ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / લવજેહાદ પર રિલીઝ ફિલ્મ 'બેહદ' સામે મુસ્લિમ સમાજમાં આક્રોશ, ઈમ્તિયાઝ પઠાણે કહ્યું- 'આવી ફિલ્મો ખતરા સમાન'

મનોરંજન / લવજેહાદ પર રિલીઝ ફિલ્મ 'બેહદ' સામે મુસ્લિમ સમાજમાં આક્રોશ, ઈમ્તિયાઝ પઠાણે કહ્યું- 'આવી ફિલ્મો ખતરા સમાન'

Published By: Pravin Joshi

Last Updated: 06:04 PM, 21 February 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

લવ જેહાદ મુદ્દે બનેલી ‘બેહદ’ ફિલ્મ સામે મુસ્લિમ સમાજના કેટલાક આગેવાનો દ્વારા વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો છે. ફિલ્મથી લાગણી દુભાઈ હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે, જ્યારે પ્રોડ્યુસર ફિલ્મને જાગૃતિ માટે બનાવાઈ હોવાનું કહે છે.

ADVERTISEMENT

લવ જેહાદના મુદ્દા પર આધારિત ફિલ્મ ‘બેહદ’ રિલીઝ થયા બાદ કેટલાક વિસ્તારોમાં વિરોધની લહેર જોવા મળી રહી છે. ફિલ્મ ખાસ એક સમાજને નિશાન બનાવી રજૂ કરવામાં આવી હોવાનું કહી મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા છે.

મુસ્લિમ એકતા મંચના પ્રમુખ ઇમ્તિયાઝ પઠાણે જાહેરમાં ફિલ્મ સામે વાંધો ઉઠાવતા જણાવ્યું કે આવી ફિલ્મો સમાજમાં દ્વેષ અને ગેરસમજ ફેલાવવાનો ખતરો ઉભો કરે છે. તેમના જણાવ્યા મુજબ ફિલ્મના પ્રસ્તુતીકરણથી મુસ્લિમ સમુદાયની લાગણીઓને ઠેસ પહોંચી છે. તેમણે સરકારને માંગ કરી છે કે આવા વિષયો પર આધારિત ફિલ્મો બનાવતી વખતે સામાજિક સંવેદનશીલતાનો વિચાર કરવો જોઈએ.

બીજી તરફ ફિલ્મના પ્રોડ્યુસરનો દાવો છે કે ‘બેહદ’ કોઈ ખાસ સમાજને ટાર્ગેટ કરતી નથી પરંતુ લવ જેહાદ જેવી સંવેદનશીલ બાબતે લોકોને જાગૃત કરવાનો પ્રયાસ છે. તેમના અનુસાર ફિલ્મમાં રજૂ થયેલી કહાની સમાજમાં બનતી કેટલીક ઘટનાઓ પરથી પ્રેરિત છે અને તેનું હેતુ માત્ર ચર્ચા ઉભી કરવાનો છે.

આ પણ વાંચોઃ વારાણસીમાં 'શ્રી રામ' બનશે મહેશ બાબુ, વાયરલ થયો લુક, હાથમાં જોવા મળ્યું ધનુષ

આ મુદ્દે રાજકીય અને સામાજિક સ્તરે ચર્ચા તેજ બની છે. લવ જેહાદને લઈને સરકાર પણ સક્રિય હોવાનું જણાઈ રહ્યું છે અને સંબંધિત કાયદાકીય બાબતો પર કાર્યવાહી ચાલી રહી છે. ફિલ્મને લઈને એક તરફ સમર્થન તો બીજી તરફ વિરોધના સ્વર ઉઠતા ચર્ચાનો માહોલ ગરમાયો છે. સમાજમાં શાંતિ અને સૌહાર્દ જળવાઈ રહે તે માટે બંને પક્ષોને સંવાદ દ્વારા ઉકેલ લાવવાની જરૂરિયાત નિષ્ણાતો વ્યક્ત કરી રહ્યા છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

BehadFilm FilmControversy LoveJihadDebate

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ