બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / સચિવાલયમાં ગુંજ્યો મનરેગા કૌભાંડનો મામલો, કોંગ્રેસે કરી મોટી માંગ

વિરોધ / સચિવાલયમાં ગુંજ્યો મનરેગા કૌભાંડનો મામલો, કોંગ્રેસે કરી મોટી માંગ

Last Updated: 12:05 PM, 8 September 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાત વિધાનસભાના સત્ર પહેલા કોંગ્રેસ દ્વારા સચિવાયલમાં સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો હતો.

આજથી ગુજરાત વિધાનસભાનું 7 મું ચોમાસુ સત્ર આજથી શરૂ થઈ રહ્યું છે. આજે સત્રની શરૂઆત પ્રશ્નોતરીથી થવા પામી હતી. તા. 9 અને 10 નાં રોજ વિધાનસભામાં પ્રશ્નોત્તરી સહિત અન્ય 5 વિધેયક રજૂ કરવામાં આવશે. તેમજ ઓપરેશન સિંદૂરની સફળતાના પગેલ સત્ર દરમ્યાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા અભિનંદન પ્રસ્તાવ લાવવામાં આવશે.

મંત્રી બચૂ ખાબડને લઈને કોંગ્રેસ દ્વારા સૂત્રોચાર

વિધાનસભા સત્ર પહેલા કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. સચિવાલયમાં કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. મંત્રી બચૂ ખાબડને લઈ કોંગ્રેસ દ્વારા સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. સત્ર દરમ્યાન કુલ 5 વિધેયક રજૂ કરાશે.

કોંગ્રેસે બચૂ ખાબડની ધરપકડની માંગ કરી

વિધાનસભા સત્ર પહેલા કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ ગુજરાતમાં 10 હજાર કરોડના મનરેગા કૌભાંડમાં મંત્રી બચૂ ખાબડના રાજીનામાની માંગ કરી હતી. તેમજ કોંગ્રેસે બચૂ ખાબડની ધરપકડની પણ માંગ કરી સૂત્રોચ્ચાર કર્યા હતા.

આ પણ વાંચોઃ 'દોડતી બાઈક પર આખો ઊંધો સુઈ ગયો' જામનગરમાં યુવાને હાઈવે પર કર્યું જીવ અધ્ધર કરનારું

  • શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગનું ‘કારખાના (ગુજરાત સુધારા) વિધેયક, 2025
  • નાણા વિભાગનું ‘ગુજરાત માલ અને સેવા કર (દ્વિતીય સુધારા) વિધેયક, 2025
  • ઉદ્યોગ અને ખાણ વિભાગનું ‘ગુજરાત જનવિશ્વાસ (જોગવાઇઓના સુધારા) વિધેયક, 2025
  • આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગનું ‘ગુજરાત વૈદ્યક વ્યવસાયીઓનું (સુધારા) વિધેયક, 2025
  • ગુજરાત ચિકિત્સા સંસ્થાઓ (રજિસ્ટ્રેશન અને નિયમન) (સુધારા) વિધેયક, 2025

(વધુ વિગત અપડેક કરી રહ્યા છીએ)

સંકળાયેલા મુદ્દાઓ

Gujarat Gujarati news Gandhinagar News
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ