બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / આરોગ્ય / constipation eat these things to get rid of constipation gut health constipation

Health Tips / વર્ષોથી હશે કબજિયાતની સમસ્યા તો પણ આ રીતે મળશે હંમેશા માટેનો છૂટકારો, દવાની પણ નહીં પડે જરૂર

Premal

Last Updated: 12:38 PM, 17 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કબજીયાત એક સામાન્ય સમસ્યા છે, જેમાં વ્યક્તિ મળ ત્યાગ કરી શકતો નથી એટલેકે તેનુ આખુ પેટ સંપૂર્ણપણે સાફ થતુ નથી. ખોટી ખાનપાન અને ખરાબ જીવનશૈલીના કારણે વારંવાર લોકોને આ મુશ્કેલી થાય છે. પરંતુ જો વ્યક્તિને લાંબા સમય સુધી કબજીયાત રહે તો આ ખતરનાક થઇ શકે છે અને ઘણી ગંભીર બિમારીઓનુ કારણ બની શકે છે.

  • કબજીયાતમાંથી છૂટકારો અપાવશે આ આહાર
  • લાંબા સમયથી કબજીયાત રહેતી હોય તો અપનાવો આ ઉપાય
  • નહીંતર ગંભીર બિમારીઓનો થશો શિકાર

કબજીયાતને દૂર કરવા આ ખાદ્ય પદાર્થોનુ કરો સેવન 

જો કોઈ વ્યક્તિ અઠવાડિયામાં ત્રણથી વધુ વખત મળ ત્યાગ કરી શકતો નથી તો તેનુ આખુ પેટ સાફ થતુ નથી. એટલેકે તે કબજીયાતની બિમારીથી પીડિત છે. કબજીયાત જેમ-જેમ જૂની થતી જાય છે, તેના કારણે વ્યક્તિને પેટમાં દુ:ખાવો, ગેસ અને પાચન તંત્રમાં ગડબડ જેવી અનેક પરેશાનીઓ થાય છે. આવી સ્થિતિમાં તેનાથી છૂટકારો મેળવવો ખૂબ જરૂરી છે. કબજીયાતના ઘણા કારણો હોઇ શકે છે, જેમાં ડિહાઈડ્રેશન, ફાઈબરવાળા ભોજનનુ ઓછુ સેવન, શારીરીક ગતિવિધિની કમી, અમુક પ્રકારની દવાઓ, પાચનમાં ગડબડ અને આંતરડાના બેક્ટેરિયામાં અસંતુલન વગેરેનો સમાવેશ થાય છે. તેથી અમે અહીં કબજીયાતને દૂર કરવા માટે કેટલાંક ખાદ્ય પદાર્થોનુ સુચન આપી રહ્યાં છે, જેનુ સેવન તમારા મળને નરમ કરવામાં મદદ કરી શકે છે અને તમને કબજીયાતમાંથી છૂટકારો અપાવી શકે છે. 

કબજીયાતને દૂર કરવા માટે ફાયદાકારક છે સફરજન 

દરરોજ એક સફરજન ખાવાથી તમને કબજીયાતમાંથી રાહત મળી શકે છે. કારણકે સફરજન અને ખાસ કરીને તેની છાલમાં ઘણુ વધારે ફાઈબર હોય છે. સફરજનની છાલમાં ઘુલનશીલ અને અઘુલનશીલ ફાઈબર બંનેનો સારો સ્ત્રોત છે, જે તમારા મળને નરમ કરવામાં સહાયતા કરે છે, જેનાથી મળ પાસ થવો સરળ થાય છે. આ ઉપરાંત સફરજન તમારા હેલ્થ માટે ખૂબ સારું છે.

સૂકી રાસબરી કરે છે પેટ સાફ 

જો તમે દરરોજ કબજીયાતથી ઝઝૂમી રહ્યાં છો તો તમારે સૂકી રાસબરીનુ સેવન કરવુ જોઈએ. જેના માટે બે થી ત્રણ સુકી રાસબરી આખી રાત પાણીમાં પલાળી દો અને સવારે ભૂખ્યા પેટે તેનુ સેવન કરો. જેના સેવનથી તમને કબજીયાતમાં છૂટકારો મળી શકે છે, કારણકે તેમાં અઘુલનશીલ ફાઈબર, સોર્બિટોલ અને ક્લોરોજેનિક એસિડ હોય છે, જે જુલાબની જેમ પ્રભાવી થાય છે. તમે તેને જ્યુસરૂપે પણ લઇ શકો છો. 

ડાયટમાં એડ કરો હેલ્ધી ફેટવાળા ફૂડ્સ 

હેલ્ધી મોનોસેચ્યુરેટેડ અને પૉલીઅનસેચુરેટેડ ફેટયુક્ત ખાદ્ય પદાર્થથી તમે કબજીયાતની સમસ્યાને દૂર કરી શકો છો. હેલ્ધી મોનોસેચુરેટેડ અને પૉલીઅનસેચુરેટેડ ફેટનો અર્થ ખાવામાં ઑલિવ ઓઈલ, એવોકાડો, ટૂના-સાલ્મન જેવી માછલિઓ, નારિયેળ, દેશી ઘી, મેવા અને બીજ જેવા હેલ્ધી ફેટવાળા ફૂડ્સ છે. આ બધા આંતરડામાં સંકોચનને વધારે છે. જેનાથી મળ સરળતાથી થાય છે અને કબજીયાતમાંથી રાહત મળે છે. 

કબજીયાતમાંથી છૂટકારો મેળવવા આ શાકભાજીનુ કરો સેવન 

તમારા ભોજનમાં દરરોજ સારી અલગ-અલગ રંગબેરંગી શાકભાજીઓને એડ કરો. કારણકે તેમાં રહેલ ફાઈબર તમારા મળને બહાર નિકાળવામાં મદદ કરે છે. પાલક, ફૂલાવર, કોબીજ જેવી શાકભાજીઓ ઓવરઑલ હેલ્થ માટે ખૂબ સારી છે. આ સાથે પેટ સાફ કરવામાં પણ મદદ કરે છે. કારણકે આ વિટામિન અને ખનીજનો એક મોટો સ્ત્રોત છે. જો તમને બ્લોટીંગ જેમકે પેટ ફૂલવુ, ખાટ્ટા ઓડકાર આવવા જેવી સમસ્યાઓ છે, તો તમારે આ શાકભાજીને બાફીને ખાવી જોઈએ. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ