ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 02:08 AM, 7 October 2025
ADVERTISEMENT
સોશિયલ મીડિયાના આ સમયમાં અવાર નવાર વીડિયો વાયરલ થતા હોય છે. જેમાં અમુક લોકો બીજાના ઝઘડાનો કે કોઈ અજુગતી ક્રિયાનો વીડિયો પણ બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કરી દેતા હોય છે. આવો જ એક વીડિયો લુધિયાણાનો વાયરલ થઇ રહ્યો છે જેમાં એક યુગલ ચાલતી કારના સનરૂફ બહાર લિપ લોક કરતા જોવા મળે છે. તેમના આ કૃત્યથી લોકોને પણ ગુસ્સો આવી રહ્યો છે. આ વીડિયો શુક્રવારના રોજનો લુધિયાણાના કીઝ હોટલ નજીક હોવાનું કહેવાઈ રહ્યું છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
આ વીડિયો અંગે એવો દાવો થઇ રહ્યો છે કે, શુક્રવારે લુધિયાણામાં કીઝ હોટલ નજીક ચાલતી કારમાં આ દંપતી જાહેરમાં એકબીજાને ગળે લગાવી ચુંબન કરી રહ્યા હતા. જેમાં એક રાહદારીએ આ ઘટનાનો વીડિયો ઉતારી સોશિયલ મીડિયા પર વાયરલ કરી દીધો હતો. એવું જાણવા મળી રહ્યું છે કે, આ રીતે જાહેરમાં વાંધાજનક વર્તન કરનારૂ કપલ યુગાન્ડાનું છે અને પંજાબમાં અભ્યાસ કરવા માટે આવ્યા છે. તે લુધિયાણાના બીઆરએસ નગર જિલ્લાના લાલબાગ વિસ્તારમાં પીજીમાં રહે છે.
ADVERTISEMENT
ઉલ્લેખનીય છે કે, જાહેરમાં આપત્તિજનક વર્તન કરવાના અનેક વીડિયો પહેલા પણ વાયરલ થઈ ચુક્યા છે. જેમાં દિલ્હી મેટ્રો, મુંબઈ રેલવે જેવા બીજા જાહેર સ્થળોએ પણ યુગલો આવી અશ્લીલ હરકત કરતા જોવા મળ્યા છે. ઘણા લોકોને જાહેરમાં આ પ્રકારની હરકત પસંદ નથી જેથી તેઓ કડક કાર્યવાહીની માંગ પણ કરી રહ્યા છે પરંતુ આવી ઘટનાઓ અવાર નવાર સામે આવતી જ રહે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સૌથી વધુ વંચાયેલું
8th Pay Commission / આ જ અઠવાડિયે 8માં પગારપંચ પર થશે મોટી મીટિંગ, જાણો બેઠકનો મૂળ એજન્ડા
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
8th Pay Commission / આ જ અઠવાડિયે 8માં પગારપંચ પર થશે મોટી મીટિંગ, જાણો બેઠકનો મૂળ એજન્ડા
ADVERTISEMENT