બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Politics / Congress rahul gandhi press conference

હલ્લાબોલ / રાહુલ ગાંધીનો પલટવારઃ PM મોદીએ ચીનને કેમ આપી દીધી આપણી જમીન?

Divyesh

Last Updated: 10:07 AM, 12 February 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાહુલ ગાંધીની રાજસ્થાન મુલાકાત પહેલા ચીન મુદ્દા પર PM મોદી પર પલટવાર કર્યો છે.

  • રાજસ્થાન પ્રવાસ પહેલા પત્રકાર પરિષદ
  • PM મોદીએ દેશની જમીન ચીનને આપી
  • જમીન કબ્જે અંગે સરકાર જવાબ આપે

ચીન મુદ્દા પર રાહુલ ગાંધીનો સરકાર પર પલટવાર

રાહુલ ગાંધીએ ચીન મુદ્દા પર કહ્યું કે ગઇકાલે રક્ષા મંત્રીએ સંસદમાં પોતાની વાત રજૂ કરી. જેમાં કેટલીક વાત પર સ્પષ્ટતા થવી જોઇએ. ભારત સરકારની સ્થિતિ  મામલે શરુઆતમાં હતી કે એપ્રિલ પહેલા જેવી સ્થિતિ લાગુ કરવામાં આવે, પરંતુ હવે રાજનાથસિંહે આવીને આ નિવેદન આપ્યું છે. આપણી જગ્યા ફિંગર 4 પર છે, પરંતુ સરકારે ફિંગર 3 પર સહમતિ કેમ આપી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને રક્ષામંત્રી રાજનાથસિંહે ભારતીય જમીન ચીનને કેમ સોંપી દીધી. 
 

રાહુલ ગાંધીએ ડેપસાંગ મુદ્દા પર કહ્યું કે ચીનની સેના પાછી કેમ હટી નથી. આ સ્પષ્ટ છે કે પ્રધાનમંત્રી મોદીએ  ભારતની પવિત્ર જમીન ચીનને આપી દીધી. રાહુલ ગાંધીએ કહ્યું કે પીએમ મોદીએ ચીન સામે માથુ ટેકાવી દીધું છે. 

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને નેતા રાહુલ ગાંધીએ ચીન મુદ્દા પર ફરી PM મોદી પર નિશાન તાક્યું છે. રાહુલ ગાંધીએ પલટવાર કરતા કહ્યું છે કે PM મોદીએ ચીનને કેમ આપણી જમીન આપી દીધી?


ઉલ્લેખનીય છે રાહુલ ગાંધી આજથી બે દિવસની રાજસ્થાનની મુલાકાત જઇ રહ્યાં છે. ત્યારે તે અગાઉ રાહુલ ગાંધીએ પત્રકાર પરિષદને સંબોધન કર્યું. જેમાં ચીનને લઇને રાહુલ ગાંધીએ આકરા પ્રહાર કર્યાં છે. 

ભારત માતાનો ટુકડો ચીનને આપી દીધો

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે ચીનની સેના પેંગોંગ, દેપસાંગમાં હાજર હતી. આપણી સેનાએ જોખમ લીધુ અને ચીનનો મુકાબલો કર્યો. પરંતુ હવે પીએમ મોદીએ ચીનને આપણી જીમની સોંપી દીધી, આ કાંઇન હીં પણ એ દર્શાવે છે કે નરેન્દ્ર મોદી ડરપોક છે અને દેશની સેના સાથે છેતરપિંડી કરી રહ્યાં છે. 

રાહુલ ગાંધીની રાજસ્થાન મુલાકાત

રાહુલ ગાંધી 12મીથી બે દિવસની રાજસ્થાન મુલાકાતે જઇ રહ્યાં છે. જ્યાં રાહુલ ગાંધી ખેડૂતોના વિરોધ પ્રદર્શનને લઇને યોજાનારા કિસાન મહાપંચાયતમાં ઉપસ્થિત રહેશે. રાહુલ ગાંધી પીલીબંગા, પદમપુર, નાગોરમાં કિસાન મહાપંચાયતમાં ઉપસ્થિત રહેશે જ્યારે અજમેરના રુપનગઢમાં ટ્રેકટર રેલીમાં હાજર રહેશે. 


 

સંકળાયેલા મુદ્દાઓ

PM modi congress rahul gandhi કોંગ્રેસ પીએમ મોદી રાહુલ ગાંધી Rahul Gandhi
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ