ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / વિક્રમ ભટ્ટને મળી મોટી રાહત, ફ્રોડના મામલામાં SC તરફથી જામીન

મનોરંજન / વિક્રમ ભટ્ટને મળી મોટી રાહત, ફ્રોડના મામલામાં SC તરફથી જામીન

Published By: Nirav Kumar

Last Updated: 01:42 AM, 20 February 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વિક્રમ ભટ્ટને એક ફ્રોડ કેસમા જામીન મળ્યા છે. તેઓ આ કેસમાં અનેક દિવસોથી જેલમાં હતા. તેમની પર બાયોપિક પ્રોજેક્ટ સાથે સંબંધિત કરોડો રૂપિયાના ફ્રોડનો આરોપ હતો.

ADVERTISEMENT

વિક્રમ ભટ્ટ થોડા અઠવાડિયા જેલમાં રહ્યા બાદ અને તેમની પત્ની શ્વેતાંબરીને હવે સુપ્રીમ કોર્ટે જામીન આપ્યા છે. તેઓ અનેક દિવસોથી જેલમાં હતા. તેમના પર બાયોપિક પ્રોજેક્ટ સાથે સંબંધિત કરોડો રૂપિયાની ફ્રોડનો આરોપ હતો. ગયા વર્ષે ડિસેમ્બરમાં રાજસ્થાન પોલીસે તેમની ધરપકડ કરી હતી અને જોધપુર સેન્ટ્રલ જેલમાં બંધ કરવામાં આવ્યા હતા.

  • ફરિયાદ કોણે કરી હતી?

અજય મુરડિયા દ્વારા આ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. જેમને આરોપ લગાવ્યો હતો કે તેમને તેમની સ્વર્ગસ્થ પત્ની ઇન્દિરા પરની બાયોપિકમાં 30 કરોડ રૂપિયાથી વધુનું રોકાણ કરવાનું કહેવામાં આવ્યું હતું. જે ક્યારેય પૂર્ણ થયું ન હતું. અજય ઇન્દિરા IVFના સ્થાપક છે.

  • બંનેના વકીલોએ શું કહ્યું?

આ કેસની સુનાવણી દરમિયાન સિદ્ધાર્થ દવે ભટ્ટનું પ્રતિનિધિત્વ કર્યું. જ્યારે વરિષ્ઠ વકીલ વિકાસ સિંહ અજય મુરડિયાનું પ્રતિનિધિત્વ કર્યું. વિકાસે કોર્ટને જણાવ્યું કે જોકે તેમને મધ્યસ્થી માટે જામીનનો વિરોધ કર્યો ન હતો. પરંતુ મુંબઈમાં એક અલગ ફ્રોડના કેસમાં વિક્રમ ભટ્ટ સામે બીજી FIR દાખલ કરવામાં આવી છે.

vtv app promotion

વિકાસે એમ પણ જણાવ્યું કે, "તેમની કંપની મુશ્કેલીમાં છે અને તે તેની ભૂતકાળની પ્રતિષ્ઠાના આધારે પૈસા માંગી રહ્યો છે. લોકો પૈસા ચૂકવી રહ્યા છે અને તે તેની કંપની માટે પૈસા વાપરી રહ્યો છે."

  • વિક્રમના વકીલે શું કહ્યું?

આ આરોપ અંગે દવેએ કહ્યું કે, વિક્રમ તેના પ્રોજેક્ટ્સ પૂર્ણ કરવા માટે ફંડનો ઉપયોગ કરી રહ્યો છે. તે જણાવે છે કે તેની પાસે ચાર ફિલ્મો માટે કરાર છે જેમાંથી બે પૂરી થઈ ગઈ છે જ્યારે ત્રીજી 70 ટકા પૂરી થઈ ગઈ છે. દવેએ કોર્ટને જણાવ્યું હતું કે, જો ભટ્ટ કસ્ટડીમાં રહેશે તો તે તેના પ્રોજેક્ટ્સ પુરા કરી શકશે નહીં. વિક્રમ અને શ્વેતાંબરી ભટ્ટને જામીન પર મુક્ત કરવામાં આવ્યા છે. પરંતુ કેસ ન્યાયિક તપાસ હેઠળ છે કેમ કે બંને પક્ષો આગામી અઠવાડિયામાં મધ્યસ્થીઓ સમક્ષ હાજર થવાની તૈયારી કરી રહ્યા છે.

વધુ વાંચો : જેલમાંથી બહાર આવ્યા પછી રાજપાલ યાદવે કરી પહેલી ઈમોશનલ પોસ્ટ, હાથ જોડીને કહ્યું...

  • વિક્રમ ભટ્ટની પ્રોફેશનલ લાઈફ

 વિક્રમ ભટ્ટ છેલ્લે ફિલ્મ હોન્ટેડ 3D: ધ ઘોસ્ટ ઓફ ધ પાસ્ટમાં ડાયરેક્ટર તરીકે જોવા મળ્યા હતા. લેખક તરીકેની તેમની છેલ્લી ફિલ્મ ઘોસ્ટ હતી. જે 2019 માં રિલીઝ થઈ હતી. આ એક્ટર તરીકેની તેમની પહેલી ફિલ્મ પણ હતી. મેકર તરીકેની તેમની છેલ્લી ફિલ્મ 1920 ની ફિલ્મ હોરર્સ ઓફ ધ હાર્ટ હતી. વિક્રમ મલ્ટી ટેલેન્ટેડ છે. તે માત્ર ડાયરેક્ટર , મેકર અને લેખક જ નહીં પણ એક અભિનેતા પણ છે. તેમની એક્ટિંગની ઘણા લોકો દ્વારા પ્રશંસા પણ કરવામાં આવી છે. વિક્રમે પોતાના કરિયરમાં ઘણી બ્લેક સ્ટોરીવાળી ફિલ્મોમાં કામ કર્યું છે. 

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Granted Bail Vikram Bhatt Fraud Case

Published by

Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ