બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / coronavirus affected Indian in China suffer from multiple organs fail

ભયજનક / ચીનમાં ભારતની પ્રીતી બની કોરોના વાયરસનો ભોગ, ભારતમાં હજુ નથી નોંધાયો એક પણ કેસ

Published By: Gayatri

Last Updated: 12:42 PM, 25 January 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ચીનમાં કામ કરી રહેલી ભારતીય મહિલા કોરોના વાયરસનો શિકાર બની છે. કોરોના વાયરસનો શિકાર થવાને કારણે પ્રીતી પર મલ્ટિપલ ઓર્ગન ફેઈલીયરનો ખતરો મંડરાઈ રહ્યો છે હાલ તે આ માટે સારવાર લઈ રહી છે પરંતુ આ સારવારમાં કરોડોનો ખર્ચ છે જે એકઠો કરવા હાલ તેનો ભારતમાં રહેલો પરિવાર પ્રયાસ કરી રહ્યો છે.

  • ગુજરાતમાં હજુ સુધી નથી નોંધાયો કોરોના વાયરસ
  • ચીનમાં શિક્ષિકા બની શિકાર
  • કિડનીથી લઈને મહત્વના ઓર્ગન ઉપર કોરોના કરે છે વાર

કોરોનાવાયરસનો ( Coronavirus )નો ફેલાવો વધી રહ્યાના સમાચાર વચ્ચે ભારત માટે રાહતના સમાચાર છે. હજી સુધી આ વાયરસે દેશમાં દસ્તક નથી દીધા. દેશમાં ચાર સંદિગ્ધોના સેમ્પલ નેગેટિવ આવ્યા છે. 

ભારતમાં નથી પ્રવેશ્યો વાયરસ

મુંબઈ, બેંગલુરુ અને હૈદરાબાદમાં કોરોના વાયરસના સંદિગ્ધ કેસ સામે આવ્યા હતા. જોકે, ચીનમાં કોરોનાવાયરસને કારણે અત્યારસુધી 41 લોકોનાં મોત થયા છે, જ્યારે 800 લોકો કોરોનાવાયરસની ઝપેટમાં આવી ગયા છે. 

ભારતીય પ્રીતી પણ કોરોનાનો શિકાર

આ દરમિયાન ચીનમાં કોરોનાવાયરસની ઝપેટમાં આવી ગયેલા એક ભારતીય નાગરિકના પરિવારે તેની સારવાર માટે પૈસા એકઠા કરવા માટે મદદનો હાથ લંબાવ્યો છે. પ્રીતિ મહેશ્વરીની સારવાર માટે તેના પરિવારને એક કરોડ રૂપિયાની જરૂર છે. પ્રીતિની હાલમાં ચીનમાં સારવાર ચાલી રહી છે.

ચીનમાં પ્રીતી કરે છે કામ 

પ્રીતી શેન્ઝેન ખાતે આવેલી ઇન્ટરનેશનલ સ્કૂલ ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલોજીમાં શિક્ષિકા છે. પ્રીતિ ચીનમાં ઝડપથી ફેલાઇ રહેલા કોરોનાવાયરસની ઝપેટમાં આવી ગઈ છે. જેના કારણે પ્રીતી ટાઇમ 1 રેસ્પિરેટરિ ફેઇલર, મલ્ટિપલ ઓર્ગન ડાયફંક્શન સિન્ડ્રોમ (MODS) અને સેપ્ટિક શોકનો શિકાર બની છે. શેન્ઝેન ખાતે આવેલી શેકૌ હોસ્પિટલ ખાતે પ્રીતીની સારવાર ચાલી રહી છે. હાલમાં પ્રીતીને વેન્ટિલેટર પર રાખવામાં આવી છે, તેમજ તેણીનું ડાયાલિસિસ કરવામાં આવી રહ્યું છે.

સંકળાયેલા મુદ્દાઓ

China Coronavirus multiple organs fail કોરોનાવાયરસ ચીન પ્રીતી ભારતીય Corona virus

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ