બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / વારાણસીમાં 'શ્રી રામ' બનશે મહેશ બાબુ, વાયરલ થયો લુક, હાથમાં જોવા મળ્યું ધનુષ

મનોરંજન / વારાણસીમાં 'શ્રી રામ' બનશે મહેશ બાબુ, વાયરલ થયો લુક, હાથમાં જોવા મળ્યું ધનુષ

Nirav Kumar

Last Updated: 11:29 PM, 20 February 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એસએસ રાજામૌલી અને મહેશ બાબુની અપકમિંગ મુવી વારાણસી ફરીથી ચર્ચામાં આવી છે. કેમ કે માહિતી સામે આવી છે કે, આ ફિલ્મમાં મહેશ બાબુ 'શ્રી રામ'ના રોલમાં જોવા મળશે.

સાઉથના સુપરસ્ટાર મહેશ બાબુ અને દિગ્ગ્જ ડાયરેક્ટર એસએસ રાજામૌલી તેમની આગામી ફિલ્મ 'વારાણસી' માટે ખૂબ જ ચર્ચામાં છે. ઘણા સમયથી એવી અટકળો ચાલી રહી છે કે મહેશ બાબુ ફિલ્મમાં ભગવાન રામનો રોલ કરશે. હવે આ ફિલ્મને લગતું એક પોસ્ટર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે. એસએસ રાજામૌલીએ પોતે એક ઇન્ટરવ્યુમાં પુષ્ટિ આપી હતી કે ફિલ્મમાં મહેશ બાબુ રામ તરીકે જોવા મળશે. ફેન્સ તેમના લુકની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. હવે એવું લાગે છે કે રાહ પૂરી થઈ ગઈ છે.

આંધ્રપ્રદેશના ગુંટુરમાં મૈત્રી સિનેમામાં ફિલ્મનું ડિજિટલ પોસ્ટર અનાવરણ કરવામાં આવ્યું હતું અને તે ઝડપથી સોશિયલ મીડિયા પર વાયરલ થયું હતું. પોસ્ટરમાં મહેશ બાબુનો "શ્રી રામ" અવતાર જોઈને ફેન્સ રોમાંચિત છે. ગુંટુરના એક થિયેટરમાં ડિસ્પ્લે થયેલા આ ડિજિટલ હોર્ડિંગે બધાને સ્તબ્ધ કરી દીધા છે.

આ પોસ્ટરમાં મહેશ બાબુ ભગવાન રામના પોશાક પહેરેલા ધનુષ્ય પકડીને સમુદ્ર તરફ જોતા જોવા મળે છે. પોસ્ટરમાં લખ્યું હતું કે, "મહેશ બાબુ શ્રી રામ તરીકે." ફિલ્મના મેકર્સે સોશિયલ મીડિયા કે અન્ય પ્લેટફોર્મ પર પોસ્ટર સત્તાવાર રીતે રિલીઝ કર્યું નથી પરંતુ થિયેટરોમાં તેનું ડિજિટલ રિલીઝ પુષ્ટિ કરે છે કે ફિલ્મમાં મહેશ બાબુનો લુક કેટલો રોયલ હશે.

ફિલ્મના લોન્ચિંગ ઇવેન્ટ દરમિયાન રાજામૌલીએ એક રસપ્રદ કિસ્સો શેર કર્યો. તેમને ખુલાસો કર્યો કે મહેશ બાબુએ ફિલ્મ માટે રામાયણ સંબંધિત એક ખાસ ભાગ 60 દિવસ સુધી શૂટ કર્યો હતો. રાજામૌલીના જણાવ્યા અનુસાર "જે દિવસે મહેશ પહેલી વાર ભગવાન રામના ગેટઅપમાં ફોટોશૂટ માટે આવ્યો હતો ત્યારે મારા ચહેરા પર રોષ છવાઈ ગયો. મહેશમાં ભગવાન કૃષ્ણનું આકર્ષણ છે પણ ભગવાન રામની ગહેરાઈ અને શાંતિ પણ છે. હું તેના લુકથી એટલો મંત્રમુગ્ધ થઈ ગયો કે મેં તે ફોટો મારા ફોનના વોલપેપર તરીકે સેટ કર્યો જોકે પછીથી ગોપનીયતાના કારણોસર મારે તેને ડિલીટ કરવો પડ્યો. હતો"

vtv app promotion

એક જગ્યાએ મહેશ બાબુએ જણાવ્યું હતું કે, ભગવાન રામનો રોલ કરવા માટે રાજામૌલીએ તેમની પાસેથી સંપૂર્ણ એક્ટિંગ સ્કિલની માંગ કરી હતી. અભિનેતાએ તેમના પોસ્ચર, મુવમન્ટ અને દરેક નાની ડીટેલને સંપૂર્ણ બનાવવા માટે ટ્રેનિંગ શેડ્યૂલમાંથી પસાર થયો હતો. તેને કેરળની એક પ્રાચીન માર્શલ આર્ટ, કલારી પણ ત્રણ મહિના સુધી શીખી હતી.

વધુ વાંચો : કૃતિકા કમરા -ગૌરવ કપૂર ઘરમાં જ કરશે લગ્ન, રિસેપ્શનમાં આવશે ક્રિકેટ તથા એન્ટરટેન્મેન્ટ ઇન્ડસ્ટ્રીના સેલેબ્સ

  • ફિલ્મ ક્યારે થશે રિલીઝ ?

એસએસ રાજામૌલીની "વારાણસી" એક ગ્લોબલ એડવેન્ચર ફિલ્મ છે જે કોઈ એક કાળખન્ડ સુધી મર્યાદિત નથી, પરંતુ વિવિધ સમય અને ખંડોની સ્ટોરીઓને સમાવે છે. આ ફિલ્મમાં મજબૂત સ્ટાર કાસ્ટ છે. ગ્લોબલ સ્ટાર્સ પ્રિયંકા ચોપરા અને પૃથ્વીરાજ સુકુમારન પણ મહેશ બાબુ સાથે લીડ રોલમાં જોવા મળશે. આ ફિલ્મ 7 એપ્રિલ, 2027 ના રોજ રિલીઝ થશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Varanasi SS Rajamouli Mahesh Babu
Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ