બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Court rejects bail application of 6 including accused Raniba alias Vibhuti Patel who beat up youth in Morbi

સુનાવણી / રાણીબા હજુ પણ જેલમાં રહેશે: મોરબીમાં યુવકને માર મારનારા આરોપીના જામીન નામંજૂર, કેસ એટ્રોસિટીનો

Dinesh

Last Updated: 06:15 PM, 8 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Morbi news: મોરબીમાં યુવકને માર મારનાર આરોપી રાણીબા ઉર્ફે વિભૂતિ પટેલ સહિત 6ની જામીન અરજી કોર્ટે ફગાવી દીધી છે

  • મોરબીમાં યુવકને માર મારનારા આરોપીની જામીન અરજી નામંજૂર
  • રાણીબા ઉર્ફે વિભૂતિ પટેલ સહિત 6ની જામીન અરજી કોર્ટે ફગાવી
  • સ્પેશિયલ એટ્રોસિટી કોર્ટે આરોપીઓની અરજી ફગાવી


 મોરબીમાં પગારને લઈને યુવક નિલેશને માર મારવાના કેસ મામલે રાણીબા ઉર્ફે વિભૂતિ પટેલ સહિત તેના સાથીદારોને લઈ મહત્વની અપડેટ સામે આવી છે. યુવકને માર મારનારા આરોપીઓની જામીન અરજી કોર્ટે નામંજૂર કરી છે. રાણીબા ઉર્ફે વિભૂતિ પટેલ સહિત 6ની જામીન અરજી કોર્ટે ફગાવી દીધી છે. આપને જણાવીએ કે, સ્પેશિયલ એટ્રોસિટી કોર્ટે આરોપીઓની અરજી ફગાવી દેતા વિભૂતિ પટેલની મુશ્કેલીમાં વધારો થયો છે. 

યુવકને 6 શખ્સોએ માર માર્યો હતો
અત્રે ઉલ્લેખનીય છે કે, પગાર લેવા પહોંચેલા યુવકને 6 શખ્સોએ માર માર્યો હતો. જે માર મારવાના કેસમાં 6 આરોપીઓની ધરપકડ થઈ હતી. જેમાં રાણીબા ઉર્ફે વિભૂતિ પટેલ પણ સામેલ છે. યુવકને પટ્ટા વડે ઢોર માર માર્યો હતો. મોરબીના ભડીયાદ રોડ ઉપર આવેલ ગાંધી સોસાયટીમાં રહેતા નિલેશભાઈ કિશોરભાઈ દલસાણીયા (21)એ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશને વિભૂતિ પટેલ ઉર્ફે રાણીબા, ઓમ પટેલ, રાજ પટેલ, પરીક્ષિત, ડી.ડી. રબારી તથા અન્ય સાત શખ્સ રહે. બધા જ મોરબી વાળાની સામે ફરિયાદ નોંધાવી હતી. જે કેસમાં વિવિધ સંગઠનો સહિત ધારાસભ્ય જિગ્નેશ મેવાણી મેદાન આવ્યા હતાં. 

આગાઉ પણ આરોપીઓની જામીન અરજી ફગાવી હતી
કોર્ટે ફરી રાણીબા સહિતના તમામ 6 આરોપીઓની જામીન અરજી ફગાવી દેતા તેમને ફરી જેલમાં જ રહેવાનો વારો આવ્યો છે. કોર્ટે તેમને રાહત આપવાનો ઈન્કાર કરી દીધો હતો. 27 નવેમ્બરે વિભૂતિ પટેલે તેના ભાઈ ઓમ પટેલ સાથે અન્ય એક સાથે પોલીસ સમક્ષ આત્મસમર્પણ કર્યું હતું. સ્પેશિયલ કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી દેતી હતી બાદમાં આજે ફરી જામીન અરજી ફગાવી દેતા વિભૂતિ પટેલની મુશ્કેલીઓ વધી ગઈ છે. 

કોણ છે રાણીબા 
રાણીબા ઈન્ડસ્ટ્રીઝના માલિક અને યુવા ઉદ્યોગસાહસિક વિભૂતિ પટેલ પર દલિત યુવકને માર મારવાનો આરોપ છે. વિભૂતિ પટેલ અને અન્ય ચાર લોકો પર આરોપ છે કે તેમણે પગારની માંગણી કરતા દલિત યુવાનને બેલ્ટથી માર માર્યો હતો. એટલું જ નહીં દલિત યુવકને ચપ્પલ અને જૂતા પહેરવા માટે દબાણ કર્યું હતું.
વિભૂતિ પટેલ ટાઇલ્સના વ્યવસાયમાં સક્રિય છે. તે સોશિયલ મીડિયા પર પોતાને મોરબીની લેડી ડોન તરીકે રજૂ કરી રહી છે. આ વિવાદ બાદ તેનો તલવાર વડે એક સાથે અનેક કેક કાપતો વીડિયો પણ સામે આવ્યો હતો. 

22 નવેમ્બરે શું બન્યું હતું 
22 નવેમ્બરના રોજ દલિત યુવકને માર મારવાના કેસમાં મોરબી શહેર પોલીસે SC/ST એક્ટની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો અને ફરિયાદી પીડિત યુવક નિલેશ દલસાણિયાને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. આ પછી વિભૂતિ પટેલ અને તેના સાગરિતો ફરાર થઈ ગયા હતા, પરંતુ કોર્ટમાંથી રાહત ન મળતાં તેમણે સરેન્ડર કરવું પડ્યું હતું. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ