ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / લસણ કેટલાનું છે? જ્યારે શાકભાજીના માર્કેટમાં પહોંચ્યા રાહુલ ગાંધી, વીડિયોમાં મોંઘવારી પર પ્રહાર

દિલ્હી / લસણ કેટલાનું છે? જ્યારે શાકભાજીના માર્કેટમાં પહોંચ્યા રાહુલ ગાંધી, વીડિયોમાં મોંઘવારી પર પ્રહાર

Last Updated: 11:58 AM, 24 December 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Rahul Gandhi : વીડિયો શેર કરતા રાહુલ ગાંધીએ લખ્યું, લસણ એક સમયે 40 રૂપિયા હતું, આજે 400 રૂપિયા પ્રતિ કિલો છે. વધતી જતી મોંઘવારીએ સામાન્ય માણસનું રસોડાનું બજેટ ખોરવી નાખ્યું

ADVERTISEMENT

Rahul Gandhi : કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીને લઈ ફરી એક સમાચાર સામે આવ્યા છે. અવાર-નવાર સામાન્ય માણસોની વચ્ચે પહોંચતા રાહુલ ગાંધી હવે શાકભાજી માર્કેટ પહોંચ્યા છે. વાસ્તવમાં કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ મોંઘવારી મુદ્દે કેન્દ્ર સરકારને ઘેરી છે. મંગળવારે એક વીડિયો શેર કરતા તેમણે લખ્યું, લસણ એક સમયે 40 રૂપિયા હતું, આજે 400 રૂપિયા પ્રતિ કિલો છે. વધતી જતી મોંઘવારીએ સામાન્ય માણસનું રસોડાનું બજેટ ખોરવી નાખ્યું છે. આ સાથે કેન્દ્ર સરકાર પર પ્રહાર કરતાં કહ્યું કે, સરકાર કુંભકરણની જેમ સૂઈ રહી છે.

રાહુલ ગાંધીએ શેર કર્યો વિડીયો

કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક વીડિયો શેર કર્યો છે. આ વિડીયોમાં રાહુલ ગાંધી શાકભાજી માર્કેટમાં શાકભાજી વેચનાર પાસેથી અલગ-અલગ શાકભાજીના ભાવ પૂછી રહ્યા છે. રાહુલ સાથે મહિલાઓ પણ છે.

દર વર્ષે વધી રહી છે મોંઘવારી

રાહુલ ગાંધીના વિડીયોમાં એક મહિલા કહે છે કે, સોનું સસ્તું થશે પણ લસણ નહીં. આ સાથે એક મહિલાએ જણાવ્યું કે, એક સમયે 30-40 રૂપિયા પ્રતિ કિલોના ભાવે મળતો સલગમ હવે 60 રૂપિયા પ્રતિ કિલોના ભાવે મળે છે. વટાણા 120 રૂપિયા પ્રતિ કિલોના ભાવે મળે છે. શાકમાર્કેટ ગીરી નગરનું છે. રાહુલ ગાંધીએ મહિલાઓને કહ્યું કે, દર વર્ષે મોંઘવારી વધી રહી છે. તેનાથી તમારા પર દબાણ વધશે. રાહુલે પૂછ્યું કે, શું GSTને કારણે મોંઘવારી વધી છે. તેના પર મહિલાઓએ કહ્યું કે, તેમાં ઘણો વધારો થયો છે.

વધુ વાંચો : આજે રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિવસ, જાણો ફરિયાદ કયાં અને કેવી રીતે નોંધાવી શકાય?

નોંધનિય છે કે, દિલ્હીમાં આવતા વર્ષે ફેબ્રુઆરીમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. તે પહેલા રાહુલ એક્ટિવ મોડમાં છે. કોંગ્રેસ આંબેડકરના મુદ્દે સરકારને ઘેરી રહી છે અને તેવામાં હવે તેમણે મોંઘવારી મુદ્દે સરકારને ઘેરી છે. આ તરફ રાહુલ ગાંધી સોમવારે મહારાષ્ટ્રના પરભણી પહોંચ્યા હતા.

10 ડિસેમ્બરની સાંજે મરાઠવાડા ક્ષેત્રમાં સ્થિત પરભણી શહેરના રેલ્વે સ્ટેશનની બહાર ડો.બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા પાસે બંધારણની પ્રતિકૃતિને નુકસાન પહોંચાડ્યા બાદ હિંસા ફાટી નીકળી હતી. હિંસા બાદ ધરપકડ બાદ ન્યાયિક કસ્ટડીમાં મૃત્યુ પામેલા સોમનાથ સૂર્યવંશીના પરિવારને રાહુલ મળ્યા હતા. રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો કે, સોમનાથ સૂર્યવંશીની હત્યા એટલા માટે કરવામાં આવી કારણ કે તેઓ દલિત હતા અને બંધારણની રક્ષા કરી રહ્યા હતા. તેમણે આરોપ લગાવ્યો કે, સોમનાથ સૂર્યવંશીની પોલીસે હત્યા કરી છે અને આ કસ્ટોડિયલ ડેથનો કેસ છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Garlic Price Vegetable Market Rahul Gandhi
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ