બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / controversial internet sensation hindustani bhau vikas pathak makes wild card entry in bgg boss
ADVERTISEMENT
પોતાને દેશભક્ત બતાવે છે હિન્દુસ્તાની ભાઉ
હિન્દુસ્તાની ભાઉ ઈન્ટરનેટ પર ઘણા લોકો વિરુદ્ધ દેશની ભક્તિના નામે ગાળો દેતો વિડીયો બનાવી વાયરલ કરે છે. વિકાસ પાઠક આ શોમાં તીખા તેવર દેખાડતો નજરે ચડે તો નવાઈની વાત નથી
ADVERTISEMENT
કોણ છે હિન્દુસાતની ભાઉ
હિન્દુસ્તાની ભાઉનું અસલી નામ વિકાસ જયરામ પાઠક છે. ભારતના પોપ્યુલર યુટ્યુબર છે. જો કોન્ટેન્ટ ભડકાઉ હોય અને વિવાદિત હોય તો સોશિયલ મીડિયામાં કોઈને પણ પોપ્યુલર બનાવી શકે છે. આ જ રીતે હિન્દુસ્તાની ભાઉ પણ દેશભરમાં સોશિયલ મીડિયામાં ખુબ પોપ્યુલર બની ગયો છે.
ADVERTISEMENT
લોકોને આપે છે બીભત્સ ગાળો
યુટ્યુબ અને અન્ય સોશિયલ મીદુયા પ્લેટફોર્મ પર હિન્દુસ્તાની ભાઉ વિડીયો પોસ્ટ કરીને લોકોને બીભત્સ ગાળો આપે છે અને જોતજોતામાં આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ જાય છે. મોટે ભાગે તે ભારત અને પાકિસ્તાન મુદ્દા પર ભડકાઉ નિવેદનો કરીને સોશિયલ મીડિયામાં વાયરલ થઇ જાય છે. રાષ્ટ્રભક્તિના નામે તે પોતાની દુકાન આમ જ ચલાવે છે અને પોતાને કટ્ટર દેશભક્ત ગણાવે છે.
ADVERTISEMENT
જો તમે એક વાર હિન્દુસ્તાની ભાઉનો વિડીયો જુઓ તો તે તમને હચમચાવી મુકશે.જે કોઈ પણ વ્યક્તિ ગાળો બોલવા ટેવાયેલો નથી તે હિન્દુસ્તાની ભાઉના વિડીયો જોઇને અચંભામાં મુકાઈ શકે છે. તે અમર્યાદિત ભાષાનો ઉપયોગ કરી લોકોને ભદ્દી ગાળો આપે છે.
સોશિયલ મીડિયામાં ટ્રોલ થયું બીગ બોસ
ADVERTISEMENT
ઘણા લોકો આવા બીભત્સ વિડીયોને પણ એન્જોય કરે છે. એવામાં જ્યારે તે બીગ બોસમાં એન્ટ્રી મી રહ્યો છે ત્યારે સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બની ગયો છે. ટ્રોલર્સ બીગ બોસના મેકર્સ પર સવાલ ઉઠાવી રહ્યા છે. લોકોનું કહેવું છે કે હિન્દુસ્તાની ભાઉને શોમાં લાઈને શો વિવાદોમાં તો રહી શકશે પરંતુ શોની વેલ્યુ જરૂર ઘટી જવાની છે.
ADVERTISEMENT
લાંબા સંઘર્ષ બાદ હિન્દુસ્તાની ભાઉ પાસે પોતાનો બંગલો અને ગાડી
હિન્દુસ્તાની ભાઉનો ફેમસ ડાયલોગ છે પહેલી ફુરસત મેં નિકલ. મહારાષ્ટ્રમાં જન્મેલા હિન્દુસ્તાની ભાઉએ આર્થિક તંગીના કારણે સાતમાં ધોરણ પછી શિક્ષણ છોડી દીધું હતું. તેણે ઘરખર્ચ માટે લોકોના ઘરે કચરા-પોતું અને વાસણ ઘસવાનું કામ કરેલું છે અને સાડીની દુકાન તથા ગેરેજમાં પણ નોકરી કરી ચુકેલો છે.
લાંબા સંઘર્ષ બાદ હિન્દુસ્તાની ભાઉ પાસે પોતાનો બંગલો, ગાડી અને ઘણી પ્રોપર્ટી પણ છે. તે સંજય દત્તનો ખુબ મોટો ફેન છે. ટેટૂના શોખીન હિન્દુસ્તાની ભાઉએ પોતાના હાથ પર પોતાના પર છોકરાના નામનું ટેટૂ બનાવેલું છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.