બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ગુજરાત / અમદાવાદ / Controversy erupts over GLS college ragging case, the women activists of ABVP say this

અમદાવાદ / 'જીગ્નેશ મેવાણીના દબાણને વશ થયા વગર તપાસ કરો', જાણો ABVPની મહિલા કાર્યકરોએ શા માટે આવું કહ્યું...

Kiran

Last Updated: 05:16 PM, 3 January 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદની GLS કોલેજ બહાર થયેલા કથિત રેગિંગ મુદ્દે નવરંગપુરા પોલીસ મથકે કોંગ્રેસના યુવા કાર્યકરોએ હોબાળો મચાવ્યો તો ABVPની મહિલા કાર્યકરોએ ABVP દ્વારા વિદ્યાર્થીનું રેગિંગ થયું ન હોવાનો દાવો કર્યો હતો.

  • GLS કોલેજ રેગિંગ મામલે વિવાદ વકર્યો
  • રેગિંગ મામલે નિષ્પક્ષ તપાસની કરી માંગણી
  • ABVPએ વિદ્યાર્થીનું રેગિંગ થયું ન હોવાનો કર્યો દાવો

અમદાવાદની GLS કોલેજમાં રેરિંગ મામલે વિવાદ વકર્યો છે. આ મામલે NSUIની વિધાર્થી પાંખ તેમજ વડગામ ધારાસભ્ય જીગ્નેશ મેવાણી નવરંગપુરા પોલીસ મથક પહોંચ્યા હતા જ્યાં પોલીસ સ્ટેશનમાં ડીસીપી ઝોન 1 ને મળી આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. અને હલ્લાબોલ કરવામાં આવ્યો હતો. 

રેગિંગ મામલે નિષ્પક્ષ તપાસની કરી માંગણી

જ્યારે ABVPની મહિલા કાર્યકરો પણ પોલીસ મથક પહોંચી હતી અને પોલીસ કમિશનરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી કે રેગિંગ મામલે નિષ્પક્ષ તપાસ થવી જોઈએ જીગ્નેશ મેવાણીના દબાણને વશ થયા વગર તપાસ કરવામાં આવે. ABVPની મહિલા કાર્યકરોએ મેવાણી પર જાતિય રંગ આપવાનો આક્ષેપ કરતા કહ્યું કે મેવાણી રાજકીય સ્ટંટબાજી કરીને ફરિયાદ નોંધવાનું દબાણ કરી રહ્યા છે. મહિલાઓએ એમ પણ જણાવ્યું કે છેડતી કરનાર કોઈ પણ જાતિનો હોય તપાસ થવી જોઈએ 

ABVPએ વિદ્યાર્થીનું રેગીંગ થયું ન હોવાનો કર્યો દાવો

બીજી તરફ સમગ્ર મામલે પોલીસ અધિકારીનું કહેવું છે કે, પીડિત યુવકની કોલેજમાંથી રેગિંગની કોઈ ફરિયાદ નથી આવી. યુવકની સામે એક યુવતીએ 323ની ફરિયાદ કરી હતી જે મુજબ તેની સામે કાર્યવાહી કરી છે. કોલેજ પાસેથી અમે રિપોર્ટ માગ્યો છે જેના આધારે આગળની કાર્યવાહી થશે. આપને જણાવી દઈએ કે અમદાવાદની GLS યુનિવર્સિટીમાં ABVP ના કાર્યકર્તાઓ દ્વારા રેગિંગ કરવાનો આક્ષેપ લગાવવામાં આવ્યો હતો. જેમાં વિદ્યાર્થીઓને ખેસ પહેરાવીને જય શ્રીરામ બોલવા મજબૂર કરવામાં આવ્યા હતા. આ સમગ્ર ઘટનાનો વીડિયો વાયરલ થતા વિવાદ સર્જાયો હતો જે બાદ વિવાદ વધુ વકર્યો છે.

GLS કોલેજમાં વિદ્યાર્થીનું ABVP એ રેગિંગ કર્યાનો છે આક્ષેપ

મહત્વનું છે કે અમદાવાદની GLS કોલેજ બહાર થયેલા કથિત રેગિંગકાંડ મુદ્દે નવરંગપુરા પોલીસ મથકે કોંગ્રેસના યુવા કાર્યકરોએ હોબાળો મચાવ્યો. જેમાં વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવણીએ પણ હલ્લાબોલ કરી હતી, જો કે કથિત રીતે રેગિંગ કરનાર આરોપી સામે જ ફરિયાદ નોંધાવાને બદલે ભોગ બનવાર યુવકને જ આરોપી બનાવી દેવામાં આવ્યો છે. આ મામલે જીજ્ઞેશ મેવાણીએ આરોપ લગાવ્યો કે, પોલીસે આરોપી વિરુદ્ધ એટ્રોસિટી એક્ટ મુજબ ફરિયાદ નોંધાવની જગ્યાએ ભોગ બનનારા યુવક વિરુદ્ધ જ ફરિયાદ નોંધી છે સાથે જ ચીમકી ઉચ્ચારી છે કે જો પોલીસ આરોપી વિરુદ્ધ ફરિયાદ નહીં નોંધે તો રસ્તા પર ઉતરીશું. જીગ્નેશ મેવાણી અને NSUI વિદ્યાર્થી પાંખ દ્વારા આવતીકાલે પોલીસ કમિશ્નરનાં ઘરે અથવા ઓફિસ પર આશ્ચર્યજનક કાર્યક્રમ યોજવામાં આવશે એવું જીગ્નેશ મેવાણી એ જાહેરમાં જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, વિદ્યાર્થીનાં રેગીંગનો આ મુદ્દો ધીરે ધીરે રાજકીય રંગ લઈ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ