બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / coronavirus virendra sehwag share a video on hanuman jayanti goes viral

VIRAL / સહેવાગની હનુમાનચાલીસા : જય બજરંગ બલી, તોડ દો કોરોના કી નલી

Krupa

Last Updated: 09:26 PM, 8 April 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જબરદસ્ત બેટિંગ માટે જાણીતા સહેવાગ ક્રિકેટથી રિટાયરમેન્ટ બાદ પોતાના હ્યુમર અને રોચક ટ્વિટ્સ માટે ઓળખાય છે. આજે જ્યારે હનુમાન જયંતી હતી તો એ કેમ પાછળ રહી શકે. એમને હનુમાન ચાલીસા પોતાના અંદાજમાં કહી છે.

  • વિસ્ફોટક ઓપનર વીરેન્દ્ર સહેવાગે હનુમાન જયંતી પર એક વીડિયો શેર કર્યો છે
  • એમને આ વીડિયોમાં હનુમાન ચાલીસા પર જે કહ્યું એ કોરોના વાયરસને લઇને કહ્યું છે
  • એમને ભગવાન હનુમાનને કોરોના ખતમ થાય એની અપીલ પણ કરી છે

હાલમાં સમગ્ર દુનિયામાં કોરોનાનો પ્રકોપ ચાલી રહ્યો છે. એવા સમયે પણ લોકો અલગ અલગ રીતે હનુમાન જયંતી નિમિત્તે વિશ કર્યું. ભારતના પૂર્વ વિસ્ફોટક ઓપનર વીરેન્દ્ર સહેવાગે આ પ્રસંગે એક ખાસ વીડિયો ટ્વિટર પર અપલોડ કર્યો છે. એમને હનુમાન ચાલીસા કહેતા દેશવાસીઓને શુભેચ્છા તો પાઠવી સાથે સાથે ભગવાન હનુમાનને કોરોના ખતમ થાય એ માટે અપીલ પણ કરી. 

એમને પોતાના અંદાજમાં હનુમાન ચાલીયા ગાયા. એમને ગાયું- જય હનુમાન જ્ઞાન ગુણ સાગર જય કપીસ તિહું લોક ઉજાગર રામ દૂત અતુલિત બલ ધામા અંજનિ પુત્ર પવનસુત નામા... ત્યારબાદ એમને કહ્યું, 'તમને બધાને મારી તરફથી હનુમાન જન્મોત્સવની હાર્દિક શુભેચ્છા...!' પછી એમને કોરોના ખતમ કરવાની અપીલ કરતા કહ્યું- જય બજરંગ બલી, તોડ દો કોરોના કી નલી...

પાકિસ્તાન વિરુદ્ધ ટેસ્ટમાં ટ્રિપલ સેન્ચ્યુરી માટે મુલ્તાન કહેવાતા આ ક્રિકેટરે કેપ્શનમાં લખ્યું ભોલે કે ભક્ત, હનુમાન જી ના ચેલા, સબ કુછ જીત લેંગે અકેલે...સંકટ કટે મિટે સબ પીડા, જો સુમિરે હનુમત બલબીરા...જય બજરંગબલી...ફેન્સને વીરુનો આ અંદજ ખૂબ જ પસંદ આવી રહ્યો છે. લોકો જવાબમાં જય શ્રીરામ જય હનુમાન લખી રહ્યા છે. 

ઉલ્લેખનીય છે કે જબરદસ્ત બેટિંગ માટે જાણીતો સહેવાર ક્રિકેટથી રિટાયરમેન્ટ બાદ પોતાના હ્યુમર અને રોચક ટ્વિટલ માટે ઓળખાય છે. આજે જ્યારે હનુમાન જયંતિ હતી તો એ કેમના પાછળ રહી શકે.

સંકળાયેલા મુદ્દાઓ

Coronavirus Hanuman Jayanti sports virendra sehwag કોરોના વાયરસ વીરેન્દ્ર સહેવાગ હનુમાન જયંતિ Viral
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ