ન્યૂઝ અપડેટ્સ
VTV / મનોરંજન / બોલિવૂડ / કૃતિકા કમરા -ગૌરવ કપૂર ઘરમાં જ કરશે લગ્ન, રિસેપ્શનમાં આવશે ક્રિકેટ તથા એન્ટરટેન્મેન્ટ ઇન્ડસ્ટ્રીના સેલેબ્સ
Last Updated: 04:40 PM, 20 February 2026
ADVERTISEMENT
કૃતિકા કામરા અને ગૌરવ કપૂરના લગ્નની તારીખ હવે જાહેર થઈ ગઈ છે. આ દંપતી 11 માર્ચે મુંબઈમાં ગૌરવના ઘરે એક ખાનગી સમારોહમાં તેમના રજીસ્ટર મેરેજ કરશે. ત્યારબાદ 12 માર્ચે એક ભવ્ય ઉજવણી થશે. આ રિસેપ્શનમાં તેમના પરિવાર અને નજીકના મિત્રો હાજરી આપશે. જેમ જેમ લગ્નનો દિવસ નજીક આવે છે, કૃતિકા અને ગૌરવ તેમના પ્રોફેશનલ કમિટમેન્ટ્સ પૂર્ણ કરે છે. જેથી તેઓ લગ્નની તૈયારીઓ પર સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરી શકે.
ADVERTISEMENT
લગ્નના બીજા દિવસે, 12 માર્ચ, 2026 ના રોજ, કૃતિકા અને ગૌરવ એક ખાસ સમારોહનું આયોજન કરશે. પરંપરાગત ભવ્ય અને ગ્રેન્ડ લેવલના લગ્નને ટાળી, આ દંપતીએ આ પ્રસંગને વધુ વ્યક્તિગત અને ભાવનાત્મક રાખવાનું નક્કી કર્યું છે.આ સાંજ એક સરળ અને લગ્ઝરી અંદાજ હશે, જેમાં પરિવાર, નજીકના મિત્રો અને ક્રિકેટ અને ફિલ્મ જગતના તેમના સાથીદારો હાજરી આપશે.
ADVERTISEMENT
કપલે નજીકના એક સૂત્રએ જણાવ્યું કે, "કૃતિકા અને ગૌરવ ઇચ્છતા હતા કે તેમના લગ્ન દેખાડા કરતાં પ્રમાણિક અને હૃદયસ્પર્શી હોય. તેઓ પરંપરાઓનો આદર કરે છે, પરંતુ સાથે જ ઇચ્છતા હતા કે ઉજવણી તેમના સાચા સ્વભાવ - સાદગી, આત્મીયતા અને પ્રિયજનો વચ્ચેની ખુશી સાથે માણીએ. 12 માર્ચે મુંબઈમાં પાર્ટીનું આયોજન ખૂબ જ વિચારીને પ્લાન કરવામાં આવી રહ્યું છે, જેમાં તેણે ક્લાસિક અને અર્થપૂર્ણ અંદાજે સુંદર રીતે બતાવશે.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ વિક્રમ ભટ્ટને મળી મોટી રાહત, ફ્રોડના મામલામાં SC તરફથી જામીન
મીડિયા રિપોર્ટ અનુસાર, કૃતિકા અને ગૌરવ 12 માર્ચે પાર્ટીનો ઇન્જોય કરશે, પરંતુ કોઈપણ દેખાડો ટાળશે. ત્યારબાદ એક ગ્રેન્ડ બોલીવુડ પાર્ટીનું આયોજન કરવામાં આવશે જેમાં તેમના પરિવાર, નજીકના મિત્રો અને ક્રિકેટ અને ફિલ્મ ઉદ્યોગના લોકો સામેલ થશે. આ ઉજવણીનું મુખ્ય આકર્ષણ મુંબઈવાળી પાર્ટી હશે, જે સોફિસ્ટિકેસન અને મોડર્ન સ્ટાઇલનું મિક્સચર હશે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો