાં એક જ દિવસમાં રેકોર્ડબ્રેક 2 લાખ 95 હજાર 41 નવા કેસ સામે આવ્યા છે જ્યારે 2023 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. આ સાથે જ ભારતમાં એક દિવસમાં 1,67,457 લોકોએ કોરોના વાયરસને હરાવ્યો પણ છે અને સાજા થયા છે. ભારતમાં અત્યાર સુધીમાં 13 કરોડથી વધારે લોકોને કોરોના વાયરસની રસી આપી દેવામાં આવી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.