બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / coronavirus in india second wave of corona peak time

આફત / ચિંતાજનક રિપોર્ટ: આ મહિનામાં દરરોજ 4 લાખથી વધુ કેસ આવી શકે છે સામે, સરકારની ચિંતા વધશે

Kavan

Last Updated: 12:45 PM, 26 April 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દેશમાં કોરોના સંક્રમણના 3 લાખથી વધુ કેસ આવી રહ્યા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, દેશમાં કોરોના સંક્રમિતોનો આંકડો 1 કરોડ 73 લાખને પાર પહોંચ્યો છે ત્યારે આગામી મે મહિનો વધુ ગંભીર સાબિત થઇ શકે છે.

  • કોરોનાના વધી રહેલા કેસ વચ્ચે મોટા સમાચાર
  •  મે મહિનામાં કોરોનાના દરરોજ નોંધાઇ શકે 4 લાખથી વધુ કેસ 
  • રિપોર્ટમાં થયો ખુલાસો 

એક રિપોર્ટમાં ખુલાસો થયો છે કે, 2-3 અઠવાડિયા સુધી કોરોના સંક્રમણના મામલામાં ઘટાડો થવાના કોઇ જ સંકેત મળી રહ્યા નથી. IITના વૈજ્ઞાનિકોએ મેથમેટિકલ મોડલ દ્વાર દેશમાં મહામારીના સમય અને પીકની ફરીથી ભવિષ્યવાણી કરી છે. 

ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના રિપોર્ટમાં થયો ખુલાસો 

ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના એક રિપોર્ટ પ્રમાણે, 14-18 મે દરમિયાન દેશમાં એક્ટિવ કેસનો આંકડો 38-48 લાખ સુધી પહોંચી શકે છે. જ્યારે નવા મામલાઓનો પીક આગામી દિવસોમાં 4.4 લાખ પહોંચી શકે છે. રિપોર્ટ અનુસાર IIT-કાનપુરના મણીન્દ્ર અગ્રવાલે ટ્વીટ કર્યું છે. તેમણે લખ્યું કે, મેં પીક ટાઇમ માટે વેલ્યૂનું કેલ્ક્યુલેસન કરેલ છે. છેલ્લા ફેઝ સુધી સંક્રમણ સરહદની અંદર રહી શકે છે. 

એક્ટિવ કેસનો પીક ટાઇમ ક્યારે આવશે ? 

અગ્રવાલે દાવો કર્યો હતો કે સંક્રમણના કેસમાં સક્રિય કેસનો પીક ટાઇમ 14 થી 18 મે હોઈ શકે છે અને નવા કેસ માટેનો પીક ટાઇમ 4-8 મે હોઈ શકે છે. પીક એક્ટિવ કેસ 38થી 48 લાખ સુધી હોઈ શકે છે અને એક દિવસમાં વધુમાં વધુ 3.4 થી 4.4 લાખ નવા કેસ આવી શકે છે. '

દેશમાં ગત 24 કલાકમાં નોંધાયા 3 લાખથી વધુ કેસ 

દેશમાં કોરોનાના કહેરના કારણે રોજ નવો રેકોર્ડ નોધાય છે. વર્લ્ડોમીટરના જણાવ્યાનુસાર રવિવારે એક દિવસમાં કોરોનાનો રેકોર્ડ 3, 54, 531 નવા મામલા મળ્યા છે. આ કોઈ દેશમાં એક દિવસમાં મળનારા વિશ્વના સૌથી વધારે કેસ છે. આ દરમિયાન રેકોર્ડ બ્રેક 2806 લોકોના મોત થયા છે. આ સંખ્યા દેશમાં એક દિવસમાં મરનારાની સૌથી વધારે છે.

મૃતકોની સંખ્યા 1 લાખ 95 હજાર 116 પર પહોંચી ગઈ 

દેશમાં સતત છઠ્ઠા દિવસે 3 લાખથી વધારે કેસ આવ્યા છે.  આના કારણે કોરોનાના કુલ કેસની સંખ્યા વધીને 1 કરોડ 73 લાખ 4 હજાર 308 પર પહોંચી ગઈ છે.  જ્યારે મૃતકોની સંખ્યા 1 લાખ 95 હજાર 116 પર પહોંચી ગઈ છે. 

એક્ટિવ કેસની સંખ્યા વધીને 16. 2 ટકા થયા

સારવાર લઈ રહેલા દર્દીઓની સંખ્યા 28 લાખને પાર જતી રહી છે. દેશમાં કુલ સારવાર લઈ રહેલાની સંખ્યા 28 લાખ 7 હજાર 333 છે. જે સંક્રમણના કુલ મામલાના 16.2 ટકા છે.

સાજા થનારાનો દર 82.6 ટકા થયો છે

કોરોના સંક્રમિત લોકોના સ્વસ્થ થવાનો દર ઘટીને 82.6 ટકા રહી ગયો છે. આંકડાના જણાવ્યાનુસાર આ બિમારીથી સ્વસ્થ થનારા લોકોની સંખ્યા વધીને 
1,42,96,640 થઈ ગઈ છે.  રાષ્ટ્રીય સ્તર પર મૃત્યુ દર ઘટીને 1.13 ટકા થઈ ગયો છે.

મહારાષ્ટ્રમાં સ્થિતિ ચિંતાજનક 

રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 66,191 નવા કેસ નોંધાયા છે. આ સમયગાળા દરમિયાન 61,450 લોકો આ રોગમાંથી મુક્ત થયા છે. તે જ સમયે, મૃત્યુની સંખ્યા 832 રહી છે. રાજ્યમાં દરરોજ મૃતકોની સંખ્યા વધી રહી છે, જેના કારણે ચિંતા વધી છે. નવા કેસો પછી સક્રિય કેસની કુલ સંખ્યા વધીને 6,98,354 થઈ ગઈ છે. અત્યાર સુધીમાં 35,30,060 ઉપચાર કરવામાં આવ્યા છે. તે જ સમયે, મૃત્યુઆંકની કુલ સંખ્યા 64,760 પર પહોંચી ગઈ છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ