બ્રેકિંગ ન્યુઝ
પેટ્રોલ-ડીઝલના સતત વધતા ભાવથી લોકો મુશ્કેલીમાં મુકાયાં છે. મધ્ય પ્રદેશની રાજધાની ભોપાલમાં સતત બીજા દિવસે પ્રીમિયમ પેટ્રોલ 100 રૂપિયા પ્રતિ લીટરની ઉપર પહોંચી ગયું છે. દેશભરમાં વધી રહેલા પેટ્રોલ-ડીઝલના ભાવથી આમ જનતા ઘણી પરેશાન છે તો રાજકીય પક્ષો પણ ધરણા-પ્રદર્શન કરવા લાગ્યાં છે. દિલ્હીમાં કોંગ્રેસે કાલી ગેસ સિલિન્ડરની સાથે પત્રકાર પરિષદ કરી કેન્દ્રની મોદી સરકાર પર નિશાન તાક્યું છે.
ADVERTISEMENT
કોંગ્રેસ નેતા સુપ્રિયા શ્રીનેત દ્વારા સોમવારે જણાવામાં આવ્યું કે મોદી સરકારે ખેડૂતોની સાથે બર્બરતા કરવાનું વિચારી લીધું છે. પરંતુ હવે દેશના દકેર નાની-મોટી જગ્યા, દરેક ગૃહણી, અને આમ જનતાની કમર તોડવાનો નિર્ણય પણ લીધો છે. કેન્દ્ર સરકારે ગેસ-સિલિન્ડરમાં પણ મોંઘવારીની આગ લગાવી દીધી છે.
મોંઘવારી પર તાક્યું નિશાન
સુપ્રિયા શ્રીનેતે કહ્યું કે પેટ્રોલ-ડીઝલની કિંમત 100 રૂપિયાની ઉપર પહોંચી ગયું છે. હવે રસોઇ ગેસની કિંમતમાં સતત વધારો કરી રહ્યાં છે. 10 દિવસમં બીજી વખત રસોઇ ગેસ સિલિન્ડરની કિંમતમાં 75 રૂપિયાનો વધારો કર્યો છે. 4 ફેબ્રુઆરીના રો જ ગેસ સિસિન્ડર કિંમતમાં 25 રૂપિયાનો વધારો થયો હતો, પરંતુ આજે તેની કિંમત 50 રૂપિયા વધારી દેવામાં આવી છે.
ADVERTISEMENT
કોંગ્રેસ નેતાએ એમ પણ કહ્યું, ડિસેમ્બર 2020 બે મહીનાની અંદર ગેસ સિલિન્ડર 175 રૂપિયા પ્રતિ સિલિન્ડર વધ્યો છે. આ દરમિયાન બે વખત 50-50 રૂપિયાની વૃદ્ધ થઇ હતી. જે સિલિન્ડ઼ર 594 રૂપિયામાં મળતો હતો તે દિલ્હીમાં આજે 769 રુપીએ આજે મળી રહ્યો છે. જ્યારે કોંગ્રેસની સરકાર હતી ત્યારે ક્રૂડ ઓઇલની કિંમત આંતરરાષ્ટ્રીય માર્કેટમાં વધા થઇ જાય તો પણ સિલિન્ડરની કિંમત આઠલી વધારતા નહોતા.
સુપ્રીમ શ્રી નેતે કહ્યું કે આ સરકારને શરમ આવવી જોઇએ. પૂરુ અર્થવ્યવસ્થા ઠપ થઇ ગઇ છે. બેરોજગારી ડાકલા વગાડી રહી છે. તેના કુપ્રબંધનના કારણે લોકોનો પગાર ઘટી રહ્યો છે. જ્યારે સરકાર કમરતોડ મોંઘવારીનો પ્રહાર કરી રહી છે. પછી તે પેટ્રોલ-ડીઝલની કિંમત હોય કે ગેસ સિલિન્ડરની કિંમત હોય.
ADVERTISEMENT
સરકાર પર કર્યાં સવાલ
કોંગ્રેસ નેતાએ કહ્યું કે સરકાર મુશ્કેલીમાં અવસર શોધી રહી છે. આ માટે એક્સાઇઝ ડ્યૂટી વધારે રહી છે. એક્સાઇઝ ડ્યૂટી વધારીને સરકાર 24 લાખ કરોડ રૂપિયાની કમાણી કરી છે. ખરેખર તો આ જનતાનો હક છે. સુપ્રિયા શ્રીનેતે સવાલ કર્યો કે જ્યારે સંકટ હતું ત્યારે જનતા સરકારની સાથે ઉભી રહી હતી, પરંતુ ક્રૂડ ઓઇલની કિંમત ઘટી તો પણ તેનો લાભ કેમ ન મળ્યો?
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.