બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / Cousin Raj Thackeray has shared a video after Uddhav Thackeray was stripped of the name of Shiv Sena

મહારાષ્ટ્ર / 'પૈસા જશે તો ફરી કમાંશુ નામ ગયું તો..', ભાઈ પાસેથી શિવસેના છીનવાયા બાદ રાજ ઠાકરેએ બાલાસાહેબનો જૂનો વીડિયો કર્યો શેર

Kishor

Last Updated: 11:10 PM, 17 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઉદ્ધવ ઠાકરે પાસેથી શિવસેના નામ અને પાર્ટીનું પ્રતીક ધનુષ અને તીર છીનવાયા બાદ પિતરાઈ ભાઈ રાજ ઠાકરે વીડિયો શેર કર્યો છે.

  • શિવસેના પર અધિકાર મામલો
  • ઉદ્ધવ ઠાકરે અને એકનાથ સિંધે વચ્ચે લાંબા સમયથી ચાલતી તાણખેંચનો અંત
  • ઉદ્ધવ ઠાકરેના પિતરાઈ ભાઈ રાજ ઠાકરે વીડિયો શેર કર્યો

શિવસેના પર અધિકાર મામલે ઉદ્ધવ ઠાકરે અને એકનાથ સિંધે વચ્ચે લાંબા સમયથી તાણખેંચ ચાલુ હતી. જેના પર આજે વિરામ આવ્યો છે અને ચૂંટણી પંચના આદેશ અનુસાર પાર્ટીનું શિવસેના નામ અને પાર્ટીનું પ્રતીક ધનુષ અને તીર એકનાથ શિંદે જૂથ પાસે રહેશે. આ નિર્ણયને પગલે ઉદ્ધવ ઠાકરે જૂથે તીખી પ્રતિક્રિયા આપી તો બીજી બાજુ મહારાષ્ટ્રના સીએમ એકનાથ શિંદેએ ચૂંટણી પંચના નિર્ણય મામલે જણાવ્યું કે આ શિવસૈનિકોની વિચારધારાની જીત છે.

ઉદ્ધવ ઠાકરેના પિતરાઈ ભાઈ રાજ ઠાકરે વીડિયો શેર કર્યો

આ મામલે અનેક નેતાઓના નિવેદન સામે આવ્યા છે જેમાં ઉદ્ધવ ઠાકરેના પિતરાઈ ભાઈ રાજ ઠાકરેએ ચૂંટણી પંચના નિર્ણય બાદ તેઓએ બાલાસાહેબ ઠાકરેનો ઓડિયો શેર કર્યો હતો. જેમાં તેઓ કહી રહ્યા છે કે પૈસા ખોવાઈ જશે તો ફરી કમાવાઈ જશે. પરંતુ જો નામ જશે તો ક્યારેય પાછું નહીં આવે.તેથી જ નામ મોટું કરો નામ જ બધું છે. મનસેના પ્રમુખ રાજ ઠાકરેએ ઓડિયોને ટ્વીટ કરીને જણાવ્યું હતું કે બાલસાહેબ દ્વારા આપવામાં આવેલ શિવસેનાનો વિચાર કેટલો સાચો  હતો જે આજે ફરી એકવાર જાણીએ છીએ. મહત્વનું છે કે ભાઈ ઉદ્ભવ પાસેથી શિવસેનાનું ચિહ્નન છીનવાયા બાદ રાજ ઠાકરેએ આ ઓડિયો ટ્વીટ કર્યો હતો.

ઠાકરે જૂથે લોકશાહીની હત્યા ગણાવી હતી
ઠાકરે જૂથના નેતાઓએ આ મામલે તીખી પ્રતિક્રિયા આપી હતી.આ આદેશને પગલે શિવસેના (ઠાકરે જૂથ)એ વિરોધ નોંધાવ્યો હતો. આ મામલે સાંસદ સંજય રાઉતે હુંકાર કરતા જણાવ્યું હતું કે અમે નવા પ્રતીક સાથે જનતાની વચ્ચે જઈશું અને નવી શિવસેનાની સ્થાપના કરવાનો દાવો કર્યો હતો. તેમણે કહ્યું કે આ લોકશાહીની હત્યા છે. અમે કાયદાકીય લડત આપીશું. તમે ચિહ્ન હડપ્યું છે, વિચાર કઈ રીતે છીનવશો. જો ધનુષ બાણ રામની જગ્યાએ રાવણને મળે તો તેનો અર્થ શું છે? તેનો અર્થ છે અસત્યમેવ જયતે...તો બીજી બાજુ ઉદ્ધવ ઠાકરે જૂથના પ્રવક્તા આનંદ દુબેએ આરોપ લાગવતા જણાવ્યું હતું કે ચૂંટણી પંચ ભાજપનું એજન્ટ છે અને જે ભાજપ માટે કામ કરતું હોવાનો દાવો કર્યો હતો.


એકનાથ શિંદેએ કહ્યું કે
બીજી બાજુ મહારાષ્ટ્રના સીએમ એકનાથ શિંદેએ ચૂંટણી પંચના નિર્ણય મામલે જણાવ્યું કે આ અમારા કાર્યકરો, સાંસદો, ધારાસભ્યો, જનપ્રતિનિધિઓ અને લાખો શિવસૈનિકોની સાથે આ બાલાસાહેબ અને આનંદ દિઘેની વિચારધારાની જીત છે. આ લોકશાહીની જીત છે.મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસએ કહ્યું કે સીએમ એકનાથ શિંદેની શિવસેનાને શિવસેનાનું પ્રતીક અને નામ મળી ગયું છે. જેથી હવે અસલી શિવસેના એકનાથ શિંદેની શિવસેના બની ગઈ છે અને અમને વિશ્વાસ હતો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ