બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / Consideration of commutation of capital punishment of death row convicts

વિચારણા / તો ફાંસી નહીં, કોઈ બીજી રીતે અપાશે મોતની સજા...! સુપ્રીમ કોર્ટમાં કેન્દ્રએ જુઓ શું કહ્યું

Kishor

Last Updated: 07:26 PM, 2 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેન્દ્ર સરકારે કોર્ટમાં ફાંસીની સજાને લઈ મૃત્યુ દંડમાં ફેરફાર કરવા માટે વિચારણા ચાલી રહી હોવાનું જણાવ્યું હતું.

  • દેશમાં મૃત્યુ દંડની સજામાં ફેરફાર કરવા વિચારણા
  • નિષ્ણાંત સમિતિની રચના કરવામાં આવશે
  • મૃત્યુની ઓછી પીડાદાયક પદ્ધતિ પર વિચારવા કરાઈ હતી અરજી

દેશમાં મૃત્યુ દંડમાં ફેરફાર કરવામાં આવે તેવા સંજોગો વર્તાઈ રહ્યા છે. મંગળવારે સુપ્રીમ કોર્ટમાં કેન્દ્ર સરકારે ફાંસીની સજાને લઈ અને મોટું નિવેદન આપ્યું હતું. ફાંસીની સજાને મૃત્યુ દંડમાં ફેરફાર કરવા માટે વિચારણા ચાલી રહી હોવાનું કેન્દ્ર સરકારે જણાવ્યું હતું અને આ માટે નિષ્ણાંત સમિતિની રચના કરવામાં આવે તેવો પણ દાવો કર્યો હતો. આ સમિતિ મૃત્યુ દંડ આપવાની હાલની પદ્ધતિઓની તપાસ કરશે.

7 વર્ષની બાળકીના બળાત્કારના કેસમાં 30 દિવસમાં ગુનેગારને ફાંસીની સજા, જાણો  જજે શું કહ્યું... | nagaur 7 year old child rape murder accuse dinesh jatt  sentence to death nagaur read ...

એટર્ની જનરલ આર વેંકટરામાણીએ કોર્ટમા નિવેદન આપ્યું હતું કે પ્રસ્તાવિત પેનલ માટે નામો નક્કી કરવાની પ્રક્રિયા ચાલી રહી છે. જે ટૂંક સમયમાં પૂર્ણ થશે. ત્યારબાદ થોડા સમય પછી આ મુદ્દે વધુ વિગત આપવામાં આવશે. જેને લઈને ચીફ જસ્ટિસ ડી.વાય. ચંદ્રચુડ અને જસ્ટિસ જેબી પારડીવાલાની બેન્ચે  આ રજૂઆતની નોંધ લીધી હતી. આ મામલે ખંડપીઠે કહ્યું, "એટર્ની જનરલે સમિતિની નિમણૂકો પર વિચાર કરવાનું કહ્યું હતી. જેને પગલે ઉનાળાના વેકેશન દરમિયાન તેની સુનાવણી માટે નિશ્ચિત તારીખ નાક્કી કરવામાં આવશે.

21 માર્ચના રોજ નિવેદનમાં જણાવ્યું હતું કે...

નોંધનીય છે કે સુપ્રીમ કોર્ટે 21 માર્ચના રોજ નિવેદનમાં જણાવ્યું હતું કે તે ફાંસી દ્વારા મૃત્યુદંડ આપવાની બાબત પર વિચારણા ચાલી રહી છે. કોર્ટે કેન્દ્રને ફાંસીની સજાની અલગ-અલગ પદ્ધતિઓ પર વધુ સારી માહિતી આપવાની માંગ કરી હતી. આ કેસમાં એડવોકેટ ઋષિ મલ્હોત્રાએ 2017માં જાહેર હિતની અરજી કરી મૃત્યુદંડની સજાને બદલે મૃત્યુની ઓછી પીડાદાયક પદ્ધતિ પર વિચાર કરવો આવશ્યક બન્યો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ