બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / corona-cases-were-found-in-karnataka-more-than-22-thousand-patients-in-bengaluru-alone

કોવિડ 19 / મહારાષ્ટ્ર પછી દક્ષિણનું આ રાજ્ય વધારી રહ્યું છે મોદી સરકારનું 'ટેન્શન', આજે આવ્યા 39 હજારથી પણ વધુ કેસ

Nirav

Last Updated: 09:16 PM, 28 April 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કર્ણાટક રાજ્યમાં, છેલ્લા 24 કલાકમાં કોરોનાના રેકોર્ડબ્રેક 39047 નવા કેસ નોંધાયા છે, એકલા બેંગાલુરુમાં 22 હજારથી પણ વધુ કેસ સામે આવ્યા છે.

  • કોરોના કેસ વધતાં ચિંતા વધી
  • કર્ણાટકમાં અમલી છે 14 દિવસનું લોકડાઉન 
  • બેંગાલુરુમાં આજે નોંધાયા સર્વાધિક 22 હજારથી વધુ કેસ 

દક્ષિણ ભારતના એક મોટા રાજ્ય ગણાતા કર્ણાટકમાં આજે કોરોનાના 39047 નવા કેસ નોંધાયા છે. રાજધાની બેંગાલુરુ શહેર કોરોનાનો નવો ગઢ બની રહી છે, એકલા બેંગાલુરુમાં 22 હજારથી વધુ કેસ મળી આવ્યા છે. અત્યાર સુધીમાં અહીં કુલ 2,25,964 કોરોના કેસ નોંધાયા છે. આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ રાજ્યમાં કોરોના કુલ કેસની સંખ્યા 14.39 લાખને પાર પહોંચી ગઈ છે. અગાઉ, મંગળવારે કર્ણાટકમાં 31 હજારથી વધુ નવા કોરોના કેસ નોંધાયા છે. પ્રોટોકોલ. રાજ્યમાં હાલમાં કોરોના કેસને અંકુશમાં રાખવા માટે 14 દિવસના લોકડાઉનનો અમલ કરવામાં આવી રહ્યો છે.

કર્ણાટકમાં અમલી છે 14 દિવસનું લોકડાઉન 

મહત્વનું છે કે કર્ણાટકમાં કોરોનાને ડામવા માટે રાજ્ય સરકાર દ્વારા 14 દિવસના લોકડાઉનનું એલાન કરવામાં આવ્યું છે, મુખ્યમંત્રી યેદીયુરપ્પા પોતે બે વાર સંક્રમિત થઈ ચૂક્યા છે, આ દરમિયાન રાજ્ય સરકારના મહેસૂલ મંત્રી આર અશોક દ્વારા જાણકારી આપવામાં આવી હતી, કે બેંગાલુરુમાં 2000 થી 3000ની આસપાસ એવા સંક્રમિત લોકો છે, કે જેઓ ક્યાંક ચાલ્યા ગયા છે, તેઓ ઘરે નથી અને ફોન બંધ કરીને બેઠા છે, આ મામલે તેમણે કહ્યું કે પોલીસને આવા લોકોને શોધવાના આદેશ આપી દેવાયા છે. 

બીજી તરફ, ભારતમાં કોરોનાના વધતા જતા નવા કેસો પણ ચિંતાનું કારણ બની રહ્યા છે. બુધવાર સતત સાતમો દિવસ હતો જ્યારે કોરોનાના ત્રણ લાખથી વધુ નવા કેસ નોંધાયા હતા, અને આ સતત 11 મો દિવસ છે, જ્યારે દેશભરમાં કોરોના વાયરસ સંક્રમણના 2.5 લાખથી વધુ નવા કેસ સામે આવ્યા છે.

છેલ્લા 24 કલાક દરમિયાન દેશમાં 3.5 લાખથી વધુ કેસ નોંધાયા 

કેન્દ્રીય આરોગ્ય અને કુટુંબ કલ્યાણ મંત્રાલયે બુધવારે સવારે જારી કરેલા છેલ્લા આંકડા મુજબ, ભારતમાં છેલ્લા 24 કલાક દરમિયાન 3,60,960 નવા કોરોના કેસ નોંધાયા છે, જે અત્યાર સુધીમાં એક જ દિવસમાં નોંધાયેલા સૌથી વધુ કેસ છે. આની સાથે દેશમાં સંક્રમિત લોકોની કુલ સંખ્યા એક કરોડ 80 લાખની નજીક પહોંચી ગઈ છે. આની સાથે જ મોતનો આંકડો પણ સતત વધી જ રહ્યો છે, મહત્વનું છે કે છેલ્લા 24 કલાકમાં 3,293 લોકોએ જીવ ગુમાવ્યો હતો. આ સાથે, કુલ મોતની સંખ્યા વધીને 2,01,187 થઈ ગઈ છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ