બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / Congress state president statement on IAS Dhaval Patel's letter

નિવેદન / ગુજરાતનું સડેલું શિક્ષણ! IAS અધિકારીનો રિપોર્ટ સામે આવતા કોંગ્રેસે સરકારને માર્યા ટોણાં, જુઓ શું કહ્યું

Dinesh

Last Updated: 10:18 PM, 26 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહીલે કહ્યું કે, અધિકારીએ પત્ર લખી હકીકત ઉજાગર કરી છે, હું આશા રાખુ છુ કે, અધિકારીના શબ્દોને સરકાર ગંભીરતાથી લેશે

  • IAS ધવલ પટેલના પત્ર પર કોંગ્રેસ પ્રદેશ પ્રમુખનું નિવેદન
  • 'અધિકારીએ પત્ર લખી હકીકત ઉજાગર કરી'
  • 'તમામ ગુજરાતીઓને વિચારવા જેવી વાત છે' 


રાજ્યમાં કથળતા શિક્ષણને લઈ ફરી એકવાર ચર્ચાએ જોર પકડ્યું છે. નબળા શિક્ષણને લઈ IAS ધવલ પટેલે પ્રાથમિક શિક્ષણ સચિવને પત્ર લખી પોતાને થયેલા અનુભવોની રજૂઆત કરી છે. IAS ધવલ પટેલે છોટાઉદેપુરના 6 ગામની શાળાઓની હાલત દયનીય હોવાનો પત્રમાં ઉલ્લેખ કર્યો છે. જે મામલે શાસક પક્ષ સહિત વિરોધ પક્ષની પ્રતિક્રિયા સામે આવી રહી છે. ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહીલે કહ્યું કે,  હું આશા રાખુ છુ કે, અધિકારીના શબ્દોને સરકાર ગંભીરતાથી લેશે.

અધિકારીએ વરવી વાસ્તવિકતા કહી: શક્તિસિંહ ગોહીલ
ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહીલે IAS ધવલ પટેલના પત્ર મામલે જણાવ્યું કે, અધિકારીએ પત્ર લખી હકીકત ઉજાગર કરી છે તેમજ તમામ ગુજરાતીઓને વિચારવા જેવી વાત છે અને અધિકારીએ વિદ્યાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો અને તેમણે વરવી વાસ્તવિકતા કહી છે. શક્તિસિંહ ઉમેર્યું હતું કે,વિદ્યાર્થીઓને સરવાળા બાદબાકી ન આવડતુ હોવાનુ જોયુ છે અને વિદ્યાર્થીઓને સામાન્ય સવાલ પૂછતા પણ જવાબ ન આવડ્યા. આદિવાસી બાળકો પાસે શિક્ષણ માટે કોઇ વિકલ્પ નથી અને હું આશા રાખુ છુ કે અધિકારીના શબ્દોને સરકાર ગંભીરતાથી લેશે

'ભાજપના નેતા કોંગ્રેસની સરકારી શાળાઓમાં જ ભણ્યા છે'
કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ કહ્યું કે, આજના ભાજપના નેતા કોંગ્રેસની સરકારી શાળાઓમાં જ ભણ્યા છે અને આજે સરકારી શાળાનુ શિક્ષણ ઠેકાણે પાડી દીધુ છે તેમજ પ્રાઇવેટ સંસ્થાના ઉત્તેજન માટે કામ કરાતુ હોવાનુ થઇ રહ્યુ છે તેમણે કહ્યું કે, વાલીઓએ બાળકને પ્રાઇવેટ સંસ્થામાં મજબૂરીમાં મોટી ફી સાથે ભણાવવા પડે છે 

IAS ધવલ પટેલે લખ્યો હતો પત્ર
આપને જણાવી દઈએ તાજેતરમાં છોટાઉદેપુરમાં શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમની ઉજવણી કરાઈ હતી. ત્યારે છોટાઉદેપુર જિલ્લામાં શિક્ષણનું સ્તર કથળી રહ્યું છે. તેવો પત્ર સોશિયલ મીડિયામાં વાયરલ થતા શિક્ષણ જગતમાં હડકંપ મચી જવા પામ્યો હતો. ગઈકાલે IAS ધવલ પટેલે પ્રાથમિક શિક્ષણ સચિવને પત્ર લખી શાળા પ્રવેશોત્સવમાં જે શાળાઓની મુલાકાત લીધી તેની સ્થિતિ વર્ણવી હતી. મુલાકાત લીધેલી શાળાઓની હાલત દયનીય હોવાનો પત્રમાં ઉલ્લેખ કર્યો હતો 

ધવલ પટેલે પત્રમાં શું લખ્યું?
- છોટાઉદેપુરના 6 ગામની શાળામાં નિમ્ન કોટિનું શિક્ષણનું સ્તર
- ટીમલા પ્રાથમિક શાળામાં નિમ્ન કોટિનું શિક્ષણનું સ્તર
- ધોરણ 8ના વિદ્યાર્થીઓ છૂટક-છૂટક અક્ષરો વાંચે છે
- એક આંકડાના સરવાળામાં પણ વિદ્યાર્થીઓ કરે છે ટેરવાનો ઉપયોગ
- ધોરણ 8ના વિદ્યાર્થીઓને વાંચતા લખતા નથી આવડતું
- આદિવાસી બાળકોને ખરાબ શિક્ષણ આપીને આપણે અન્યાય કરીએ છીએ
- આદીવાસી બાળકો પાસે બીજો કોઈ વિકલ્પ નથી
- બાળકો અને વાલીઓ આપણી પર આંધળો વિશ્વાસ મુકે છે
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ