બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / coronavirus in Gujarat farmer loan add instalment duration said DYCM nitin patel
Gayatri
Last Updated: 04:15 PM, 1 April 2020
ADVERTISEMENT
શું કહ્યુ નીતિન પટેલે?
160 કરોડનો બોજો સરકાર માથે પડશે. આ લાભ 24 લાખ ખેડૂતોને મળશે. ડે. સીએમ નીતિન પટેલે ખેડૂતોને લઈને મહત્વની જાહેરાત કરતા કહ્યું હતું કે ખેડૂતોની ધિરાણ રકમ પરત કરવાની મર્યાદા 2 મહિના વધારવામાં આવે છે. 31 માર્ચ ધિરાણ પરત કરવાની છેલ્લી તારીખ હોય છે અને ત્યાર બાદ નવું ધિરાણ અપાતું હોય છે. આવામાં કોરોના મહામારીના સંકટને ધ્યાનમાં રાખતા ગુજરાત સરકારે 2 મહિનાની વયમર્યાદા વધારતા હવે 31 મે 2020 ધિરાણ પરત કરવાની તારીખ નક્કી કરી છે.
ADVERTISEMENT
2 મહિનાનું વ્યાજ પણ સરકાર ચુકવશે
જ્યારે આ ઉપરાંત ધિરાણ પર લાગતુ 7 ટકા વ્યાજ પણ સરકાર ભોગવશે તેમ કહ્યું હતું. આ જાહેરાતના પગલે 24 લાખ ખેડૂતોને લાભ મળશે જ્યારે સરકાર પર 160 કરોડનો બોજો પડશે. 2 મહિનાનું વ્યાજ સરકાર ચુકવશે.
આરોગ્ય કર્મીઓ માટે પણ કરી મહત્વની જાહેરાત
આરોગ્ય વિભાગના કર્મચારીઓને લઈને જાહેરાત કરવામાં આવી છે. તેમને પણ 2 મહિના માટે આરોગ્યકર્મીઓને એક્સ્ટેન્શન અપાયું છે. ખાનગી પ્રેકિટસ કરતા ડોક્ટર્સને સરકારમાં નિમણૂંક કરાશે. 11 મહિનાના કોન્ટ્રાક્ટ આધારિત નિમણૂંક કરાશે. નિવૃત થયેલા ડોક્ટર્સ અને નર્સ સેવામાં જોડાઇ શકે છે. મેડિકલ કોલેજમાં કરાર આધારે નિમણૂંક કરાશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.