બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / coronavirus ipl will postponed to two week april 15 would be new date

ક્રિકેટ / IPLને લઈને મોટી ખબર : તમામ ટીમો આ કામ માટે તૈયાર થઈ, મંજૂરી મળી તો ટુર્નામેન્ટનું આયોજન થશે

Published By: Mehul

Last Updated: 08:43 PM, 17 March 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2020) થશે કે નહીં તેનો જવાબ હજુ સુધી કોઈ જાણતું નથી. ટુર્નામેન્ટને કોરોના વાયરસને લઈને 15 એપ્રિલ સુધી સ્થગિત કરાઈ છે. આ વચ્ચે IPL પર મોટી ખબર આવી રહી છે.

  • IPL ટુર્નામેન્ટને કોરોના વાયરસને લઈને 15 એપ્રિલ સુધી સ્થગિત કરાઈ 
  • વિદેશથી આવનારા લોકોને પહેલાં 14 દિવસો સુધી અલગ રખાશે

આ ખબર પ્રમાણે માનીએ તો તમામ ટીમના વિદેશીઓ ખેલાડીને 14 દિવસ સુધી ટીમોથી અલગ રાખવા માટે તૈયાર છે. IPL ટીમો ભારત સરકારની એ ટ્રાવેલ એડવાઈઝરીને માનવા તૈયાર છે જેમાં કહેવાયું છે કે વિદેશથી આવનારા લોકોને પહેલાં 14 દિવસો સુધી અલગ રખાશે. જો કે હાલમાં સરકારે 31 માર્ચ સુધી વિદેશીઓની ભારત આવવા પર રોક લગાવાઈ છે. 

IPL  ટીમો વિદેશી ખેલીડાઓને અલગ રાખશે

મીડિયા રિપોર્ટ્સ અનુસાર IPLના એક અધિકારીએ કહ્યું છે કે તમામ ટીમો વિદેશી ખેલાડીઓને 14 દિવસો સુધી અલગ રાખવા તૈયાર છે. અધિકારીએ કહ્યું તે નવા દિશા-નિર્દેશો અનુસાર કેટલાંક દેશોમાંથી આવનારા ખેલાડીઓને પહેલા 14 દિવસ સુધી અલગ રાખવામાં આવશે અને જો 31 માર્ચ બાદ પણ તે યથાવત્ રહે છે તો અમારા માટે આ કોઈ મુદ્દો નથી. આવામાં જો ભારત સરકાર તરફથી મંજૂરી મળે છે તો વિદેશી ખેલાડીઓને વિઝા અપાય છે તો અમે તે ખેલાડીઓને પહેલા 14 દિવસો સુધી અલગ રાખવા માટે તૈયાર છે. 

IPLનું આયોજન મુશ્કેલ

જો કે આમ તો IPLનું આયોજન મુશ્કેલ નજરે પડી રહ્યું છે. હકીકતમાં કોરોના વાયરસ સતત વધી રહ્યો છે. ભારતમાં આ કારણથી ત્રણ લોકોના મોત થયા છે. જ્યારે દુનિયાભરમાં 7000થી વધુ લોકો આ મહામારીનો શિકાર થઈ ચૂક્યાં છે. આવામાં મુશ્કેલ છે કે ઈન્ડિય પ્રીમિયર લીગની 13મી સીઝનનું આયોજન થાય. 

 

સંકળાયેલા મુદ્દાઓ

Coronavirus Cricket Ipl 2020 Sports News કોરોના વાયરસ Cricket

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ