બ્રેકિંગ ન્યુઝ
સારવાર પુરી થયા બાદ તેઓ ક્વોરોન્ટાઇન હતા. જયારે જોઆ મોરાનીએ કોરોના વાયરસને માત આપનાર લોકોને તેમનું પ્લાઝ્મા ડોનેટ કરવા આગ્રહ કર્યો છે. તેમણે ઇન્સ્ટાગ્રામ પર ફોટો શેર કર્યો અને લખ્યું કે, ' મેં આજે પ્લાઝ્મા થેરેપીના ટ્રાયલ માટે નાયર હોસ્પિટલમાં પ્લાઝ્મા ડોનેટ કર્યું છે. આ આશ્ચર્યજનક છે. આપણામાં આશાની કિરણ હોય જ છે, મને એવું લાગી રહ્યું છે કે. ત્યાંની ટિમ ખુબ જ ઉત્સાહી હતી અને ખુબ જ કાળજીપૂર્વક કરતી હતી. ફિઝિશિયન પણ હતા. સાથે જ નવા અને સુરક્ષિત ટુલ્સનો ઉપયોગ થઇ રહ્યો હતો.
ADVERTISEMENT
ADVERTISEMENT
ADVERTISEMENT
આ સાથે જ જોઆ મોરાનીએ ડોક્ટર્સનો આભાર માન્યો હતો. તેમણે કોરોનાને મહાત આપનાર લોકોને પ્લાઝ્માનું દાન કરવા પણ વિનંતી કરી. તેમણે લખ્યું કે ' તમામ કોરોનામાંથી સાજા થયેલા લોકો આ ટ્રાયલનો હિસ્સો બની શકે છે. આનાથી કોરોના વાયરસથી લડવામાં દર્દીઓને મદદ મળશે. મને ઉમ્મીદ છે કે આ કામ આવશે #IndiaFightsCorona. તેમણે મને પ્રમાણપત્ર અને 500 રૂપિયા પણ આપ્યા. આજે સુપર કુલ અનુભવી રહી છું.
તમને જણાવી દઈએ કે જોઆ મોરાની, તેમના પિતા કરીમ મોરાની અને બહેન શજા મોરાનીને કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું હતું. જે બાદ બધાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમનો ઈલાજ કરવામાં આવ્યો હતો. હવે આ પરિવાર ઠીક છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.