બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ગુજરાત / અમદાવાદ / Corona epidemic is declining in Gujarat. content zone has declined

સારા સમાચાર / ગુજરાતમાં કોરોનાની મહામારી ઓછી થઈ રહી હોવાના સંકેત જાણો કન્ટેંટમેન્ટ ઝોનમાં કેટલા ઘટાડો થયો

Kiran

Last Updated: 04:17 PM, 27 May 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શહેરમાં હાલ 5 માઈક્રો કન્ટેઈન્ટમેન્ટ ઝોન છે.જોકે હજુ પણ કોરોનાની ત્રીજી લહેરની શક્યતાઓ જોવા મળી રહી છે.

હવે દેશમાં કોરોનાની ત્રીજી લહેરને લઇ તૈયારી શરૂ કરી દેવામાં આવી છે કારણ કે હવે દેશમાં બાળકો પણ કોરોના સંક્રમણ ફેલાવી શકે છે.અને કોરોનાની ત્રીજી લહેર બાળકો માટે ઘાતક સાબિત થઇ છે.કેન્દ્ર સરકાર તરફથી આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે કોરોનાની ત્રીજી લહેરની ચર્ચાઓ ચાલી રહી છે. અને આ લહેર બાળકો માટે ઘણી જ ઘાતક સાબિત થઇ શકે છે.

રાજ્યમાં​ કન્ટેંટમેન્ટ ઝોનમાં કેટલા ઘટાડો

કેન્દ્રિય સ્વાસ્થ્ય મંત્રી ડોક્ટર હર્ષવર્ધને કહ્યું કે આવી કોઇ પણ સ્થિતિને પહોંચી વળવા માટે સ્વાસ્થ્ય સુવિધાને સતત સુધારવામાં આવી રહી છે. તેમજ લોકોને સાવચેત રહેવા જણાવ્યું છે દેશમાં પણ કોરોના કેસ સતત ઘટી રહ્યા છે સ્વાસ્થ્ય મંત્રાલયના અનુસાર, છેલ્લા 24 કલાકમાં 2 લાખ 11 હજાર 298 નવા કોરોનાના કેસ સામે આવ્યા છે અને 3 હજાર 847 લોકોના મોત થયા છે. જોકે 24 કલાકમાં 2 લાખ 83 હજાર 135 લોકો સાજા થયા છે.   

ગુજરાતમાં કોરોનાની મહામારી ઓછી થઈ

ગુજરાતમાં પણ કોરોનાની બીજી લહેર સતત ધીમી પડી રહી છે. રાજ્યમાં અત્યાર સુધી 7 લાખ 32 હજાર 748 લોકો ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યામાં પણ ઘટાડો આવ્યો છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 5 લાખ 5 હજાર 548 પર પહોંચ્યો છે. જેમાંથી 594 દર્દી વેન્ટિલેટર પર અને 5 લાખ 4 હજાર 954 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 91.82 ટકા સુધી આવી ગયો છે. કોરોના કેસ ઘટના માઈક્રો કન્ટેઈન્ટમેન્ટ ઝોનમાં ઘટાડો જોવા મળી રહ્યો છે, જે કોરોનાની બીજી લહેરમાં 300થી વધુ માઈક્રો કન્ટેઈન્ટમેન્ટ ઝોન હતા જેમાંથી હાલ શહેરમાં હાલ 5 માઈક્રો કન્ટેઈન્ટમેન્ટ ઝોન છે.જોકે હજુ પણ કોરોનાની ત્રીજી લહેરની શક્યતાઓ જોવા મળી રહી છે. કેન્દ્રિય સ્વાસ્થ્ય મંત્રાલયે લોકોને સતર્ક રહેવા જણાવ્યું છે.  
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ