બ્રેકિંગ ન્યુઝ
VTV / Coronavirus Lockdown What Relaxations And Where After 4th May
ADVERTISEMENT
ગ્રીન અને ઓરેન્જ ઝોનમાં મળશે રાહત
4મેથી ગ્રીન અને ઓેરેન્જ ઝોનમાં નિયમોમાં થોડી રાહત આફવામાં આવશે. આ વિસ્તારોમાં પહેલાંથી જ ગૃહમંત્રાલયે બિન જરૂરી સામાન, સેવાઓની દુકાનો ખોલવાની પરમિશન આપી છે. અહીં દરેક દુકાનો ખોલવાની પરમિશન આપવામાં આવી શકે છે. ગ્રીન ઝોન એ છે જે કોરોનાથી મુક્ત થયા છે અને છેલ્લા 28 દિવસોી અહીં કોઈ નવા કેસ આવ્યા નથી. ઓરેન્જ ઝોનમાં 14 દિવસોથી નવા કેસ આવ્યા નથી અને એક્ટિવ કેસવાળા રેડ ઝોન છે અહીં લૉકડાઉનમાં છૂટ મળવાની શંકા ઓછી છે.
ADVERTISEMENT

કોરોનાથી મુક્ત 300 જિલ્લામાં છૂટ શક્ય
ADVERTISEMENT
દેશમાં કોરોનાથી 300 જિલ્લા એવા છે કે જે કોરોના મુક્ત છે. અહીં હજુ સુધી કોરોનાનો એક પણ કેસ આવ્યો નથી. આ જિલ્લામાં 4 મે બાદ કામકાજ શરૂ કરવામાં આવશે. અહીં દરેક દુકાનો, કામકાજ,નાના મોટા ઉદ્યોગ અને ઓફિસો ખોલી શકાય છે.
Ministry of Home Affairs (MHA) allows movement of migrant workers, tourists, students etc. stranded at various places. #CoronavirusLockdown pic.twitter.com/3JH2YPAuQU
— ANI (@ANI) April 29, 2020
ADVERTISEMENT
ગ્રીન ઝોનમાં ઈન્ટ્રા ટ્રાન્સપોર્ટની મળી શકે છે છૂટ
ADVERTISEMENT
ઈન્ટ્રા ડિસ્ટ્રીક્ટ ટ્રાન્સપોર્ટને પણ છૂટ આપવામાં આવી શકે છે. પાસેના ગ્રીન ઝોનના જિલ્લામાં ટ્રાન્સપોર્ટ પણ શરૂ કરી શકાય છે. આ સમયે સોશ્યલ ડિસ્ટન્સિંગના નિયમોનું પાલન જરૂરી છે.
ઓછા કેસના 300 જિલ્લામાં પણ વધશે છૂટ
ADVERTISEMENT
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના અનુસાર દેશના 300 જિલ્લા તો કોરોના મુક્ત છે. આ સિવાય 300 જિલ્લા એવા છે જ્યાં કોરોનાના કેસ ઓછા છે. આ જિલ્લામાં પણ છૂટછાટ વધારી શકાય છે. આ સાથે દુકાનો, ઓફિસ, ધંધા ખોલવાની પરમિશન આપવામાં આવી શકે છે.

129 જિલ્લા હોટસ્પોટ જ્યાં છૂટની આશા નહીંવત
દેશના 129 જિલ્લાઓ છે જેમાં કોરોના વાયરસ હોટસ્પોટ છે એટલે કે આ જિલ્લાઓ રેડ ઝોનમાં છે. આ જગ્યાઓએ થોડી પણ છૂટ મળવાની શક્યતા ઓછી છે. લૉકડાઉન પછીની એક વ્યૂહરચના એ હોઈ શકે છે કે હોટસ્પોટ્સ અથવા કોઈપણ બાહ્ય લોકોના બહાર નીકળવાને કડકાઈથી અટકાવવા અને અન્ય ક્ષેત્રોમાં વધુને વધુ છૂટછાટ આપવાની મંજૂરી આપી શકે છે જેથી અર્થતંત્રનું ચક્ર પણ આગળ વધે. ખાસ વાત તો એ છે તે મુંબઈ, દિલ્હી, અમદાવાદ જેવા શહેર જે કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત છે તે ઉદ્યોગ અને રોજગારના સૌથી મોટા કેન્દ્ર પણ છે.
પ્રવાસી મજૂરો, વિદ્યાર્થીઓ અને ફસાયેલા લોકોને મળશે રાહત
કેન્દ્રીય ગૃહમંત્રાલયે 15 એપ્રિલે જાહેર કરેલી ગાઈડલાઈનમાં બુધવારે ફેરફાર કર્યો છે. ગાઈડલાઈન્સમાં ફેરફાર કરતાં લૉકડાઉનમાં ફસાયેલા લોકોને એક રાજ્યથી અન્ય રાજ્યમાં જતા લોકોને થોડી શરતો સાથે છૂટ અપાશે. તમામ રાજ્યોમાં ફસાયેલા પ્રવાસી મજૂરો, વિદ્યાર્તીઓ અને પર્યટકોની સાથે શ્રદ્ધાળુઓ પણ પોતાના રાજ્યોમાં જઈ શકશે. આ વ્યવસ્થા સરકાક કરશે એટલે કે ફ્રી મૂવમેન્ટ ત્યારે પણ નહીં રહે.

શરતોની સાથે ફસાયેલા લોકોની ઘરવાપસીને મંજૂરી
છૂટનો અર્થ એ નથી કે હવે લૉકડાઉનમાં ફસાયેલા લોકો કોઈ પણ સાધનમાં ઘરે જઈ શકશે. હાલમાં ટ્રેન બંધ જ રહેશે. આ તમામ લોકો માટેની વ્યવસ્થા રાજ્ય સરકાર કરશે. તેમને માટે પહેલેથી સેનેટાઈઝ કરેલી બસની વ્યવસ્થા કરાશે. તેમાં સોશ્યલ ડિસ્ટન્સિંગને ધ્યાનમાં રાખીને લોકોને બેસાડવામાં આવશે. ઘરે પહોંચતા પહેલાં તેમનું સ્ક્રીનિંગ કરાશે અને સાથે તપાસ થશે કે કોઈનામાં કોરોનાના લક્ષણો તો નથી ને. આ સિવાય ઘરે પાછા આવ્યા બાદ તેઓએ અનિવાર્ય હોમ ક્વૉરન્ટાઈન કે ક્વૉરન્ટાઈન સેન્ટરમાં થોડા દિવસ રહેવું પડશે.
ખતરો પણ ઓછો નથી
લૉકડાઉનમાં ફસાયેલા પ્રવાસી મજૂરો, વિદ્યાર્થીઓ અને પર્યટકોને તમામ મુશ્કેલીઓથી લડવું પડશે. તેમને ઘરે મોકલવું મોટી રાહત રહેશે. સાથે જ પંજાબ અને હરિયાણાએ મહારાષ્ટ્રમાં ફસાયેલા રાજ્યના શ્રદ્ધાળુઓને પાછા બોલાવ્યા છે. પંજાબ છેલ્લા અનેક દિવસોથી આવું કરી રહ્યું છે અને અહીંથી આવેલા તમામ શ્રદ્ધાળુઓ પોઝિટિવ આવ્યા છે.
ફસાયેલા લોકોને લઈ જવા મોટી મુશ્કેલી
ફસાયેલા લોકોને ઘરે લઈ જવા માટે ટ્રેન ચલાવવાની કેન્દ્ર સરકારે ના પાડી છે. આ વ્યવસ્થા સંબંધિત રાજ્ય સરકાર કરશે. લાખો લોકોને આ પ્રકારની બસોથી લઈ જવું સરળ નથી. દેશના એકથી અન્ય ખૂણા સુધી બસની મદદથી લઈ જવું નિશ્ચિત રીતે મુશ્કેલ કામ છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.